CBSE ધો 10 – 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ 2023માં યોજાનારી 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. બંને વર્ગોની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12નું છેલ્લું પેપર 5મી એપ્રિલના રોજ હશે.CBSE ધો 10-12 બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર
CBSE ધો 10 – 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા, ઇન્ટર્નલ મૂલ્યાંકન અને પ્રોજેક્ટ વર્ક 1 જાન્યુઆરી, 2023થી શરૂ થશે. મહત્વની વાત એ છે કે વિષયવાર સમયપત્રક શાળાઓ દ્વારા જારી કરવામાં આવશે. CBSEએ નોટિફિકેશનમાં સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી છે.
આ વખતે માત્ર એક જ પરીક્ષા, હવે 100% અભ્યાસક્રમ
ગત વર્ષે દેશમાં કોરોનાના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષા બે ટર્મમાં લેવામાં આવી હતી. આ દરમિયાન જે વિદ્યાર્થીઓ સંક્રમણને કારણે એક પરીક્ષામાં બેસી શક્યા ન હતા તેમના માર્કસની ગણતરી બીજી પરીક્ષાના આધારે કરવામાં આવી હતી. પરંતુ આ પોલિસી હવે CBSE દ્વારા નાબૂદ કરવામાં આવી છે. કોરોનામાંથી સાજા થયા બાદ આ વખતે બોર્ડની પરીક્ષા 100% અભ્યાસક્રમ સાથે લેવાશે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી.

CBSE ધોરણ 10 પરીક્ષાનું શિડ્યુલ
CBSE ધોરણ 12નું પરીક્ષાનું શિડ્યુલ
આ પણ વાંચો- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
મહત્વપૂર્ણ લિંક:
CBSC 10-12 ટાઈમ ટેબલ | અહીંથી જુઓ |