DHS બોટાદ ભરતી 2023 : ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, બોટાદ ખાતે એન.એચ.એમ. અંતર્ગત 11 માસના કરારના ધોરણે ફીમેલ હેલ્થ વર્કર, RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ, સ્ટાફનર્સ અન્ય જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી પછી અરજી કરવાની રહેશે., આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
DHS બોટાદ ભરતી 2023
સંસ્થાનું નામ | DHS (ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી) બોટાદ |
પોસ્ટ નામ | DHS બોટાદ ભરતી 2023 |
કુલ જગ્યા | 23 |
છેલ્લી તારીખ | 20/01/2023 |
સત્તાવાર વેબ સાઈટ | https://arogyasathi.gujarat.gov.in/ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી બોટાદ ભરતી 2023
જે મિત્રો DHS બોટાદ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
જીલ્લા આરોગ્ય સોસાયટી બોટાદ ભરતી 2023
ક્રમ | જગ્યાનું નામ | જગ્યા | શૈક્ષણિક લાયકાત |
1 | ફીમેલ હેલ્થ વર્કસ (NHM/RBSK) | 2 | – ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એફ.એચ.ડબલ્યુ / એ.એન.એમ.નો કોર્ષ કરેલ. – ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ. – કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી. |
2 | RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ | 1 | – માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા ડીપ્લોમાં ફાર્મસીનો કોર્સ કરેલ હોવો જોઈએ. – ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ. – કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી. |
3 | સ્ટાફનર્સ | 3 | – બી.એસ.સી. (નર્સિંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ મીડવાઈફરીનો કોર્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોવો જોઈએ. – ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. – કોમ્પ્યુટર બેઝીક જ્ઞાન હોવું જરૂરી. ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. |
4 | પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન) | 1 | – માન્ય યુનિવર્સીટીમાં એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાઈટેટીક્સ. – સરકારી / NGOમાં ન્યુટ્રીશનને લગતા અનુભવ ધરાવતા હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. – કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી. |
5 | પ્રોગ્રામ આસિસ્ટન્ટ (આશા રિસોર્સ સેલ) | 1 | – માન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ શાખાની સ્નાતકની ડિગ્રી સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન સાથે કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી. – એમ. એસ. ઓફીસ અંતર્ગત વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. – ઓછામાં ઓછો 1 થી 2 વર્ષનો અનુભવ જરૂરી. |
6 | જીલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ | 1 | – માન્ય યુનિવર્સીટીમાંથી કોમર્સમાં સ્નાતક સાથે ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન. – કોમ્પ્યુટર સોફ્ટવેરનું જ્ઞાન (એકાઉન્ટીંગ સોફ્ટવેર – Tally, એમ.એસ.ઓફીસ, GIS/RCH સોફ્ટવેર) અને હાર્ડવેરની જાણકારી હોવી જરૂરી. – બેઝીક ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલિંગ સીસ્ટમની જાણકારી તથા અંગ્રેજી, ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર ટાઈપીંગ અને ડેટા એન્ટ્રીની આવડત જરૂરી. ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો અનુભવ જરૂરી. |
7 | કોમ્યુનીટી હેલ્થ ઓફિસર | 14 | BAMS/GNM/B.Sc નર્સિંગ સાથે SIHFW વડોદરા તથા IIPH ગાંધીનગર દ્વારા CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા CCCHનો કોર્સ B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B,Sc નર્સિંગના કોર્સમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોય જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો. |
વય મર્યાદા અને પગાર ધોરણ
ક્રમ | જગ્યાનું નામ | વય મર્યાદા | પગાર ધોરણ |
1 | ફીમેલ હેલ્થ વર્કસ (NHM/RBSK) | 18-40 વર્ષ | રૂ. 12,500/- |
2 | RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ | 18-40 વર્ષ | રૂ. 13,000/- |
3 | સ્ટાફનર્સ | 18-40 વર્ષ | રૂ. 13,000/- |
4 | પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન) | 18-35 વર્ષ | રૂ. 14,000/- |
5 | પ્રોગ્રામ આસિસ્ટન્ટ (આશા રિસોર્સ સેલ) | માહિતી આપેલ નથી | રૂ. 13,000/- |
6 | જીલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ | માહિતી આપેલ નથી | રૂ. 13,000/- |
7 | કોમ્યુનીટી હેલ્થ ઓફિસર | માહિતી આપેલ નથી | રૂ. 25,000/- અને મહત્તમ રૂ. 10,000/- પરફોર્મન્સ બેઝ ઇન્સેન્ટીવ |
વય મર્યાદા
- 40 વર્ષ
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :
- ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.
- ઉમેદવારોએ આપેલ વેબસાઈટ મારફતે તારીખ 06-01-2023ના રોજ બપોરે 12:00 કલાક થી તારીખ 20-01-2023ના રોજ રાત્રે 11:59 કલાક સુધી (દિવસ 15)માં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- સાદી ટપાલ / કુરિયર / રૂબરૂ / સ્પીડ પોસ્ટ / આર.પી.એ.ડી.થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.
- સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે
- જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે
- અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ક્રમ નંબર 4,5 અને 6ની જગ્યા માટેના ઉમેદવારોની કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.
- ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ-ડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.
DHS બોટાદ ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ
અરજી છેલ્લી તારીખ | 20/01/2023 |
મહત્વપૂર્ણ લિંક :
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |