Gujarat Public Service Commission (GPSC) has published an Important Notice regarding the postponement of the Preliminary Exam of Advt. No. 27/2022-23, Assistant Engineer (Mechanical), Class-2 (GWSSB), Check below for more details.
અગત્યની જાહેરાત
(પ્રાથમિક કસોટીઓની સૂચિત તારીખોમાં ફેરફાર બાબત)
આયોગ દ્વારા આગામી આયોજિત પરીક્ષાઓ પૈકી જાહેરાત ક્રમાંક: ૨૭/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ (GWSSB) ની પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ ૨૬/૦૨/૨૦૨૩ નિયત કરવામાં આવેલ. પરંતુ તે જ દિવસે સ્ટાફ સિલેક્શન કમિશનની જુનિયર ઈજનેર (યાંત્રિક/ઈલેક્ટ્રિકલ) ની મુખ્ય કસોટીનું પણ આયોજન થયેલ હોઈ, આયોગની જાહેરાત ક્રમાંક: ૨૭/૨૦૨૨-૨૩, મદદનીશ ઈજનેર (યાંત્રિક), વર્ગ-૨ (GWSSB) ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ પરીક્ષાની નવી તારીખ નક્કી થયેથી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા માટે નિવેદન કરવામાં આવે છે.