upsc news patan:-પાટણના યુવકની સફળતા પછી GPSC પદ્ધતિ સામે પ્રશ્નચિહ્ન: UPSCમાં 348 રેન્ક છતાં GPSCમાં ફક્ત 20 માર્ક્સ!
તાજેતરમાં લેવાયેલી UPSC અને GPSC જેવી પ્રતિષ્ઠિત સરકારી પરીક્ષાઓનું પરિણામ જાહેર થયું છે, જેમાં રાજ્યના હજારો ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરંતુ પાટણમાંથી એક ચોંકાવનારી ઘટનાએ તમામનો દ્યાનો ખેંચ્યો છે.
upsc news patan


📍 સાંતલપુરના વિપુલ ચૌધરીની ચમકદાર સફળતા
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નાના ગામમાંથી આવેલ વિપુલભાઈ કરમણભાઈ ચૌધરી નામના યુવકે UPSCની પરીક્ષામાં 348મો ક્રમાંક મેળવીને દેશભરમાં પોતાની કાબેલિયત સાબિત કરી છે. તેમ છતાં, જયારે તેમણે GPSCની પરીક્ષા આપી ત્યારે માત્ર 100માંથી 20 માર્ક્સ આપવામાં આવ્યા હતા.
📣 આ ભિન્ન પરિણામો પર અનેક પ્રશ્નો ઊભા થયા છે – શું GPSCની પરીક્ષા પદ્ધતિમાં ખામી છે? કેમ UPSC જેવી કઠિન પરીક્ષામાં સફળ થયા બાદ GPSCમાં સફળતા મળતી નથી?
🧾 આજ વિષયે સોશિયલ મીડિયા પર પણ ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. “મારું ગુજરાત ઓફિશિયલ” જેવા પેજ પર આ મુદ્દો વાયરલ થયો છે અને લોકો GPSCની કાર્ય પદ્ધતિ પર સવાલો ઉઠાવી રહ્યાં છે.

🔎 સાચું કોણ? GPSC કે UPSC?
આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં યુવા ઉમેદવારોમાં ભ્રમ અને અસંતોષ ઉભો કર્યો છે. પરીક્ષા પદ્ધતિમાં પારદર્શિતા અને ગુણવત્તાની ન્યાયસંગતતા અંગે હવે માંગ વધતી જાય છે.
📌 વધુ માહિતી માટે અને આવી જ મહત્વપૂર્ણ ખબરો માટે જુસ્સાથી મુલાકાત લો અમારી વેબસાઈટ gccjobinfo.com પર.
📲 અને જોડાઓ અમારું Instagram પેજ સાથે 👉 @gujarat_career_club !
Follow us:
upsc news patan