સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા

સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા

સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા

સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા

Current Affairs: મિત્રો સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓની તૈયારી હાલમાં દરેક લોકો કરતાં હોય છે. જેમાં કરંટ અફેર્સ સંબંધિત એક અલગ જ ભાગ તમારે તૈયાર કરવાનો હોય છે. જેના પ્રશ્નો મોટાભાગના વિધાર્થીમિત્રો માટે અઘરા સાબિત થતાં હોય છે. કારણ કે તેમણે તેની ચોક્કસ તૈયારી જ કરી હોતી નથી. તો આજે અમે અહિયાં તમને કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા તેના વિશે માહિતી આપવાના છીએ. આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો ચાલો હવે જોઈએ કે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા જોઈએ. 

કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા જોઈએ: સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા

૧) સમાચારપત્રોના માધ્યમ દ્વારા:

સમાચારપત્રો એ કરંટ અફેર્સ માટેનો સૌથી અગત્યનો સ્ત્રોત માનવમાં આવે છે. સમાચારપત્રોમાં જે રોજબરોજ નવી નવી ઘટનાઓ વિશે માહિતી આવતી હોય છે તે તમામ માહિતી જેવી કે કોઈ રાજકીય ઘટના બની હોય, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું અવસાન થયું હોય, બજેટ વિશે કોઈ માહિતી આવી હોય, સંરક્ષણ ક્ષેત્રે કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોય, કોઈ નવી યોજના લોન્ચ કરવામાં આવી હોય અથવા તો કોઈ ઉપગ્રહ છોડવામાં આવ્યો હોય, વિદેશમાં કોઈ ઘટના બની હોય આ બધી જ માહિતી કરંટ અફેર્સ માટે ઉપયોગી માનવમાં આવે છે. સમાચારપત્રોમાં જે સ્પોર્ટસ સંબંધિત પેજ હોય છે તે પણ ખૂબ અગત્યનું હોય છે. સમાચારપત્રોના વાંચનથી તમારું નોલેજ પણ વધે છે અને સાથે સાથે કરંટ અફેર્સની તૈયારી પણ થશે. 

૨) ટીવી ચેનલ અથવા યુટ્યુબ ચેનલોના મધ્યમ દ્વારા:

ટીવીમાં આવતી કેટલીક મહત્વની ચેનલોના માધ્યમ દ્વારા પણ તમે કરંટ અફેર્સ તૈયાર કરી શકો છો. યુટ્યુબમાં પણ કેટલીક એવી ચેનલો હોય છે જે રોજે રોજ કરંટ અફેર્સ મુક્તિ હોય છે. આ માટે તમારે ચોક્કસ સમય પસંદ કરવો પડશે. સવારે એક ક્લાક અને સાંજે એક કલાક એવી રીતે તમે આ માટે પોતાનો સમય પોતે પસંદ કરી શકો છો. રાજ્યસભા ટીવી, લોકસભા ટીવી, દૂરદર્શન અને પી.આઈ.બી. ઈન્ડિયા ઉપર આવતા કરંટ અફેર્સ સંબંધિત કાર્યક્રમો જોઈ શકો છો. જે યુટ્યુબ ઉપર પણ મૂકવામાં આવતા હોય છે. આમ આ રીતે પણ તમે કરંટ અફેર્સ તૈયાર કરી શકો છો. 

૩) વિવિધ વેબસાઇટસના માધ્યમ દ્વારા: 

વર્તમાન સમયમાં ઇન્ટરનેટ એક એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા આપણે કોઈપણ માહિતી મેળવી શકીએ છે. ઇન્ટરનેટ ઉપર ગૂગલ દ્વારા તમે કોઈપણ ક્ષેત્ર સંબંધિત માહિતી મેળવી શકો છો. એવી ઘણી વેબસાઇટ છે જે રોજેરોજ કરંટ અફેર્સ મુક્તા હોય છે. જેના દ્વારા તમે તેની તૈયારી કરી શકો છો. ગૂગલ ઉપર સર્ચ કરીને જે ઘટનાઓ બનતી હોય છે તેની વિસ્તૃતમાં માહિતી પણ તમે મેળવી શકો છો. ન્યૂજ સાઇટસ દ્વારા પણ તમે તેની માહિતી મેળવી શકો છો. 

૪) કરંટ અફેર્સ મેગેઝીન દ્વારા:

 કરંટ અફેર્સની તૈયારી તમે પ્રતિષ્ઠિત એકેડેમી દ્વારા દર મહિને અથવા તો દર અઠવાડિયે પ્રસિદ્ધ કરવામાં આવતા મેગેઝીનને ખરીદીને પણ કરી શકો છો. આ મેગેઝીનમાં તે અઠવાડિયાના અથવા તો આખા મહિનાના કરંટ અફેર્સની માહિતી આવી જતી હોય છે. જેમાં તમને કોઈપણ મુદ્દા સંબંધિત વિસ્તૃત માહિતી મળી રહેતી હોય છે અને તેના વૈકલ્પિક પ્રશ્નો પણ તેમાં તમને મળી રહેતા હોય છે. તેને તમે તેમની ઓનલાઈન વેબસાઇટ દ્વારા અથવા તો નજીકના બુક સ્ટોલ ઉપરથી પણ ખરીદી શકો છો. 

૫) સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા:

મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ તમે કરંટ અફેર્સની માહિતી પ્રાપ્ત કરી શકો છો. જેમ કે તમે ફેસબુક ઉપર કેટલાક એવા ગૃપ્સ હોય છે જેમાં રોજે રોજ કરંટ અફેર્સની માહિતી મૂકતી હોય છે તે જોઇન કરીને પણ તેને પ્રાપ્ત કરી શકો છો અથવા તો કરંટ અફેર્સના પેજ હોય તેમને ફોલો કરીને પણ તેની માહિતી મેળવી શકો છો. ટ્વિટર ