Study Abroad Loans for Higher Studies to S.E.B.C Category Students 2023 | વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન ફોર્મ શરુ 2023

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા સામાજિક અને શૈક્ષણીક પછાત વર્ગ માટે વિદેશ અભ્યાસ 2023-24 માટે ઓનાલાઇન અરજી કરવાનું શરુ છે જેની વિગતે માહિતી નીચે મુજબ છે.

વિદેશ અભ્યાસ લોન સહાય 2023-24 ની વિગત

યોજનાનું નામવિદેશ અભ્યાસ લોન 2023-24
કોને મળશે સહાયસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન (S.E.B.C.)
લોન સહાયરૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન
વ્યાજનો દરવાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.
આવક મર્યાદાસા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦લાખથી ઓછી.
અરજીની પદ્ધતિઓનલાઇન
જામીનદારએક સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે
ઓફિશયલ વેબસાઇટesamajkalyan.gujarat.gov.in

લોન સહાયના ધોરણો:

વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન

વ્યાજનો દર:

વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

લાયકાતના ધોરણો:

  • ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
  • વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧ (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
  • વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરી શકશે.

આવક મર્યાદા:

સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૧૦.૦૦લાખથી ઓછી.

જામીનદાર:

એક સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે.

મોર્ગેજ:

લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ના હોય તો રજુ કરેલ જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે.

મહત્વના જરૂરી આધારો । ડોક્યુમેન્ટની યાદી:

  • જાતિનો દાખલો
  • કુટુંબની આવકનો દાખલો,આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
  • અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
  • વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I–20 / Letter of Acceptence.
  • વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
  • વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
  • એર ટીકીટની નકલ
  • વિદ્યાર્થીના પિતા / વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ

ફોર્મ કેવી રીતે ભરવુ:

  • અરજદારે વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.
  • ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં બે નકલમાં જમા કરાવવાના રહેશે. જિલ્લા કચેરી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે.
  • જો અધુરી વિગતો જણાશે / માંગ્યા મુજબની વિગતો નહીં હોય તો વિદ્યાર્થીને બાકી વિગતો રજુ કરવા માટે અરજી પરત કરવામાં આવશે. વિદ્યાર્થી / વાલીએ માંગ્યા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે.
  • ત્યાર બાદ જિલ્લા કચેરી વિદ્યાર્થીની અરજીને નિર્ણય અર્થે નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરીને મોકલી આપશે.
  • વડી કચેરીએ મળેલ અરજીઓની ક્રમાનુસાર ચકાસણી કરવામાં આવશે.
  • પુર્તતા વાળી અરજીની પુર્તતા મંગાવવામાં આવશે, મંજૂરપાત્ર અરજીઓ મંજૂર કરવામાં આવશે, નામંજૂરપાત્ર અરજી નામંજૂર કરવામાં આવશે. મંજૂર થયેલ અરજીઓના આદેશ જિલ્લા કચેરી અને વિદ્યાર્થીને મોકલવામાં આવશે.
  • મંજૂરી આદેશ મળ્યા બાદ વિદ્યાર્થીના વાલીએ નિયત નમુનાનુ ગીરોખત જિલ્લા કચેરી પાસેથી મેળવી પોતાની / જામીનદારની મિલકત (અરજીમાં રજુ કરેલ છે તે) સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરો (મોર્ગેજ) કરાવવાની રહેશે.
  • અસલ રજીસ્ટર્ડ ગીરોખત રજુ થયા બાદ જિલ્લા કચેરી દ્વારા વિદ્યાર્થીને નાણાંની ચુકવણી માટે કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરવામાં આવશે.

લોન કેવી રીતે પરત કરવી:

  • વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે.લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.

વિદ્યાર્થીએ નિયત સમય મર્યાદામાં પુર્તતા પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.

મહત્વપૂર્ણ લિન્ક:

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી માટેઅહીં ક્લિક કરો