GSEB TET – 2 Online Application Last Date Extended 2023

Gujarat State Education Board (GSEB) has published GSEB TET – 2 Revised Notification / Online Application Last Date Extended 2023, Check below for more details.

GSEB TET - 2
GSEB TET – 2

GSEB TET – 2 Recruitment 2023

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાના શિક્ષક માટેની ટેટ-૧ અને ટેટ-૨ની તારીખ જાહેર કરતાની સાથે જ હવે ટેટ-૨ના ફોર્મ ભરવા માટે ઉમેદવારોને વધુ ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. ધોરણ.૬થી ૮ના શિક્ષકોની શૈક્ષણિક લાયકાતમાં અન્ય કોર્ષનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનો શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરાતાં ટેટ-૨ના ફોર્મ ભરવાની મુદત ૨૯મી સુધી લંબાવવામાં આવી છે. નવી લાયકાતનો ઉમેરો કરાતાં હવે આગામી ભરતીમા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે બી.ઈ. બી.ટેક. થયેલા ઈજનેરો પણ જોવા મળશે.

રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ ૬થી ૮ના શિક્ષક માટે ટેટ-૨ લેવામાં આવે છે. ટેટ-૨માં ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા બાદ ધોરણ.૬થી ૮ના શિક્ષકની શૈક્ષણિક લાયકાતમાં અન્ય કોર્પનો ઉમેરો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક માટે બી.ઈ. અને બી.ટેક.ની લાયકાત ઉમેરાઈ હતી. આ સિવાય સામાજિક વિજ્ઞાનમાં બીબીએ, બીસીએ તેમજ બીએમાં ભારતીય સંસ્કૃતિ અને હોમ સાયન્સ વિષયનો ઉમેરો કરવામાં આવ્યો હતો. હવે નવી લાયકાત ઉમેરાતા જે-તે વિષયના ઉમેદવારો પણ ટેટ-૨ની પરીક્ષા આપી શકે તેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વધુ ૧૦ દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે.


Exam Details:
Exam Name:

  • Teacher Eligibility Test – 2 (TET-2)

Educational Qualification

  • Please read the Official Notification for Educational Qualification details.


How to Apply?: 

  • Interested Candidates may Apply Online Through the official Website.

Revised Notification TET-2: Click Here

Apply Online: Click Here


Important Dates:

  • Starting Date of Online Application of TET-2: 20-03-2023
  • Last Date to Apply Online: 29-03-2023 06-04-2023
  • Exam Date of TET-1: 16-04-2023
  • Exam Date of TET-2: 23-04-2023

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર


શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II) -૨૦૨૨
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TET-II/૨૦૨૨/૯૬૨૩-૯૭૦૯ થી “શિક્ષક યોગ્યતા કસોટી-II (TET-II)-૨૦૨૨” નું આયોજન કરવા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે.
શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ ક્રમાંક:પીઆરઇ/૧૧૧૦-૨૨૩-ક થી ધો. ૬ થી ૮ ઉચ્ચત્તર
પ્રાથમિક શાળા માટે વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારોની પસંદગી માટે શૈક્ષણિક અને તાલીમી લાયકાત નિયત
કરવામાં આવેલ જેમા કેટલીક નવી લાયકાતો ઉમેરવામાં આવી છે. જેથી શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવ થી નિયત કરવામાં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો
નીચેની વિગતે http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીંગ મારફત ફી ભરી શકશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

  • ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો ૨૦/૦૩/૨૦૨૩ થી ૨૯/૦૩/૨૦૨૩
  • નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો પરીક્ષાની તારીખ: ૨૦/૦૩/૨૦૨૩ થી ૨૯/૦૩/૨૦૨૩
  • Exam Date: ૨૩/૦૪/૨૦૨૩


TET-II ની પરીક્ષા આપવા અત્રેની કચેરીના તા.૧૭-૧૦-૨૦૨૨નાં જાહેરનામાના અનુસંધાને જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા તે ઉમેદવારો તેમજ આ સુધારેલા જાહેરનામા અને શિક્ષણ વિભાગનાં ઠરાવ તા.૧૭-૦૩-૨૦૨૩નાં ઠરાવથી નિયત કરેલ શૈક્ષણિક લાયકાતો ધરાવતા તા.૨૯-૦૩-૨૦૨૩ સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરનાર તમામ ઉમેદવારોની કસોટી તા.૨૩-૦૪-૨૦૨૩નાં રોજ યોજાશે.
શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને
આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.
પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) -૨૦૨૨ પરીક્ષા

શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I) -૨૦૨૨ પરીક્ષા લેવા બાબત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TET-I/૨૦૨૨/૯૫૩૭-૯૬૨૨ થી “શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-૨૦૨૨” નું આયોજન કરવા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાં અન્વયે જે ઉમેદવારોએ ઓનલાઈન આવેદનપત્રો તેમજ ફી ભરેલ હતી તેમની પરીક્ષા તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ લેવામાં આવશે.

  • ટેટ-૧ પરીક્ષા: ૧૬/૦૪/૨૦૨૩

શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.