Karkirdi margdarshan 2024
Karkirdi Margadarshan Booklet 2024 : આ વર્ષ માં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, હવે પરિણામ ની રાહ જોવાઈ રહી છે ત્યારે ઘણા વિધાર્થીઓને પ્રશ્ન થતો હશે મારે ધોરણ 10 પછી અને ધોરણ 12 પછી આગળ શું કરવું એની આજે અમે તમને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ પુસ્તિકા થી માહિતી આપીશું.
Karkirdi Margadarshan Booklet 2024
રાજ્યમાં શિક્ષણ ગુણવતા માટેનો પ્રમુખ આધારસ્થંભ વિવિધ જીલ્લાઓના શિક્ષણના વડાઓ પર રહેલો છે. આ પૈકી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા મિશન રોજગાર અંતર્ગત વિદ્યાર્થીઓને સફળતમ માર્ગદર્શન મળી રહે તે માટે નિર્માણ થયેલ કારકિર્દી માર્ગદર્શનની ડીજીટલ બુકલેટ માટે સૌ પ્રથમ આપને શુભકામનાઓ. શાળાની જવાબદેહિતા બને છે કે વિદ્યાર્થી જે સિધ્ધિઓ પ્રાપ્ત કરે તેના આધારે તેને પોતાની ઈચ્છિત કારકિર્દી ઘડવાની પણ તક મળે.
Karkirdi margdarshan 2024
શાળાના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓને જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થવા માટે અને સરકારશ્રી દ્વારા વિવિધ આર્થિક અને શૈક્ષણિક સહાયક યોજનાઓ મુકવામાં આવતી હોય છે તેની પરીક્ષાઓ માટે આ પુસ્તિકાની માહિતી અતિ ઉપયોગી જણાય છે, માધ્યમિકથી લઈને કોલેજ સુધીના શિક્ષણ દરમ્યાન. આ પુસ્તિકા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવામાં સહાયક બનશે તેવું જણાય છે.
કારકિર્દી માર્ગદર્શન ૨૦૨૪
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અમદાવાદ શહેર દ્વારા કારકિર્દી વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. આ કારકિર્દી વિશેષાંક વાલી અને વિદ્યાથીઓ માટે તેમની કારકિર્દીની પસંદગી અર્થે ખુબજ ઉપકારક નીવડશે. વિશેષ કરીને જ્યારે તેને ડિજિટલ સ્વરૂપે તૈયાર કરવામાં આવેલ છે જે માત્ર અમદાવાદ શહેરના વાલી તેમજ વિધાર્થીઓ પુરતો મર્યાદિત ન રહેતા સમગ્ર ગુજરાતના તમામ વર્ગને ઉપયોગી બની રહેશે. એટલુજ નહિ, ગુજરાતના તમામ શિક્ષણ આલમને પણ આ ડિજિટલ અંક કારકિર્દી માર્ગદર્શન માટે હાથવગો સરળ અને ઉપયોગી બની રહેશે.
મહત્વપૂર્ણ લિંક: Karkirdi margdarshan 2024
કારકિર્દી માર્ગદર્શન બુક ૨૦૨૪ અહીં ક્લિક કરો