LRD Important Notification regarding physical test (25-02-2025)

Table of Contents

LRD Important Notification

Gujarat Police has published LRD Important Notification (25-02-2025), Check below for more details.

LRD Important Notification
LRD Important Notification

LRD Important Notification (25-02-2025)

LRD Important Notification

Post: Constable – Lokrakshak

LRD Important Notification

LRD Lokrakshak  Physical Test 2025:
• Recruitment Board: Gujarat Police Recruitment Board

Bank Vacancies

• Post Name: PSI, Constable, Jail Sepoy
• Vacancy: 12472
• LRD Physical Test Start Date: 08-01-2025
• Physical Test Call Letter Start Date: 01-01-2025
• Call Letter OJAS Official Website: https://ojas.gujarat.gov.in/
• LRD Official Website: https://lrdgujarat2021.in/:: તા..૨૫.૦૨.૨૦૨૫ ::

બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટી પરીણામ બાબત:LRD Important Notification

તા.૧૭/૦૨/૨૦૨૫ નારોજ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલ છે.

૨/- નીચે જણાવેલ અ.નં. ૧ અને ૨ મુજબના ઉમેદવારોનો માજીસૈનિક કેટેગીરીમાં સમાવેશ થતા શારીરિક કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં ઉતીર્ણ થયેલ તથા અ.નં.૩ મુજબના ઉમેદવાર શારીરિક માપ કસોટીમાં પાસ થતા તેઓનો આ પરીણામમાં સમાવેશ કરવામાં આવેલ છે. તે સિવાય તા.૧૭/૦૨/૨૦૨૫ નારોજ જાહેર કરેલ શારીરિક કસોટીના પરીણામમાં કોઇપણ પ્રકારનો ફેરફાર નથી જે તમામે ધ્યાને લેવુ. સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

Sr.No.Roll No.Name of candidateGenderEx-Service ManNet Time
111073792FENILKUMAR ANISHKUMAR GANDHIMaleY00:10:48
211073793VIJAY ANANT PAWARMaleY00:12:08
310225643SANDIPBHAI MOHANBHAI PASAYAMale00:23:51
LRD Important Notification

:: તા..૨૪.૦૨.૨૦૨૫ ::

શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત:LRD Important Notification

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૧/૦૨/૨૦૨૫ થી તા.૨૪/૦૨/૨૦૨૫ દરમ્યાન મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….:: તા..૨૧.૦૨.૨૦૨૫ ::

શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત:LRD Important Notification

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૧/૦૨/૨૦૨૫ થી તા.૨૧/૦૨/૨૦૨૫ (બપોરે ૧૪.૩૦ વાગ્યા) દરમ્યાન મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….


:: તા.૨૧.૦૧.૨૦૨૫ ::

શારીરીક કસોટી GENDER બદલવા માટે આવેલ અરજીઓ:LRD Important Notification

શારીરીક કસોટી GENDER બદલવા માટે તા.૨૧/૦૨/૨૦૨૫ (બપોરે ૧૪.૩૦ વાગ્યા) સુધીમાં આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….


:: તા..૧૭.૦૨.૨૦૨૫ ::

બિન હથિયાર પોલીસ સબ ઈન્પેકટર સંવર્ગની શારીરિક કસોટીનું પરીણામ જાહેર કરવા બાબત:LRD Important Notification

તા.૦૮/૦૧/૨૦૨૫ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ, જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત જોવા માટે અહીં કલીક કરો….

૨/- શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની તા.૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીનીઅરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે. ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે.

૩/- ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.

૪/- સરકારશ્રી / નામદાર સુપ્રીમ કોર્ટ/ નામદાર હાઇ કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

૫/- જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે તા.૨૨/૦૨/૨૦૨૫ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર – ૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.૨૨/૦૨/૨૦૨૫ના સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૨/૦૨/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

:: તા..૧૮.૦૨.૨૦૨૫ ::

શારીરીક કસોટી GENDER બદલવા માટે તા.૧૭/૦૨/૨૦૨૫ સુધીમાં આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….:: તા..૧૫.૦૨.૨૦૨૫ ::

શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત:LRD Important Notification

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૧/૦૨/૨૦૨૫ થી તા.૧૫/૦૨/૨૦૨૫ દરમ્યાન મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….:: તા..૧૦.૦૨.૨૦૨૫ ::

ફકત મહિલા ઉમેદવારો માટે ખાસ સૂચના:LRD Important Notification

Ojas ઉપર ઓનલાઇન અરજી કરતી વખતે જો કોઇ મહિલા ઉમેદવારે ભુલથી Female ના બદલે Male સિલેકટ કરેલ હશે તો તેવા મહિલા ઉમેદવારોને શારિરીક કસોટી માટે પુરૂષ ગ્રાઉન્ડ ફાળવવામાં આવેલ હશે. જે મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી બાકી છે અને કોલલેટરમાં જેન્ડરમાં ભુલથી Male લખાયેલ છે તેવા મહિલા ઉમેદવારોએ તા.૨૦/૦૨/૨૦૨૪ ના રોજ ક.૧૮/૦૦ પહેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન પાસે, સેકટર-૯ ખાતે મળી જાય તે રીતે કોલલેટર સહિતની અરજી મોકલવાની રહેશે.

