Lava New Phone In Just 6499RS:-ભારતીય ફોન નિર્માતા કંપની LAVAએ નવો ફોન લોન્ચ કર્યો છે, જે તમારા ખીસ્સાને પરવડશે. કંપનીએ લાવા યુવા સ્ટાર સીરિઝનું અપડેટ મોડલ માર્કેટમાં વેચાણ માટે મૂક્યું છે. કંપનીએ ગયા વર્ષે ઓગસ્ટમાં યુવા સ્ટાર સીરિઝ લોન્ચ કરી હતી. ‘લાવા યુવા સ્ટાર 2’ સ્માર્ટફોનમાં 6.75 ઇંચની HD+LCD સ્ક્રીન, 5000mAhની બેટરી અને 13MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ચાલો આ સ્માર્ટફોનની કિંમત અને અન્ય વિગતો જાણીએ.

Lava New Phone In Just 6499RS
‘લાવા યુવા સ્ટાર 2’ની કિંમત કંપનીએ આ હેન્ડસેટ ફક્ત એક જ કન્ફિગરેશનમાં લોન્ચ કર્યો છે. તેના 4GB RAM+64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6, 499 રૂપિયા છે. જ્યારે ‘લાવા યુવા સ્ટાર’ મોડલ કંપની દ્વારા ગયા વર્ષે માત્ર 6, 499 રૂપિયામાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનો અર્થ એ કે કંપનીએ કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. આ ફોનમાં તમને બે કલર ઓપ્સન મળશે- રેડિયન્ટ બ્લેક અને સ્પાર્કલિંગ આઇવરી. હેન્ડસેટને દેશભરના રિટેલ આઉટલેટ્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

ફોન સાથે 1 વર્ષની વોરંટી આપવામાં આવશે
સ્પેસિફિકેશન ‘લાવા યુવા સ્ટાર 2’માં 6.75 ઇંચની HD+LCD ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોન ફેસ અનલોક અને કોલ રેકોર્ડિંગ ફીચર સાથે આવે છે. આ ફોન ઓક્ટા-કોર યુનિસોક પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 4GB RAM+64GB સ્ટોરેજ છે. રેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 512 GB સુધી વધારી શકાય છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 14 Go Edition સાથે આવે છે.
ફોટોગ્રાફી માટે શું સુવિધા? ‘લાવા યુવા સ્ટાર 2’ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા, સેકન્ડરી AI કેમેરા અને LED ફ્લેશની સુવિધા આપવામાં આવી છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ ઉપલબ્ધ હશે.
Lava New Phone In Just 6499RS

દેશભરના રિટેલ આઉટલેટ્સ પર વેચાણ શરૂ
5000mAhની બેટરી આવશે કંપનીના દાવા અનુસાર, યુવા સ્ટાર 2 સ્માર્ટફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે. ફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે જે 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 AC, બ્લૂટૂથ 4.2,GPS અને USB ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
Lava New Phone In Just 6499RS