GPSC Assistant Manager (GSCSCL) Consent Form for Preliminary Exam to be held on 19-01-2025

GPSC Assistant Manager

GPSC Assistant Manager (GSCSCL) Consent Form for Preliminary Exam to be held on 19-01-2025, Check below for more details.

GPSC Assistant Manager
GPSC Assistant Manager

GPSC Assistant Manager

Post: GPSC Assistant Manager (GSCSCL)

જાહેરાત ક્રમાંક : 29/2024-25

જાહેરાત ક્રમાંક : ૨૯/૨૦૨૪-૨૫, આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-૩(GSCSCL) ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા સંમતિ (CONSENT) આપવા તથા CONSENT DEPOSIT ભરવા બાબત અનુભવે જણાયેલ છે કે, પરીક્ષામાં ઓનલાઇન ઉમેદવારી નોંધાવતા ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહેતા નથી. પ્રાથમિક પરીક્ષાના આયોજન માટે નોંધાયેલ ઉમેદવારોની સંખ્યાને લઇને આયોજન કરવું પડતું હોઇ. તે માટે ખૂબ મોટા પાયે વ્યવસ્થા કરવાની થાય છે. જેમાં પરીક્ષા કેન્દ્રો, વર્ગખંડો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક વગેરે મોટી સંખ્યામાં રોકાયેલ રહે છે. પરીક્ષામાં ગેરહાજર રહેતા ઉમેદવારોની મોટી સંખ્યાને કારણે તે પ્રમાણમાં કરવામાં આવેલ તમામ વ્યવસ્થાનો બિનજરૂરી ખર્ચ પણ થાય છે. જેનો બોજો અંતે તો જાહેર જનતા ઉપર જ આવે છે.

આથી, જે ઉમેદવારો પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી ઓળખ થઈ જાય અને તેમના માટેની પરીક્ષા વ્યવસ્થા કરવાની ન થાય તો બાકી રહેતા ઉમેદવારો માટેની પરીક્ષા વ્યવસ્થા વધારે સારી રીતે કરી શકાય. જેનો લાભ છેવટે ઉમેદવારોને જ મળી શકે.

વધુમાં, અમુક ઉમેદવારો પોતાની પર્સનલ ડિટેઇલમાં થોડો ઘણો ફેરફાર કરીને એક કરતાં વધારે ઓનલાઇન અરજીઓ પણ કરતાં હોય છે. જેથી આવા ઉમેદવારોની એક સિવાયની બીજી અરજીઓ “રદ” કરવી જરૂરી છે.

આમ, ઉપરૌક્ત તમામ બાબતો ધ્યાને લઈ પ્રસ્તુત જાહેરાત માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “CONSENT FORM” મેળવવાનું તથા CONSENT FORM સાથે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ “CONSENT DEPOSIT” લેવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. 

GPSC Assistant Manager

DETAILSCONSENT DEPOSIT
બિન અનામત વર્ગના ઉમેદવારો (મહિલા સિવાય) Rs. 500/-
અનામત વર્ગના ઉમેદવારો (એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા વર્ગ), તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર, દિવ્યાંગ ઉમેદવાર અને માજી સૈનિક Rs. 400/-
GPSC Assistant Manager

પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટી આપવા માટેની પોતાનું CONSENT FORM તથા CONSENT DEPOSIT તા.૨૦/૧૨/૨૦૨૪ ના રોજ બપોરે ૧૫:૦૦ કલાક થી તા.૨૭/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક સુધીમાં ભરવાની રહેશે. છેલ્લી તા.૨૭/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ કલાક બાદ કોઇ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું CONSENT FORM તથા તે અંગેની CONSENT DEPOSIT ભરી શકશે નહીં. 

CONSENT DEPOSIT ભરવાની પદ્ધાતિ: આ અંગેનું CONSENT FORM https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જે માટે ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપરના HOME PAGE પર “OTHER APPLICATION” MENU માં જઇ CONSENT FORM પર Click કરો. ત્યારબાદ પોતાનો “CONFIRMATION NUMBER” અને “BIRTH DATE” તથા CAPTCHA ની વિગતો નાખીને “k” Button પર Click કરી CONSENT DEPOSIT અને CONSENT FORM ભરી શકાશે.

