ઉમેદવારો માટે સારા સમાચાર: GSSSB ગૌણ સેવાની ટેકનિકલ સંવર્ગની પરીક્ષા પદ્ધતિમાં સુધારો, કોમ્પુટરની CPT પરીક્ષા રદ્દ કરાઈ

GSSSB : આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટેકનિકલ સંવર્ગની પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CPTની એટલે કે કોમ્પ્યુટરની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. જ્યારે હવે માત્ર લેખિત એટલે કે MCQ અથવા OMR પદ્ધતિથી એક જ પરીક્ષા લેવામા આવશે.

image 22

ગૌણ સેવા પસંદગી મંડળની ટેકનિકલ સંવર્ગની પરીક્ષા પધ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમાં કોમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ (સીપીટી) પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. માત્ર લેખિત પરીક્ષા એટલે કે OMR પદ્ધતિથી એક જ પરીક્ષા લેવાશે. ત્યારે અગાઉ પ્રિલિમ અને બે પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ટેકનિકલ સંવર્ગની પરીક્ષાઓમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
GSSSB