Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Sub Accountant/ Sub Auditor and Accountant Exam Schedule 2024, Check below for more details.
GSSSB Sub Accountant/ Sub Auditor and Accountant Exam Schedule 2024
પરીક્ષા કાર્યક્રમ અંગેની અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૧૬ જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક”, વર્ગ-૩ સંવર્ગની કુલ-૧૫૦ જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફત તા.૧૫/૦૨/૨૦૨૪ (૧૪:૦૦ કલાક) થી તા.૦૧/૦૩/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી) દરમ્યાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા.

સદરહું જાહેરાતના અનુસંધાને Preliminary Examination (MCQs) (ભાગ-૧)ની પરીક્ષાનું તા:૨૮/૦૭/૨૦૨૪ના રોજ આયોજન કરવામાં આવનાર છે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
વધુમાં, પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ-લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. આથી, ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in જોતા રેહવા જણાવવામાં આવે છે.
Exam Schedule: Click Here
Follow us:
For more details: Click Here