ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન : ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝનું ઓનલાઇન રજીસ્ટ્રેશન તારીખ 07 જુલાઈ 2022 થી શરુ કરવામાં આવશે. જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે સાયન્સિટી અમદાવાથી કરવામાં આવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી અને ફ્લેગશિપ યોજનાઓ તથા વિકાસગાથા અંગેની – ગુજરાત જ્ઞાન ગુરુ કવીઝમાં ધોરણ 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકો ભાગ લઇ શકશે અને આકર્ષક ઇનામો જીતી શકશે.
રાજ્યના વિદ્યાર્થી તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ બને તે હેતુથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત -ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ (G3Q)નું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવનાર છે.
ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝનો હેતુ
આ ક્વિઝનો ઉદ્દેશ્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને પ્રજાજનોને પ્રોત્સાહિત કરી તેઓ વચ્ચે એક તંદુરસ્ત જ્ઞાનવર્ધક હરીફાઈ થકી તેઓનું સશક્તિકરણ કરવાનો છે. આ ક્વિઝમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી પહેલ, વિકાસગાથા, ગૌરવગાથા અને જન સુખાકારી યોજનાઓની માહિતી તેમજ સામાન્ય માન અને નોંધનીય બાબતોનો સમાવેશ થશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કવિઝનું માળખું
ધોરણ-૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત રાજ્યની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની તમામ સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર કોલેજો અને રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને રાજ્યના પ્રજાજનો ભાગ લઈ શકશે.
પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) વોર્ડ કક્ષાએ યોજાશે.
દ્વિતીય તબક્કામાં તાલુકા નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાએ ઓનલાઈન ક્વિઝનું આયોજન કરવામાં આવશે.
ત્રીજા અને અંતિમ તબક્કામાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ઓનલાઈન ક્વિઝપૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાએ ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝનું આયોજન થશે.
WWW.G3Q.CO.IN ડોમેઈન પર રજીસ્ટ્રેશન કરાવીને આ ક્વિઝમાં ભાગ લઈ શકાશે સ્પર્ધાના નિયમો અને વિજેતાઓની સંખ્યા અને અન્ય જરૂરી વિગતો WWW.G3Q.CO.IN ડોમેઈન પર ઉપલબ્ધ કરવામાં આવશે. ના.૦૭ જુલાઇ, 2022ના રોજ સાયન્સ સિટી, અમદાવાદ ખાતે માન મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અને માન.મંત્રીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં “ગુજરાત જ્ઞાન ગુરૂ –(G3Q)”નો શુભારભ કરવામાં આવશે.
આ કવીઝ અઠવાડિયા દરમિયાન દર રવિવારથી શરૂ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને શનિયારે વિજોતો જાહેર થશે. આમ સતત ૭૫ દિવસ સુધી આ ક્વિઝ યોજાશે.
દર અઠવાડિયે તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) / વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સિટી વિભાગમા ઉમેદવાર દીઠ કવિઝનો સમયગાળો 20 મિનીટનો રહેશે અને આ 20 ક્વિઝ સામાન્ય રીતે બહુવિકલ્પીય તથા ઓડિયો-વિડીયો સ્વરૂપે રહેશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કવીઝ ઇનામ ની વિગતો
તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) :
શાળા કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા(કુલ 01) રૂ 3100/-, દ્વિતિય ક્રમના વિજેતા(કુલ 04) રૂ.2100/-, તૃતીય ક્રમના વિજેતા(કુલ 05) રૂ.1500/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
કોલેજ કક્ષાના પ્રથમ ક્રમના વિજેતા(કુલ 01) રૂ 3100/-, દ્વિતિય ક્રમના વિજેતા(કુલ 04) રૂ.2100/-, તૃતીય ક્રમના વિજેતા(કુલ 05) રૂ.1500/- આમ કુલ દસ ઈનામો આપવામાં આવશે.
તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ કવિઝના વિશિષ્ટ ઈનામ (અઠવાડિયા દીઠ ) :
શાળા કક્ષાના વિશિષ્ટ ઇનામ
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.1,00,000 નુ ઈનામ,
દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.75,000 નુ ઈનામ,
તૃતિય ક્રમના વિજેતાને 50,000 નું ઈનામ આપવામાં આવશે.
કોલેજ – યુનિવર્સિટી કક્ષાના વિશિષ્ટ ઇનામ
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.2,00,000 નુ ઈનામ.
દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.1,25,000 નું ઈનામ
તૃતિય ક્રમના વિજેતાને રૂ.75,000 નુ ઈનામ આપવામાં આવશે.
તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) / વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) / વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.
તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.
ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ + ૧) એમ બે વ્યક્તિ માટે નિશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે
જિલ્લા – મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઇનામ
આ ક્વિઝ ઓનલાઈન માધ્યમથી આયોજિત કરવામાં આવશે.
જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગના દસ + દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા વિદ્યાધીઓ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.
આ વિજેતાઓ બે દિવસની સ્ટડી ટુર ઈનામ વર્ષ પ્રાપ્ત થશે.
શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.2,00,000 નું ઈનામ.
દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.1,25,000 નું ઈનામ.
તૃતિય ક્રમના વિજેતાને રૂ.75,000 નું ઈનામ આપવામાં આવશે.
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.3,00,000 નુ ઈનામ.
દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.2,00,000 નું ઈનામ.
તૃતીય ક્રમના વિજેતાને રૂ.1,00,000 નુ ઈનામ આપવામા આવશે.
રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઈનામો
જિલ્લા કક્ષાની ક્વિઝ પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની અંતિમ ક્વિઝ સ્પર્ધા યોજવામાં આવશે.
ક્વિઝ દરમિયાન જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.
આ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ૭૫ શાળા કક્ષાના અને ૭૫ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિજેતા કહેર કરવામાં આવશે.
રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામો
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.3,00,000 નુ ઈનામ.
દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.2,00,000 નું ઈનામ.
તૃતિય ક્રમના વિજેતાને રૂ.1,00,000 નું ઈનામ આપવામાં આવશે.
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામો
પ્રથમ ક્રમના વિજેતાને રૂ.5,00,000 નુ ઈનામ.
દ્વિતિય ક્રમના વિજેતાને રૂ.3,00,000 નું ઇનામ.
તૃતિય ક્રમના વિજેતાને રૂ.1,50,000 ના ઈનામ આપવામાં આવશે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન
અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ
સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૭૫ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
ક્વિઝની અન્ય કક્ષાના આ ૭૫ વિજેતાઓ 02 દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ-પત્ની + 2 બાળકો એમ કુલ 04 અથવા તો કુટુંબના કોઈપણ 04 સભ્યો) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
આ ઉપરાંત તાલુકા (નગરપાલિકા સમાવિષ્ટ), જિલ્લા-મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની ક્વિઝના સ્પર્ધકોને :
તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝલ પ્રમાણપત્ર.
જે-તે શાળા કે કોલેજ-યુનિવર્સીટીમાં સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાની આધારે શાળા કે કોલેજ- યુનિવર્સિટીને પ્રશસ્તિપત્ર (કોલેજ / શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)
જે-તે તાલુકામાં વધુ ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિરકરીને, જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરશ્રીને, મ્યુનિસિપલ કક્ષાએ મ્યુનિસિપલ કમિશ્નરને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે.
ક્વિઝના સામાન્ય નિયમો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 રજીસ્ટ્રેશન
મહત્વ પૂર્ણ લિંક
મહત્વ પૂર્ણ લિંક
પ્રેસ નોટ જુઓ | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ પરિપત્ર વાંચો | અહીં ક્લિક કરો |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |