MUCBANK Recruitment Clerck 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકમાં ક્લાર્કની પોસ્ટ પર નોકરી મેળવવની ઉત્તમ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો
MUCBANK Recruitment | Mehsana Urban Cooperative Bank Recruitment
સંસ્થાનું નામ | મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક |
પોસ્ટનું નામ | ક્લાર્ક |
નોકરીનું સ્થળ | મહેસાણા (ગુજરાત) |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન તથા ઓફલાઈન |
નોટિફિકેશનની તારીખ | 29 જૂન 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 29 જૂન 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21 જુલાઈ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.mucbank.com/ |
મહત્વની તારીખ:MUCBANK Recruitment Clerck 2023
આ ભરતી ની નોટિફિકેશન મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા ઘ્વારા 29 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 જુલાઈ 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા ક્લાર્ક (ક્લેરિકલ ટ્રેઈની) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ MUCBANK ની આ ભરતીમાં કુલ જગ્યા આશરે 50 જેટલી છે.
પગારધોરણ
મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં ઉમેદવારની ફાઇનલ પસંદગી થયા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 19,000 તથા બીજા વર્ષ દરમિયાન માસિક પગાર રૂપિયા 20,000 તથા ત્યારબાદ માસિક પગાર રૂપિયા 27,800 ચુકવવામાં આવશે.
લાયકાત:
મિત્રો, મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની આ ભરતી માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ નિયત તારીખે IBPS દ્વારા ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવાની રહેશે?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
- હવે Click Here to Apply ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
- હવે આ ફોર્મની પ્રિન્ટ, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલ.સી ની ઝેરોક્ષ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટા બેંક ના સરનામે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી દો.
- ઓફલાઈન અરજી કરવાનું સરનામું – ઘી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, હેડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઇવે, મહેસાણા – 384002 છે.
- ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.
- મિત્રો, ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન કે મુંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02762) 257233, 257234 પર સંપર્ક કરી શકો છો.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |