TRB Police Sub Inspector Wireless (TRB/202122/01) – Final selection/waiting list 2023

ટેકનીકલ ભરતી બોર્ડ, ગાંધીનગર

ટેકનીકલ ભરતી બોર્ડ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ TRB/202122/1-પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંન્ને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે સંભવીત પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ, ગેરહાજર, ગેરલાયક ઠરેલ (Not Selected/Absent/Disqualified) ઉમેદવારોની યાદી તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ.

સદર યાદીમાં સ્થાન પામનાર ઉમેદવારના જાતીના પ્રમાણપત્રોની ખરાઇ થઇ આવતા પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) તરીકે પસંદગી પામેલ ઉમેદવાર CHIRAGKUMAR RATANLAL TEL, મુખ્ય પરીક્ષા રોલ નં.1001445 નાઓ નું SEBC જાતી અંગેનું પ્રમાણપત્ર અમાન્ય ઠરેલ હોઇ તેઓને SEBC કેટેગરીની જગ્યાએ GENERAL કેટેગરી તરીકે ગણવામાં આવેલ છે.

ઉપરોક્ત સુધારા વધારા કર્યા બાદ સુધારેલ અને કેટેગરીવાઇઝ મેરીટસના ધોરણે આખરી પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી આ સાથે સામેલ રાખેલ છે. જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.

નોંધ:  જા.ક્ર.TRB/202122/1 – પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) વર્ગ-૩ સંવર્ગની ભરતી પ્રક્રીયા સામે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કેટલાક ઉમેદવારો તરફથી નામ. ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવેલ છે. ખાસ દીવાની અરજી (SCA) No.13282/2022 અને (SCA) No.17958/2022 માં નામદાર કોર્ટે ભરતી પ્રક્રિયા સામે કોઇ સ્ટે ઓર્ડર આપેલ નથી. આખરી પસંદગી/પ્રતિક્ષા યાદી ઉક્ત પીટીશનોમાં નામદાર કોર્ટના આખરી ચુકાદા/નિર્ણયને આધિન રહેશે.

🟪 ટેકનીકલ ભરતી બોર્ડ જાહેરાત ક્ર્માંક : TRB/202122/01 – “પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ” ના વર્ગ-૩ સંવર્ગની આખરી પસંદગી/પ્રતિક્ષા યાદી બાબત