Digital Marketing: ડિજિટલ માર્કેટિંગ કોર્સ કરશો તો ક્યાંક પાછા નહીં પડો, જાણો શા માટે કરવો જોઈએ આ અભ્યાસ

Digital Marketing

Digital Marketing: ટેકનોલોજીના વિકાસ અને ડિજિટલ પ્લેટફોર્મના વ્યાપક ઉપયોગના કારણે ડિજિટલ માર્કેટિંગ આજે બહોળું ક્ષેત્ર બની ગયું છે. ઈન્ટરનેટ પર બ્રાંડ પોતાની નામના વધારવા અને ગ્રાહકોને આકર્ષિત કરવા તેનો ઉપયોગ કરી રહી છે. જેના કારણે ડિજિટલ માર્કેટિંગ કોર્સ કરવાનું ચલણ પણ ખૂબ વધ્યું છે. ડિજિટલ માર્કેટિંગ શીખ્યા હોવ અને સર્ટિફિકેટ હોય તો તમને મળતી તકોમાં જબ્બર વધારો થાય છે. જેથી ડિજિટલ માર્કેટિંગ કોર્સ શા માટે કરવો જોઈએ? તે અંગે અહીં મુખ્ય કારણો આપવામાં આવ્યા છે.

નોકરી – વ્યાવસાયમાં ફાયદો

Digital Marketing:ઇલેક્ટ્રોનિક માર્કેટિંગ અને જાહેરાતોનું પ્રમાણ વધી રહ્યું છે. ન્યૂયોર્કની મોન્ડો નામની કંપનીએ આગાહી મુજબ ઇલેક્ટ્રોનિક એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગમાં કર્મચારીઓની માંગમાં 38 ટકાનો વધારો થશે. જેથી આ ક્ષેત્રે કારકિર્દી બનાવવી ફાયદાકારક રહેશે. સારો પગાર પણ મળશે.

Digital Marketing

સસ્તું પડે

Digital Marketing:હાલ ઘણી સંસ્થાઓ પોસાય તેવી ફીમાં ઓનલાઇન ડિજિટલ માર્કેટિંગ સર્ટિફિકેટ આપે છે. ઓનલાઇન કોર્સ હોવાના કારણે કોલેજો કે યુનિવર્સિટીઓ સુધી જવા સમય બગાડતો નથી.

કારકિર્દીની બહોળી તક

Digital Marketing:ડિજિટલ માર્કેટિંગ કોઈ એક ક્ષેત્રમાં બંધાયેલું નથી. નાની સંસ્થાઓથી લઈ ગૂગલ, ટ્વિટર અને ફેસબુક જેવી મોટી કંપનીઓમાં પણ નોકરી મળી શકે છે. આ બાબત તમારા સ્પેશિયાલિસ્ટ પર નિર્ભર છે.

ઊંચો પગાર

ડિજિટલ માર્કેટિંગના જાણકાર લોકોની સંખ્યા ઓછી છે અને ક્ષેત્રમાં માગ વધુ છે. તમારી પાસે સારી ક્ષમતાઓ અને સ્કીલ હોય તો તમે મોટી ભૂમિકા ભજવી શકો છો. હવે આ ક્ષેત્રમાં SEO, SMO, PPC સહિત ઘણી જોબ પ્રોફાઇલ્સના પગારધોરણમાં વધારો થયો છે.

ક્ષમતા વધારી શકો

ડિજિટલ જાહેરાતમાં કારકિર્દી શરૂ કરવા ઇન્ટરનેટ ઘણા વિકલ્પો આપે છે. તમે તમારી ફેન ફોલોઇંગ વધારવા પર કામ કરી શકો છો. ગૂગલ એનાલિટિક્સ એક્ઝામ જેવી ઓનલાઇન ટેસ્ટ આપી તમારા જ્ઞાન અને સ્કીલનું મૂલ્યાંકન કરી શકો છો. આવી પરીક્ષા પાસ કરી તમે લિંક્ડઇન જેવી સાઇટ્સ પર તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સમાં તેના સર્ટિફિકેટ ઉમેરી શકો.

ફ્લેક્સિબલ વર્ક

આ કામ ઇન્ટરનેટથી થાય છે. તમે ઘરેથી પણ કામ કરી શકો છો. ઈન્ટરનેટના બહોળા ઉપયોગને કારણે ચોક્કસ જગ્યા જગ્યાએથી જ કામ કરવું જરૂરી નથી.

વ્યાપ વધુ

આ ક્ષેત્રમાં તમે એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં સરળતાથી જઈ શકો છો. સ્ટાર્ટઅપ્સ અને મોટા પાયાની કંપનીઓ બંને ઇલેક્ટ્રોનિક માર્કેટિંગનો ઉપયોગ કરે છે. ત્યારે તમારી સ્કીલનો ઉપયોગ વિવિધ વ્યાવસાયિક સમસ્યાના ઉકેલ માટે કરી શકો છો.

ક્રિએટિવિટી બતાવવાની તક

લોકોને ગમે તેવું વેબ કન્ટેન્ટ બનાવવા અને સ્ટ્રેટેજી ઘડવા સર્જનાત્મક વિચારસરણી અને કલ્પનાશકિત જરૂરી છે. જાહેરાતનું ક્ષેત્ર વધતા ડિજિટલ માર્કેટિંગમાં કારકિર્દી ઝડપથી આગળ વધશે. તમને ક્રિએટિવિટી બતાવવાની તક મળશે.

વિવિધ જોબ પ્રોફાઈલ

આ ક્ષેત્રમાં તમે કન્ટેન્ટ રાઇટર, કન્ટેન્ટ માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ, એસઇઓ એનાલિસ્ટ, એસઇઓ મેનેજર, ડિજિટલ બ્રાન્ડ મેનેજર, ડિજિટલ માર્કેટિંગ મેનેજર, કી એકાઉન્ટ મેનેજર સહિતની વિવિધ જોબ પ્રોફાઈલમાં કામ કરી શકો છો.

વિશાળ બજાર

પહેલા કોઈ ઈનફ્લુએન્સર પાસે વધુ વિકલ્પો નહોતા. પણ હવે નવી નવી કંપનીઓ આવી રહી છે. બજાર મોટું થઈ રહ્યું છે. દર મહિને બ્રાન્ડના નામ બદલાય છે. તે દર્શાવે છે કે બજાર કેટલું સમૃદ્ધ, ઝડપી અને અસરકારક વિકસ્યું છે.