મહિલા ઉમેદવારો માટે ગ્રાઉન્ડઃLRD Important Notification

  1. જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ, પોલીસ મુખ્ય મથક, શાહિબાગ અમદાવાદ. પીનકોડ-૩૮૦૦૦૪
  2. મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ. પીન ૩૬૦૦૦૪
  3. પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રૃપ-૧ કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ,વડોદરા. પીનકોડ-૩૯૦૦૦૧
  4. પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેકટર-૨૭, ગાંધીનગર. પીનકોડ-૩૮૨૦૨૮

ખાસ સૂચનાઃLRD Important Notification

ઉપરોકત ચારેય મહિલા ગ્રાઉન્ડ ખાતે તા.૨૨/૦૨/૨૦૨૫ ના રોજ મહિલા ઉમેદવારોની શારીરીક કસોટી પૂર્ણ થતી હોઇ, તા.૨૦/૦૨/૨૦૨૫ બાદ મળેલ કોઇપણ અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.


:: તા..૦૮.૦૨.૨૦૨૫ ::

શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત:LRD Important Notification

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૧/૦૨/૨૦૨૫ થી તા.૦૮/૦૨/૨૦૨૫ દરમ્યાન મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….


:: તા..૦૭.૦૨.૨૦૨૫ ::

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા બાબત:LRD Important Notification

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની શારીરિક કસોટી તા.૩૧/૦૧/૨૦૨૫ નારોજ પૂર્ણ થયેલ છે. આ શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજીત માર્ચ-૨૦૨૫ના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલ-૨૦૨૫ માં યોજાવાની સંભાવના છે, જે અંગે તમામ ઉમેદવારોએ ધ્યાને લેવુ.


:: તા.૩૧.૦૧.૨૦૨૫ ::

શારીરિક કસોટી તારીખ બદલવા મળેલ અરજીઓ બાબત

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૧/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….:: તા.૨૪.૦૧.૨૦૨૫ ::

શારીરીક કસોટી GENDER બદલવા માટે આવેલ અરજીઓ

શારીરીક કસોટી GENDER બદલવા માટે તા.૨૪/૦૧/૨૦૨૫ સુધીમાં આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….:: તા.૦૫.૦૧.૨૦૨૫ ::

શારીરિક કસોટી તારીખ બદલવા બાબત

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી સૌ પ્રથમ તા.૦૮/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ દરમ્યાન બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરના (BOTH) અને ફકત બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે અને ત્યારબાદ ફકત લોકરક્ષક કેડરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે.

  • તા.૦૧/૦૧/૨૦૨૫ નારોજ વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ સુચના અનુસાર જે કોઇ ઉમેદવારોને યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થાય તો તેઓને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટે પુરૂષ ઉમેદવારોની છેલ્લી તા.૩૧/૦૧/૨૦૨૫ (SRPF ગ્રુપ-૧૧, વાવ અને PHQ, ભરૂચ ખાતે છેલ્લી તા.૩૦/૦૧/૨૦૨૫), મહિલા ઉમેદવારોની છેલ્લી તા.૨૯/૦૧/૨૦૨૫ (PHQ રાજકોટ ખાતે છેલ્લી તા.૨૭/૦૧/૨૦૨૫) સુધી જ ફાળવવામાં આવશે.
  • ફકત લોકરક્ષક કેડર માટે પુરૂષ ઉમેદવારોની છેલ્લી તા.૦૧/૦૩/૨૦૨૫ અને મહિલા ઉમેદવારોની છેલ્લી તા.૨૨/૦૨/૨૦૨૫ સુધી જ ફાળવવામાં આવશે.
  • માજી સૈનિક ઉમેદવારોની તારીખ બદલવા માંગતા હોય તેવા ઉમેદવારોને તા.૨૮/૦૧/૨૦૨૫ અને તા.૨૯/૦૧/૨૦૨૪ દિવસ સિવાય અન્ય કોઇ તારીખ ફાળવી શકાશે નહીં.
  • ઉપરોકત બાબતે તમામ ઉમેદવારે નોંધ લેવી.

:: તા.૦૪.૦૧.૨૦૨૫ ::

શારીરીક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ થી શરૂ થનાર છે જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૦૧/૦૧/૨૦૨૫ ના બપોર કલાકઃ ૧૪.૦૦ ચાલુ કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરવાનો બાકી હોય તેવા ઉમેદવારોએ સત્વરે https://ojas.gujarat.gov.in ઉપરથી કોલલેટર ડાઉનલોડ કરી લેવા.


:: તા.૦૧.૦૧.૨૦૨૫ ::

ભુલથી Gender ખોટી ભરાયેલ છે તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમુનો….

કોલલેટર ડાઉનલોડ થતો નથી તે માટે ભરતી બોર્ડને જાણ કરવાની અરજીનો નમુનો….

શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે સુચનાઓ

જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ જ રૂબરૂમાં અરજી કરવાની રહેશે.

શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની અરજીનો નમુનો………

નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણોસર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં.

  1. ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઇ/બહેનના લગ્ન હોય તો.
  2. ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં (પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરીક્ષાનો દિવસ/દિવસો અને પરીક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો)
  3. ઉમેદવારના માતા/પિતા/ભાઇ/બહેન/દાદા/દાદી/પત્ની/પુત્ર/પુત્રીનું અવસાન થયેલ હોય તો.

ખાસ નોંધઃ

(એ) શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન-૩ પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે.

(બી) ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

(સી) જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે.


શારીરિક કસોટી માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) ની વિગત

(૧) પુરૂષ ઉમેદવારો માટે

અ. નં.PET/PST માટેના કેન્દ્ર (ગ્રાઉન્ડ) નું નામ અને સરનામું
(૧)રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સૈજપુર બોઘા, કૃષ્ણનગર, અમદાવાદ પીનકોડ-૩૮૨૩૪૬
(૨)રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૫,લુણાવાડા રોડ,કોલીયારી ગોધરા. જી.પંચમહાલ-૩૮૯૦૦૧
(૩)પોલીસ હેડ કવાર્ટર, કાળી તલાવડી, સીવીલ લાઇન્સ, બંબાખાના રોડ, ભરૂચ પીનકોડ-૩૯૨૦૦૧
(૪)રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૧૧ વાવ(સુરત), મુ.વાવ, પોસ્ટ-કામરેજ તા.કામરેજ જી.સુરત -૩૯૪૧૮૫
(૫)રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૮, કોટડા સાંગાણી રોડ, ગોંડલ જી.રાજકોટ-૩૬૦૩૧૧
(૬)પોલીસ હેડ કવાર્ટર, શરૂ સેક્શન રોડ, જામનગર-૩૬૧૦૦૮
(૭)રાષ્ટ્રવિર છેલભાઇ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, બિલખારોડ, જૂનાગઢ-૩૬૨૦૦૧
(૮)પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ખેડા હેડ ક્વાર્ટર, ખેડા કેમ્પ, ખેડા. પીનકોડ-૩૮૭૫૭૦
(૯)રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૭ નડીયાદ, કપડવંજ રોડ, જલારામ મંદિરની સામે, નડીયાદ જી.ખેડા-૩૮૭૦૦૧
(૧૦)પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડ કવાર્ટર, સિવીલ હોસ્પિટલ પાસે, રાજમહેલ રોડ, મહેસાણા-૩૮૪૦૦૧
(૧૧)પોલીસ હેડ કવાર્ટર, હિંમતનગર ઇડર રોડ, જીલ્લા જેલની બાજુમા, હિંમતનગર જી.સાબરકાંઠા-૩૮૩૦૦૧

(૨) મહિલા ઉમેદવારો માટે

(૧)જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ, પોલીસ મુખ્ય મથક, શાહિબાગ અમદાવાદ-૩૮૦૦૦૪
(ર)પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રૃપ-૧ કેમ્પસ, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં, લાલબાગ,વડોદરા-૩૯૦૦૦૧
(૩)મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ-૩૬૦૦૦૪
(૪)પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, સેકટર-૨૭, ગાંધીનગર.-૩૮૨૦૨૮

નોંધઃ તમામ માજી સૈનિક ઉમેદવારોની શારીરિક કસોટી તા.૨૮/૦૧/૨૦૨૫ અને તા.૨૯/૦૧/૨૦૨૫ નારોજ મવડી પોલીસ હેડ કવાર્ટર, સર્વણભુમી એપાર્ટમેન્ટ સામે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ ચોક, મવડી, રાજકોટ-૩૬૦૦૦૪ ખાતે યોજવામાં આવનાર છે.:: તા.૨૬.૧૨.૨૦૨૪ ::

ગુજરાત પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી બાબત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયેની શારીરિક કસોટી તા.૦૮/૦૧/૨૦૨૫ના રોજથી શરૂ થનાર છે. જે માટેના કોલલેટર તા.૦૧/૦૧/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ થી https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.:: તા.૨૬.૧૨.૨૦૨૪ ::

બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું આખરી પરિણામ

તા.૨૯/૧૦/૨૦૨૪ના રોજ બિન હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેકટની બઢતી માટેની પરીક્ષા (મોડ-૩)નું હંગામી પરિણામ જાહેર કરવામાં આવેલ તેમજ રી-ચેકિંગ કરાવવા માંગતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ.

ઉમેદવારો તરફથી રીચેકિંગ માટે મળેલ કુલ-૫૨૬ અરજીઓની ચકાસણી કરી, આખરી પરિણામ જાહેર કરવામાં આવેલ છે.

આખરી પરિણામ જોવા માટે અહીં કલીક કરો….:: તા.૧૭.૧૨.૨૦૨૪ ::

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી બાબત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરીક કસોટી સંભવીત જાન્યુઆરી-૨૦૨૫ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે. જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

For more details: Click Here