TET પરીક્ષામાં શિક્ષણ વિભાગે લાયકાતમાં સુધારો કર્યો, જુઓ કોને કોને લાભ થાશે ?

TET પરીક્ષામાં શિક્ષણ વિભાગે લાયકાતમાં સુધારો કર્યો : રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામાં ક્રમાંક:રાપબો/TETના/૨૦૨૨/૯૬૨૩-૯૭૦૯ થી “શિક્ષક યોગ્યતા કસોટી-ના (TET-II)-૨૦૨૨” નું આયોજન કરવા માટેનું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ ક્રમાંકઃપીઆરઇ/૧૧૧૦-૨૨૩-ક થી ધો. ૬ થી ૮ ઉચ્ચત્તર પ્રાથમિક શાળા માટે વિદ્યાસહાયકની ભરતી અને ઉમેદવારોની પસંદગી માટે શૈક્ષણિક અને તાલીમી લાયકાત નિયત કરવામાં આવેલ જેમા કેટલીક નવી લાયકાતો ઉમેરવામાં આવી છે.

TET પરીક્ષામાં શિક્ષણ વિભાગે લાયકાતમાં સુધારો કર્યો

ક્રમવિગત
ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો20/03/2023 થી 29/03/2023
નેટ બેંકીંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો20/03/2023 થી 29/03/2023
TET પરીક્ષાની તારીખ23/04/2023

શિક્ષણ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૩ પત્ર ક્રમાંક:પીઆરઈ/૧૧૨૦૨૨/પ્રાશિનિ-૨૩૮-ક થી શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવ થી નિયત કરવામાં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો TET-1 ની પરીક્ષા પહેલા ફોર્મ ભરી શકે તે માટેની આનુષંગિક કાર્યવાહી કરવા જણાવેલ છે. જેથી શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ ના ઠરાવ થી નિયત કરવામાં આવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેની વિગતે http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેંકીંગ મારફત ફી ભરી શકશે.

TET-II ની પરીક્ષા આપવા અત્રેની કચેરીના તા.૧૭-૧૦-૨૦૨૨નાં જાહેરનામાના અનુસંધાને જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ હતા તે ઉમેદવારો તેમજ આ સુધારેલા જાહેરનામા અને શિક્ષણ વિભાગનાં ઠરાવ તા.૧૭-૦૩-૨૦૨૩નાં ઠરાવથી નિયત કરેલ શૈક્ષણિક લાયકાતો ધરાવતા તા.૨૯-૦૩-૨૦૨૩ સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરનાર તમામ ઉમેદવારોની કસોટી તા.૨૩-૦૪-૨૦૧૩નાં રોજ યોજાશે.

શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદાની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે.
રાજ્ય પરીક્ષા બોર્ડના તા.૧૭/૧૦/૨૦૨૨ના જાહેરનામા ક્રમાંક:રાપબો/TET-II/૨૦૨૨/૯૬૨૩- ૯૭૦૯ની અન્ય બાબતો જોગવાઇઓ યથાવત રહેશે. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતગાર થવા માટે http://www.sebexam.org વેબસાઈટ જોતા રહેવાનું રહશે.

TET પરીક્ષાની તારીખ

  • તમામ ઉમેદવારોની કસોટી તા.૨૩-૦૪-૨૦૧૩નાં રોજ યોજાશે.

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

મહત્વપૂર્ણ લિંક:

વાંચો જાહેરનામુંઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..