CONSENT DEPOSITનું માધ્યમ: ઉમેદવાર આ CONSENT DEPOSIT માત્ર UI, ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ દ્વારા ભરી શકે છે.

CONSENT FORM સબમિટ કરવાની અને CONSENT DEPOSIT જમા કરાવવાની છેલ્લી તારીખ અને સમય બાદ લિંક ઉપલબ્ધ રહેશે નહિ. એકવાર લિંક બંધ થઈ જાય પછી CONSENT FORM અને CONSENT DEPOSIT (લેટ ફી/રોકડ રકમ વગેરે સહિત) સ્વીકારવામાં આવશે નહીં. તકનીકી અથવા અન્ય સમસ્યાને ટાળવા માટે ઉમેદવારોને છેલ્લી તારીખ અને સમયની રાહ્ ન જવાની સલાહુ આપવામાં આવે છે. .

રીફંડ ચુકવણીઃ જે મૂળ સ્ત્રોત (Payment source) માંથી CONSENT DEPOSIT ભરવામાં આવી છે તે મૂળ સ્ત્રોત(Payment source)માં જ રીફંડ ચૂકવવામાં આવશે. જો જ્યાંથી આ CONSENT DEPOSIT ભરવામાં આવી છે ત્યાંથી ચુકવણીનો મૂળ સ્ત્રોત (Payment source) બંધ/નિષ્ક્રિય ડોરમંટ વગેરે હોય, તો રીફંડ થઈ શકશે નહી અને આ માટે GPSC જવાબદાર રહેશે નહીં. આમ, ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ CONSENT DEPOSIT ચુકવણી માટે સક્રિય પેમેન્ટ મોડનો ઉપયોગ કરે અને CONSENT DEPOSIT ની રકમ ચૂકવવા માટે તેમના પોતાના પેમેન્ટ મોડનો ઉપયોગ કરે.

પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને CONSENT DEPOSIT પરત કરવામાં આવશે. ગેરહાજર રહેનાર ઉમેદવારની CONSENT DEPOSIT પરત કરવામાં આવશે નહીં. 

CONSENT DEPOSIT તથા CONSENT FORM ભર્યા અંગેની એક કોમન e-receipt જનરેટ થશે, જેની print કાઢી લેવી. આ e-receipt આયોગ દ્વારા માંગ્યેથી રજૂ કરવાની રહેશે.

જે ઉમેદવારો નિયત સમયમાં આ CONSENT FORM તથા CONSENT DEPOSIT નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઇન અરજી રદ થશે અને આવા ઉમેદવારો કોલલેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆતો પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

એક ઉમેદવાર પોતે એક જ CONSENT FORM અને CONSENT DEPOSIT ભરી શકશે. જો કોઇ ઉમેદવારે પ્રસ્તુત જાહેરાત અન્વયે બે ઓનલાઇન અરજી કરેલ હશે અને બે ર્મેશન નંબર મેળવેલ હોય તો પણ તેવા ઉમેદવારે કોઇ પણ એક કન્ફર્મેશન નંબર ઉપરથી ઉપર મુજબનું એક જ CONSENT FORM અને CONSENT DEPOSIT ભરવાની રહેશે.

પ્રસ્તુત જાહેરાત અન્વયે જો કોઇ ઉમેદવાર દ્વારા અલગ અલગ ર્મેશન નંબરના અલગ અલગ CONSENT FORM અને CONSENT DEPOSIT ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે.

પ્રસ્તુત જાહેરાતની તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ યોજાનાર પ્રાથમિક પરીક્ષા આપવા માટેના CONSENT FORM તથા CONSENT DEPOSIT માત્ર ઓનલાઇન https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જ ભરી શકાશે. અન્ય કોઇ પણ માધ્યમથી CONSENT FORM તથા CONSENT DEPOSIT આયોગ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં.

Exam Date: 19-01-2025: GPSC Assistant Manager

Time:GPSC Assistant Manager

Subject Paper: 11:00 to 01:00 p.m.
GS: 03:00 p.m. to 04:00 p.m.

Notification: Click Here

Apply for Consent Form: Click Here

(Last Date: 27-12-2024, 10:00 a.m.)

Call Letter: Click Here

Call Letter Date: 09-01-2025

Syllabus: Click Here

For more details: Click Here