દિવાળી વેકેશન તારીખ 2022-23 ,વાંચો ઓફિશ્યિલ પરિપત્ર

દિવાળી વેકેશન તારીખ 2022-23 || શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળાઓમાં દિવાળી વેકેશન” નિયત કરવા બાબત ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં આવેલ પ્રાથમિક શાળાઓ માટે દિવાળી વેકેશન તા.૨૦/૧૦/૨૦૨૨ થી તા.૦૯/૧૧/૨૦૨૨ સુધી કુલ- ૨૧ દિવસનું નિયત કરવામાં આવે છે.GCCJOBINFO.દિવાળી વેકેશન તારીખ 2022-23

દિવાળી વેકેશન તારીખ 2022-23

દિવાળી વેકેશન તારીખ 2022-23

ઉક્ત બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીએ સંકલનમાં રહીને સુચવ્યા મુજબ વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી પ્રાથમિક માધ્યમિક બંને શાળાઓના બાળકોના વેકેશનની તારીખ એક જ સરખી રહી શકે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ આ પત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પ્રાયોગિક શાળાઓ તેમજ આપના તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે.

દિવાળી વેકેશન તારીખ 2022-23

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર

ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું વર્ષ 2022-23નું કેલેન્ડર જાહેર થયું છે. આ કેલેન્ડરમાં પ્રથમ સત્ર, બીજું સત્ર, પરીક્ષાની તારીખ, બોર્ડની પરીક્ષાની તારીખ,જાહેર રજાઓ સહિતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થશે અને 31મી માર્ચે આ પરીક્ષાઓ પૂર્ણ થશે.આ સિવાય વર્ષ દરમિયાન 80 જેટલી રજાઓ પણ રહેશે.

દિવાળી વેકેશન તારીખ 2022-23

મહત્વપૂર્ણ તારીખો

દિવાળી વેકેશન શરૂ : તા.૨૦/૧૦/૨૦૨૨

દિવાળી વેકેશન પૂર્ણ : તા.૦૯/૧૧/૨૦૨૨

Important Links:

દિવાળી વેકેશન ૨૦૨૨-૨૩ પરિપત્ર : અહીંથી વાંચો.