Academic Calendar 2026:નવું એકેડેમિક કેલેન્ડર 2026 જાહેર, ધોરણ-૧૦-૧૨ની પરીક્ષાઓ ૨૬ ફેબ્રુ ૨૦૨૬થી જ યોજાશે

Academic Calendar 2026:નવું એકેડેમિક કેલેન્ડર 2026 જાહેર : રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વર્ષ 2026 માટે એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે.

Academic Calendar 2026

નવું એકેડેમિક કેલેન્ડર 2026 જાહેર

જેમાં આગામી વર્ષે બોર્ડની પરીક્ષા ૨૬મી ફેબ્રુઆરીએ જ શરૂ કરાશે અને ૧૬ માર્ચના રોજ પૂર્ણ થશે. પ્રથમ સત્ર ૧૦૫ દિવસનું અને બીજું સત્ર ૧૪૪ દિવસનું રહેશે. આમ બંને સત્ર મળીને ૨૪૯ દિવસનું શૈક્ષણિક સત્ર હશે જેની સાથે જ આગામી દિવાળીનુ વેકેશન ૧૬મી ઓક્ટોબરથી પમી નવેમ્બર સુધી ૨૧ દિવસનું રહેશે

પ્રથમ શૈક્ષણિક સત્ર આગામી ૯મી જૂનથી શરુ

આ કાર્યક્રમમાં શૈક્ષણિક દિવસો, શાળાકીય પરીક્ષાઓ, વેકેશન સહિતની વિગતો જાહેર કરવામાં આવી છે. જેના સાથે જ શૈક્ષણિક વર્ષ ૨૬-૨૭ની શરૂઆત ૮ જૂન ૨૦૨૬થી કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના આગામી શૈક્ષણિક કેલેન્ડરમાં પ્રથમ શૈક્ષણિક સત્ર આગામી ૯મી જૂનથી ૧૫મી ઓકટોબર ૨૦૨૫ સુધી કુલ ૧૦૫ દિવસનું રહેશે. જ્યારે બીજુ શૈક્ષણિક સત્ર ૬ નવેમ્બર ૨૦૨૫થી ૩ મે ૨૦૨૬ સુધીનું કુલ ૧૪૪ દિવસ શૈક્ષણિક કાર્ય રહેશે.

ઉનાળુ વેકેશન ૩૫ દિવસનું રહેશે

આ સાથે જ આગામી વર્ષે ઉનાળુ વેકેશન ૪થી મે ૨૦૨૬થી લઈને ૭મી જૂન ૨૦૨૬ સુધી ૩૫ દિવસનું રહેશે. જેના સાથે આગામી શૈક્ષણિક સત્રમાં દિવાળીનું વેકેશન ૨૧ દિવસ, ઉનાળાનું વેકેશન ૩૫ દિવસ અને જાહેર રજાઓ ૧૫ દિવસ ઉપરાંત સ્થાનિક રજાઓ ૯ ગણીને કુલ ૮૦ રજાઓ રહેશે. જેના સાથે જ આગામી વર્ષે નવું શૈક્ષણિક સત્ર ૮મી જૂન ૨૦૨૬થી શરૂ કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહ ધોરણ ૧૨ની પ્રાયોગિક પરીક્ષા ૫ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. રાજ્યની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા આગામી ૯ એપ્રિલ ૨૦૨૬થી ૨૦ એપ્રિલ ૨૦૨૬ સુધી યોજાશે.

Academic Calendar 2026 Academic Calendar 2026 Academic Calendar 2026 Academic Calendar 2026

content image f133a408 fe14 4e95 af9a e8eae7632dfd
content image 0cf185ed d8e5 4673 b251 aa774616b130
content image 24bac294 558a 4c8e 9d49 a5810d78b31e
content image 07197030 3195 4eb7 bfd7 c54bc53bb095
content image 737b44bd ac3e 4944 aabc 0b5a88629826

Leave a Comment