BMC Syllabus:ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની જગ્યાઓ ભરવા માટે ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ. જે અન્વયે તમામ સંવર્ગનો પ્રેક્ટીકલ પરીક્ષા,કોમ્પ્યુટર પ્રોફિશ્યન્સી ટેસ્ટ તથા લેખિત પરીક્ષા માટેનો સંયુક્ત અભ્યાસક્રમ (સીલેબસ) તથા અંદાજીત ગુણભાર નીચે મુજબ રહેશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. જાહેરાતની મુળ જોગાવાઈઓ યથાવત રહેશે.(અગાઉ જાહેર કરાયેલ અભ્યાસક્ર્મમાં તમામ સંવર્ગો સમાવિષ્ટ ના હોઇ રદબાતલ ગણવાનો રહેશે)
BMC Syllabus
તમામ સંવર્ગોની લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ તથા માર્કીંગ પધ્ધતિ
3 સંવર્ગોની પુન: અરજીઓ મંગાવવા બાબત તથા ૨ સંવર્ગોની અરજીઓ મંગાવવા બાબત
ભાવનગર મહાનગરપાલિકા દ્રારા જુદા જુદા સંવર્ગની જગ્યાઓ ભરવા માટે ઓજસ વેબસાઇટ મારફ્તે તારીખ ૦૧/૦૨/૨૦૨૩ થી ૨૬/૦૨/૨૦૨૩ સુધી અરજીઓ મંગાવવામાં આવેલ હતી. તે પૈકી જાહેરાત ક્રમાંક (BMC/202223/5) સેનેટરી સબ ઈન્સ્પેક્ટર અને જાહેરાત ક્રમાંક (BMC/202223/12) ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) અને જાહેરાત ક્રમાંક (BMC/202223/20) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સંવર્ગમાં વિવિધ કારણોસર ભાવનગર મહાનગરપાલિકા દ્રારા જગ્યાઓ વધારવાથી આ સંવર્ગોમાં જગ્યાઓના રોસ્ટર પોઇન્ટ માં ફેરફાર થયેલ છે. આથી, ઉપરોકત જણાવેલ ત્રણ સંવર્ગોની તા.૨૦/૦૫/૨૦૨૩ થી તા.૩૦/૦૫/૨૦૨૩ સુધી ઓજસ વેબસાઇટ મારફ્તે પુનઃ અરજીઓ મગાવવામાં આવે છે.આ જગા સંબધિત જાહેરાતનો સંપુર્ણ અભ્યાસ કરવા નોંધ લેશો.આ જગ્યાઓ માટે પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છેલ્લી તારીખ ૩૧/૦૫/૨૦૨૩ છે. ફી ભરેલ હશે તે ઉમેદવારોની જ અરજીઓ ધ્યાને લેવામાં આવશે. આ સંવર્ગોમાં અગાઉ અરજી કરી,ફી ભરેલ હોઇ તેવા ઉમેદવારોએ ફરી અરજી કરવાની રહેશે નહિં.