
PNB Apprentice Recruitment 2026: બેંકિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બેંક દ્વારા વર્ષ 2025-26 માટે એપ્રેન્ટિસ એક્ટ હેઠળ કુલ 5138 જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતીમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં જગ્યાઓ ખાલી છે. અરજી કરવાની પ્રક્રિયા 08 ફેબ્રુઆરી 2026 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી 24 ફેબ્રુઆરી 2026 સુધી ફોર્મ ભરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન પરીક્ષા પાસ કરવાની રહેશે.
PNB Apprentice Recruitment 2026 Overview
| સંસ્થા | પંજાબ નેશનલ બેંક (PNB) |
| પોસ્ટનું નામ | એપ્રેન્ટિસ (Apprentice) |
| કુલ જગ્યા | 5138 |
| નોકરી સ્થાન | સમગ્ર ભારત (ગુજરાત સહિત) |
| અરજી શરૂ કરવાની તારીખ | 08 ફેબ્રુઆરી 2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 24 ફેબ્રુઆરી 2026 |
| પરીક્ષાની તારીખ (અંદાજિત) | માર્ચ 2026 (પ્રથમ અઠવાડિયું) |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
શૈક્ષણિક લાયકાત
| શૈક્ષણિક લાયકાત | સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Graduation) પાસ હોવું જોઈએ. (તા. 01-01-2026 ના રોજ પરિણામ આવી ગયેલું હોવું જોઈએ) |
ઉંમર મર્યાદા (01-01-2026 ના રોજ)
| લઘુત્તમ ઉંમર | 20 વર્ષ |
| મહત્તમ ઉંમર | 28 વર્ષ |
ઉંમર મર્યાદામાં છૂટછાટ
| કેટેગરી | વયમર્યાદા માં છુટછાટ |
|---|---|
| SC / ST ઉમેદવારો | 5 વર્ષ |
| OBC (NCL) ઉમેદવારો | 3 વર્ષ |
| PwBD ઉમેદવારો | 10 વર્ષ |
અરજી ફી
| કેટેગરી | ફી (GST સાથે) |
|---|---|
| PWBD ઉમેદવારો | ₹472 |
| SC / ST / મહિલા ઉમેદવારો | ₹708 |
| અન્ય તમામ (General/OBC) | ₹944 |
પગાર (સ્ટાઈપેન્ડ)
| શાખાના પ્રકાર | માસિક સ્ટાઈપેન્ડ |
|---|---|
| મેટ્રો / અર્બન / સેમી-અર્બન / ગ્રામીણ | ₹10,000 થી ₹15,000 (નિયમો અનુસાર) |
પસંદગી પ્રક્રિયા
PNB વેબસાઇટ
ઉમેદવારોની પસંદગી ઓનલાઇન લેખિત પરીક્ષા અને સ્થાનિક ભાષાની જાણકારી (Local Language Test) ના આધારે કરવામાં આવશે. ઓનલાઇન પરીક્ષામાં જનરલ અવેરનેસ, અંગ્રેજી, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ અને રીઝનીંગના પ્રશ્નો પૂછવામાં આવશે.
PNB ભરતી માર્ગદર્શિકા
ફોર્મ કઈ રીતે ભરવું ?
- સૌ પ્રથમ, PNB ની સત્તાવાર વેબસાઇટ www.pnb.bank.in પર જાવ.
- “Recruitment” સેક્શનમાં “Engagement of Apprentices in PNB” પર ક્લિક કરો.
- ત્યારબાદ NATS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા પછી ઓનલાઇન ફોર્મ ભરો.
- તમારી બધી વિગતો ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- કેટેગરી મુજબ ફી ભરીને ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ મેળવી લો.
Official Notification : Click Here