SMC Teacher Recruitment 2025
SMC Teacher Recruitment 2025: શું તમે નવી નોકરીની શોધમાં છો? તો અમે લઈને આવ્યા છીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા શિક્ષકની જગ્યાઓ પર ભરતીની માહિતી. આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ગણિત/વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અન્ય વિષયોના શિક્ષકો માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

SMC Teacher Recruitment 2025 । સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025
સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) |
પોસ્ટનું નામ | શિક્ષક (વિવિધ વિષયો) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | ₹24,000 (ફિક્સ માસિક) |
કુલ જગ્યાઓ | 83 |
SMC Teacher Recruitment 2025 જગ્યાઓ
વિષય | જગ્યાઓ |
---|---|
ગણિત/વિજ્ઞાન (ગુજરાતી માધ્યમ) | 1 |
સામાજિક વિજ્ઞાન (ગુજરાતી માધ્યમ) | 4 |
ગુજરાતી (ગુજરાતી માધ્યમ) | 5 |
સંસ્કૃત (ગુજરાતી માધ્યમ) | 3 |
કોમ્પ્યુટર (ગુજરાતી માધ્યમ) | 3 |
ગણિત/વિજ્ઞાન (હિન્દી માધ્યમ) | 1 |
સામાજિક વિજ્ઞાન (હિન્દી માધ્યમ) | 1 |
ગુજરાતી (હિન્દી માધ્યમ) | 2 |
સંસ્કૃત (હિન્દી માધ્યમ) | 2 |
ગણિત/વિજ્ઞાન (ઉર્દૂ માધ્યમ) | 1 |
SMC Teacher Recruitment 2025 ઉંમર મર્યાદા
વિગત | ઉંમર |
---|---|
મહત્તમ ઉંમર | 40 વર્ષ |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત TAT (માધ્યમિક) પાસ હોવી જોઈએ. ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ TAT (માધ્યમિક) પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવું.
SMC Teacher Recruitment 2025 પસંદગી પ્રક્રિયા
SMC ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબની છે:
ઉમેદવારોની પસંદગી TAT (માધ્યમિક) પરીક્ષામાં મેળવેલ ગુણોના આધારે મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે. વધુ વિગતો માટે ઓફિશિયલ વેબસાઇટ https://www.suratmunicipal.gov.in પર નોટિસ તપાસવી.
આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવારોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in જોતા રહેવા ભલામણ કરવામાં આવે છે.
SMC Teacher Recruitment 2025 અગત્યની તારીખો
વિગત | તારીખ |
---|---|
ફોર્મ શરૂ થવાની તારીખ | 26 માર્ચ 2025 (11:00 કલાકે) |
ફોર્મ પૂર્ણ થવાની તારીખ | 15 એપ્રિલ 2025 (11:00 કલાકે) |
SMC Teacher Recruitment 2025 માટે ફોર્મ કેવી રીતે ભરવું?
SMC ભરતી 2025 માં ફોર્મ ભરવા માટે તમે નીચે આપેલા પગલાઓ અનુસરી શકો છો:
- SMCની વેબસાઇટ પર જાઓ: https://www.suratmunicipal.gov.in પર જાઓ.
- રજીસ્ટ્રેશન કરો (જો પહેલા ન કરવામાં હોય): “New Registration” પર ક્લિક કરો અને તમારો યૂઝર આઈડી, પાસવર્ડ અને અન્ય માહિતી ભરો.
- જો તમારું રજીસ્ટ્રેશન થઇ ચૂક્યું હોય, તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરો.
- ફોર્મમાં જરૂરી માહિતી (વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત, TAT પરીક્ષાની વિગતો વગેરે) દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સાઇન, TAT પ્રમાણપત્ર, ID) અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કરો અને પૃતિસ્થિત કરેલ ફોર્મ ડાઉનલોડ કરો.
- તમારો ફોર્મ અને પેમેન્ટ રસીદ (જો લાગુ હોય) ડાઉનલોડ કરીને સંગ્રહિત કરો.
આ રીતે, તમે SMC ભરતી 2025 માટે ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.
ફોર્મ ભરવાની લિંક
Official Notification: | Click Here |
વધુ માહિતિ માટે: | Click Here |