GSSSB Wireman Recruitment 2025

GSSSB Wireman Recruitment 2025:-

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગ હેઠળ “વાયરમેન”, વર્ગ-૩ સંવર્ગની કુલ 66 જગ્યાઓ માટે જાહેરાત ક્રમાંક: 311/202526 બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારો 11 જૂન 2025 (બપોરે 2:00 કલાકે) થી 25 જૂન 2025 (રાત્રે 11:59 કલાકે) સુધી OJAS વેબસાઇટ મારફત ઓનલાઈન અરજી કરી શકે છે.

આ ગુજરાત સરકારની નોકરીની ઉત્તમ તક છે. ઉમેદવારોને અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચી લેવા વિનંતી છે.

GSSSB Wireman Recruitment 2025

GSSSB Wireman Recruitment 2025

  • ભરતી સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
  • જાહેરાત ક્રમાંક: 311/202526
  • પોસ્ટનું નામ: વાયરમેન, વર્ગ-૩
  • કુલ જગ્યાઓ: 66
  • અરજી મોડ: ઑનલાઇન (OJAS વેબસાઇટ મારફત)
  • અરજી શરૂ થવાની તારીખ: 11 જૂન 2025 (14:00 કલાકે)
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 25 જૂન 2025 (23:59 કલાકે)
  • સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in

GSSSB Wireman Recruitment 2025

જગ્યાની વિગતો – GSSSB Wireman Recruitment 2025

સંવર્ગવાર જગ્યાની વિગતો નીચે મુજબ છે:

કુલ જગ્યાઓબિનઅનામત (સામાન્ય)આર્થિક રીતે નબળા વર્ગઅનુ. જાતિઅનુ. જનજાતિસા. શૈ. પ. વર્ગબિનઅનામત (સામાન્ય) મહિલાઆર્થિક રીતે નબળા વર્ગ મહિલાઅનુ. જાતિ મહિલાઅનુ. જનજાતિ મહિલાસા. શૈ. પ. વર્ગ મહિલાશારીરિક અશક્ત (દિવ્યાંગ)માજી સૈનિક
66220603211408020107050006

ખાસ નોંધ: આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી, કારણ કે મંડળ દ્વારા દિવ્યાંગ અનામતની ઘટની કુલ-14 જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

GSSSB Wireman Recruitment 2025 : પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત

  • સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયનનો ઓછામાં ઓછો બે વર્ષનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ (ITI) પાસ કરેલો હોવો જોઈએ.
  • ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કમ્પ્યુટર એપ્લિકેશન્સનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાઓનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ.
  • નિમણૂક સમયે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના લાયસન્સિંગ બોર્ડના સેક્રેટરી સાથે નોંધણી કરાવવી ફરજિયાત છે, જો પહેલાથી નોંધણી ન હોય તો.

વય મર્યાદા

  • અરજી કરવાની છેલ્લી તારીખ મુજબ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

વયમાં છૂટછાટ

સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નિયમોનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે:

કેટેગરીછૂટછાટમહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીનાં મહિલા ઉમેદવારોને5 વર્ષમહત્તમ 45 વર્ષની મર્યાદામાં
અનામત કેટેગરીનાં પુરુષ ઉમેદવારોને5 વર્ષમહત્તમ 45 વર્ષની મર્યાદામાં
અનામત કેટેગરીનાં મહિલા ઉમેદવારોને10 વર્ષ (5+5)મહત્તમ 45 વર્ષની મર્યાદામાં
સામાન્ય કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ ઉમેદવારોને10 વર્ષમહત્તમ 45 વર્ષની મર્યાદામાં
સામાન્ય કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં મહિલા ઉમેદવારોને15 વર્ષ (10+5)મહત્તમ 45 વર્ષની મર્યાદામાં
અનામત કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં પુરુષ ઉમેદવારો15 વર્ષ (5+10)મહત્તમ 45 વર્ષની મર્યાદામાં
અનામત કેટેગરીનાં દિવ્યાંગતા ધરાવતાં મહિલા ઉમેદવારો20 વર્ષ (5+10+5)મહત્તમ 45 વર્ષની મર્યાદામાં
માજી સૈનિક ઉમેદવારોતેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીનીનિયમોનુસાર

GSSSB Wireman Recruitment 2025

GSSSB Wireman Recruitment 2025 પગાર ધોરણ

  • પ્રથમ પાંચ વર્ષ માટે: ₹26,000/- પ્રતિમાસ (ફિક્સ પગાર)
  • પાંચ વર્ષના અંતે સંતોષકારક સેવા જણાયેથી: 7મા પગાર પંચ મુજબ ₹19,900/- થી ₹63,200/- (લેવલ-2) ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.

નોંધ: આ બાબત માનનીય સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલા SLP No.14124/2012 અને SLP No.14125/2012 ના ચુકાદાને આધીન રહેશે.

GSSSB Wireman Recruitment 2025

અરજી ફી

કેટેગરીપરીક્ષા ફી
બિનઅનામત વર્ગ₹500/-
અનામત વર્ગ (તમામ કેટેગરીની મહિલા, સા.શૈ.પ.વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આ.ન.વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો)₹400/-

નોંધ: પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. ફી ઓનલાઇન માધ્યમથી જ ભરવાની રહેશે અને ફી ભરવાની છેલ્લી તારીખ 28 જૂન 2025 (23:59 કલાક) છે.

GSSSB Wireman Recruitment 2025 પરીક્ષા પેટર્ન 2025

પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT / OMR (Computer Based Response Test/ Optical Mark Recognisation) પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા Part-A અને Part-B એમ બે ભાગમાં લેવામાં આવશે.

Part – A (કુલ ગુણ: 60)

ક્રમવિષયગુણ
1તાર્કિક કસોટીઓ તથા Data Interpretation30
2ગાણિતિક કસોટીઓ30

Part – B (કુલ ગુણ: 150)

ક્રમવિષયગુણ
1ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સન30
2સંબંધીત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો120
  • કુલ પ્રશ્નો: 210
  • કુલ સમય: 3 કલાક (180 મિનિટ)
  • નેગેટીવ માર્કિંગ: ખોટા જવાબ માટે પ્રશ્નના ગુણના 1/4 ગુણ ઓછા કરવામાં આવશે.
  • અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.

GSSSB Wireman Recruitment 2025 માટે કેવી રીતે અરજી કરવી?

અરજી કરવા માટે નીચેના પગલાં કાળજીપૂર્વક અનુસરો:

  1. સૌપ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.ત્યારબાદ “On line Application” માં Apply પર ક્લિક કરો અને GSSSB પસંદ કરો.જાહેરાત ક્રમાંક: 311/202526, વાયરમેન, વર્ગ-૩ સંવર્ગની જાહેરાત માટે Apply પર ક્લિક કરો.“Apply now” પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application Format ખુલશે જેમાં સૌ પ્રથમ “Personal Details” ભરો.Personal Details ભરાયા બાદ “Educational Details” ભરો.ત્યાર બાદ “Assurance” (બાંહેધરી) માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે “Yes” પસંદ કરી “save” પર ક્લિક કરો.“save” પર ક્લિક કરવાથી “Application Number” જનરેટ થશે જે સાચવીને રાખો.હવે Upload Photograph પર ક્લિક કરી Application number અને જન્મતારીખ દાખલ કરો. ફોટો (5 સે.મી. ઊંચાઈ x 3.6 સે.મી. પહોળાઈ) અને સહી (2.5 સે.મી. ઊંચાઈ x 7.5 સે.મી. પહોળાઈ) અપલોડ કરો. (ફોટો સફેદ બેકગ્રાઉન્ડ વાળો અને ફોટો પડાવ્યાની તારીખ સાથેનો હોવો જોઈએ, જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 01 વર્ષ પહેલાની ન હોવી જોઈએ).Online Application ટેબમાં “Confirm Application” પર ક્લિક કરો અને “Application number” તથા જન્મતારીખ દાખલ કરી Ok પર ક્લિક કરો. અરજીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ Confirm Application પર ક્લિક કરો.“confirmation number” જનરેટ થશે, જે સાચવીને રાખો.હવે print application પર ક્લિક કરી તમારી અરજીની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.અરજી ફી ભરવા માટે OJAS વેબસાઇટ પર Online Application ટેબમાં Print Application Form / Pay Fees પર ક્લિક કરી Online Payment of Fees પર ક્લિક કરો અને ફી ભરો.

x