HNGU Recruitment 2023: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 4512 જગ્યાઓ પર વર્ષ 2023 ની ખુબ મોટી ભરતી જાહેર, જાણો ભરતીની તમામ માહિતી

HNGU Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 4512 જગ્યાઓ પર ખુબ મોટી ભરતી જાહેર કરી દેવામાં આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

HNGU Recruitment 2023 | Hemchandracharya North Gujarat University Recruitment 2023

સંસ્થાનું નામહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ03 જૂન 2023
ઇન્ટરવ્યૂની તારીખ17, 18, 19 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttp://nvmpatan.in/

મહત્વની તારીખ:HNGU Recruitment 2023

આ ભરતીની નોટિફિકેશન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘ્વારા 03 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:HNGU Recruitment 2023

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રિન્સિપાલ, પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, પી.ટી.આઈ, ટ્રેનિંગ ઓફિસર, ડ્રિલ માસ્ટર, ટયુટર તથા લાઇબ્રરીયનની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:HNGU Recruitment 2023

HNGUની આ ભરતીમાં કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
પ્રિન્સિપાલ268
પ્રોફેસર139
એસોસિયેટ પ્રોફેસર239
આસિસ્ટન્ટ પ્રોફેસર2922
પી.ટી.આઈ89
ટ્રેનિંગ ઓફિસર/ડ્રિલ માસ્ટર109
ટયુટર600
લાઇબ્રરીયન146
કુલ ખાલી જગ્યા4512

લાયકાત:

મિત્રો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની મદદથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

HNGU ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ લોકો પણ ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે.

ઇન્ટરવ્યૂ માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે ઇન્ટરવ્યૂમાં જવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવાની ત્રણ સેટમાં નકલ તથા ઓરીજીનલ પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • જરૂરી એન.ઓ.સી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 17,18,19 જૂન 2023 સવારે 09:00 કલાકે છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે ઇન્ટરવ્યુના સ્થળે હાજર રહેવું. ઇન્ટરવ્યુના સ્થળની માહિતી નીચે મુજબ છે.
  • શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ

પગારધોરણ

HNGU ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:

HNGU Recruitment 2023

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો