Success Story :- જોબ છોડીને એસ્ટ્રોલોજર બની:ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર આજ મારું જીવન હતું, પપ્પા કહેતા, આટલું ભણીને કુંડળીમાં શું જોવું છે; આજે વર્ષે 50 લાખની કમાણી

cover positive story 1740392591

Success Story:-વાત 2016ની છે. લગ્નને લગભગ બે વર્ષ થયાં હતાં. મારા પતિ અને હું, અમે બંને જોબ કરતા હતા. રોજ ઓફિસ જવાનું. સવારે ઘરનું કામ કર્યા પછી ઓફિસ જાવ, પછી ઘરે પાછા આવીને ફરી બીજા દિવસની સવારની તૈયારીમાં લાગી જવાનું. એવું લાગતું હતું કે ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર, જીવનમાં બસ આટલુંજ રહ્યું હતું.

હતાશ થઈને મેં જોબ છોડી દીધી. જ્યારે હું ઘરે રહેવા લાગી ત્યારે મારા પતિ મને ટોણા મારવા લાગ્યા કે તું આખો દિવસ ઘરમાં જ પડી રહે છે, હવે તો ઘરનું કામ બરાબર કરો. મને ખરાબ લાગતું હતું, પરંતુ બધુ સાંભળીને ઈગ્નોર કરતી હતી.

હું મારી માતાને જોતી હતી કે તે પંડિતજીને અમારી કુંડળી બતાવતી રહેતી હતી હતી. ધીમે ધીમે અમને અમારી કુંડળીના ચાર્ટ જોવામાં રસ પડવા લાગ્યો. હું પણ થોડી થોડી કુંડળી જોવાનું શીખી ગઈ હતી. જ્યારે હું ઘરે બેઠી હતી, ત્યારે મેં મારા પરિચિત લોકોની કુંડળીઓ જોવા અને સમજવાનું શરૂ કર્યું. આમ કરતા- કરતા આજે 8 વર્ષમાં મેં 1.5 લાખથી વધુ લોકોની કુંડળી જોઈ છે.

‘ગૌરા એસ્ટ્રો પ્રિડિક્શન’ કંપનીના ફાઉન્ડર શ્વેતા ભારદ્વાજ આ વાતો જણાવી રહ્યા છે. તેમના હાથમાં એક રજીસ્ટર છે. તેના પર અલગ-અલગ લોકોના બર્થ ચાર્ટ બનાવવામાં આવ્યા છે.

Success Story

શ્વેતાએ તેની માતા પાસેથી જન્માક્ષર અને જન્મકુંડળી વાંચવાનું શીખી. શરૂઆતમાં તે તેના મિત્રોની કુંડળી જોતી હતી.

શ્વેતાએ તેની માતા પાસેથી જન્માક્ષર અને જન્મકુંડળી વાંચવાનું શીખી. શરૂઆતમાં તે તેના મિત્રોની કુંડળી જોતી હતી.

શ્વેતા તેના માતા સાથે બેઠી છે. તેની સાથે તેની 3 વર્ષની પુત્રી ગૌરા પણ છે. શ્વેતા કહે છે, ‘મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું જે કામ પેશન માટે કરી રહી હતી તે બિઝનેસ બની જશે. ખરાબ સમયમાં મારો સાથ આપશે. 2016થી અત્યાર સુધીમાં મેં 4 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. વાર્ષિક 50 લાખ. કઇ જોબમાં આટલા પૈસા મળે? 50 લાખનું પેકેજ હોય.

લોકો માને છે કે આ અંધશ્રદ્ધા છે. આ બધી ખોટી વાતો છે, પરંતુ એસ્ટ્રોલોજીનો કોન્સેપ્ટ મેથમેટિક્સ પર આધારિત છે. હજારો વર્ષોથી આવી ગણતરીઓ થતી આવી છે. પહેલા બધું મેન્યુઅલી થતું હતું. હવે એપ્સ અને વિવિધ વેબસાઇટ્સ દ્વારા અમે કેલક્યયુલેશન કરીએ છીએ.

Success Story

Success Story

જો કે, આપણે નસીબ અને આગાહીઓના ભરોસે બેસી રહેવું જોઈએ નહીં. સખત મહેનત અને પરિશ્રમથી, ભલે મોડું થાય તો પણ, તમે ઘણું મેળવી શકો છો. નિયતિ પણ આ જ ઈચ્છે છે.

જરા મારું નસીબ જુઓ. હું પોતે એસ્ટ્રોલોજર છું, પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે લગ્નના 8 વર્ષ પછી મારે મારા પતિ સાથે મતભેદ થશે અને અલગ થવું પડશે. ઘણું બધું કર્યા પછી પણ સંબંધ સાચવી શકી નહીં.

Success Story

શ્વેતા તેની માતા અને પુત્રી ગૌરા સાથે છે. પતિથી અલગ થયા પછી, શ્વેતા હવે એકલી જ તેની પુત્રીની સંભાળ રાખે છે.

શ્વેતા તેની માતા અને પુત્રી ગૌરા સાથે છે. પતિથી અલગ થયા પછી, શ્વેતા હવે એકલી જ તેની પુત્રીની સંભાળ રાખે છે.

શ્વેતાને તેના પતિથી અલગ થયાને ત્રણ વર્ષ થઈ ગયા છે. હવે શ્વેતા તેની માતા અને પુત્રી સાથે નોઈડામાં રહે છે. પહેલા શ્વેતા દેહરાદૂનમાં રહીને એસ્ટ્રો કંપની ચલાવતી હતી. તે કહે છે, ‘જે MNC કંપનીમાં અમે બંને કામ કરતા હતા, ત્યાં જ અમારી મુલાકાત થઈ હતી.

બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી અમે લગ્ન કરી લીધા. સાચું કહું તો મારા પતિની કુંડળી અને બર્થ ચાર્ટ પરથી મને ખબર હતી કે ભવિષ્યમાં અમે બંને અલગ થઈ જઈશું. પણ પ્રેમ હોય ત્યાં ક્યાં કાંઈ દેખાય છે? પરિવારના સભ્યોએ પણ સમજાવ્યું હતું, પરંતુ બધાએ મારી આગળ ઝુકવું પડ્યું.

હું ઉત્તર પ્રદેશના ટુંડલાની રહેવાસી છું. પપ્પા રેલવેમાં હતા. બાળપણથી, હું મારી માતાને અમારી કુંડળી જોતા દેખતી હતી. તેમણે તેનો અભ્યાસ કર્યો ન હતો, પરંતુ તે જ્યોતિષીઓને લગતા ઘણા પુસ્તકો વાંચતી હતી. તે અમને કહેતી કે આપણે આગળ શું કરવું જોઈએ. શું થઈ શકે છે.

જો કે ત્યાં સુધી આ બધી બાબતો મને મજાક અને અંધશ્રદ્ધા લાગતી હતી. પાછળથી, જ્યારે કુંડળી મુજબ કેટલીક બાબતો થવા લાગી, ત્યારે મને ખાતરી થઈ. પછી હું પણ જાતે જ બર્થ ચાર્ટ જોવાનું અને તેને સમજવાનું શરૂ કર્યું.

Success Story

આ શ્વેતાનો જૂનો ફોટો છે. તેના લગ્ન 2014માં થયા હતા.

Success Story

આ શ્વેતાનો જૂનો ફોટો છે. તેના લગ્ન 2014માં થયા હતા.

શ્વેતાની વાતચીત પરથી લાગે છે કે તેણે એસ્ટ્રોનો અભ્યાસ કર્યો છે.

જ્યારે પૂછવામાં આવ્યું, ત્યારે તે હસીને કહે છે, ‘2016માં, જ્યારે મેં એક બિઝનેસ તરીકે એસ્ટ્રોલોજી કંપની શરૂ કરી અને લોકોની કુંડળી જોવાનું શરૂ કર્યું, ત્યારે મેં તેનો અભ્યાસ કર્યો. મેં MCA કર્યું હતું. 2005ની વાત છે. પપ્પા ઈચ્છતા હતા કે હું એન્જિનિયર બનું. પણ મારું કેમેસ્ટ્રી નબળું હતું.

તે સમયે ભારતમાં વોકેશનલ કોર્ષ અને કોમ્પ્યુટરનો ટ્રેન્ડ વધી રહ્યો હતો. BCA અને પછી MCA પુરુ કર્યા પછી, મને 2012માં નોકરી મળી ગઈ હતી.

2016માં મારી જોબ છોડ્યા પછી, મેં મિત્રો અને સંબંધીઓના જન્મપત્રક જોવાનું શરૂ કર્યું. તેમને જે કંઈપણ હું જણાવતી, તે જ બાબત ખરેખર તેમની સાથે થતી હતી. પછી તેમને મારા પર વિશ્વાસ વધવા લાગ્યો. બાદમાં, જ્યારે મને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવાનું શરૂ થયો, ત્યારે મેં એસ્ટ્રો કંપની બનાવી.

Success Story

શ્વેતા દરરોજ 6થી વધુ ક્લાઈન્ટ્સના જન્માક્ષર જુએ છે. તેમના જન્મકુંડળીની ગણતરી વિવિધ એસ્ટ્રોલોજી મેથડ દ્વારા કરે છે.

શ્વેતા દરરોજ 6થી વધુ ક્લાઈન્ટ્સના જન્માક્ષર જુએ છે. તેમના જન્મકુંડળીની ગણતરી વિવિધ એસ્ટ્રોલોજી મેથડ દ્વારા કરે છે.

MCA કર્યા પછી એસ્ટ્રો?

‘મારા પિતાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે તારે એસ્ટ્રોમાં કરિયર બનાવવું હતું તો MCA કેમ કર્યું. પહેલા પપ્પા પણ વિરોધ કરતા હતા, ને કહેતા આટલું સારું ભણ્યા પછી આ કુંડળીમાં શું જોવું છે, પરંતુ જ્યારે શરૂઆતમાં હું મહિને 1 લાખ-1.5 લાખ રૂપિયા કમાવવા લાગી, ત્યારે તેના પરિવારના સભ્યોએ પણ તેને સપોર્ટ આપવાનું શરૂ કર્યું.

મેં દિલ્હીની એક ઈન્સ્ટીટ્યુટમાંથી એસ્ટ્રોલોજીનો અભ્યાસ કર્યો છે. ડિગ્રી પૂરી કર્યા પછી પતિના આગ્રહથી તે દેહરાદૂન ગઈ હતી. તેઓ ક્લાઈન્ટને ઓનબોર્ડ કરતા હતા. હું શેડ્યૂલ મુજબ લોકોને તેમના જન્મપત્રક અને કુંડળી જોઈને તેમના ભવિષ્ય વિશે જણાવતી હતી.

ધીરે ધીરે લોકોનો વિશ્વાસ એટલો વધવા લાગ્યો કે કેટલાક લોકો કાયમી ક્લાઈન્ટ બની ગયા. પહેલા હું 500 રૂપિયા લેતી હતી. આજે હું એક ચાર્ટ માટે રૂ. 5,500 ચાર્જ લઉ છું.

શ્વેતાએ જન્મપત્રક અને કુંડળી સાથે જોડાયેલી કેટલીક ટેકનિકલ બાબતો જણાવી…

Success Story

positive 23 feb slide 03 1740392257

Success Story

શ્વેતા કહે છે, ‘એસ્ટ્રોમાં કરિયર શરૂ કરવા માટે ડિગ્રી લીધી. તેમાં જે ફી લાગી, એ જ મારું રોકાણ હતું. અંદાજે રૂ.50 હજારનો ખર્ચ થયો હતો. દેહરાદૂન ગયા બાદમાં મેં વીડિયો બનાવવાનું અને કન્ટેન્ટ લખવાનું અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું.

ધીમે ધીમે ગ્રાહકો તરફથી સવાલો આવવા લાગ્યા. થોડા મહિના પછી, મારી પાસે 10 હજારથી વધુ ક્લાઈન્ટ્સ હતા. બિઝનેસ સારો ચાલવા લાગ્યો. વાર્ષિક 50 લાખ રૂપિયાની આસપાસ કમાણી થવા લાગી.

લગભગ 2022ની વાત છે. મારી દીકરી થયા પછી મારા પતિ સાથે મતભેદ થવા લાગ્યા. મતભેદ એટલો વધી ગયો કે અંતે અમારે બંનેએ અલગ થવું પડ્યું. કહેવાય છે ને કે આપણે વરસાદને રોકી શકતા નથી, પરંતુ બચવા માટે છત્રીનો ઉપયોગ કરી શકીએ છીએ. આ જ જ્યોતિષની દુનિયા છે.

Success Story

Success Story

positive 23 feb slide 01 1740392314
x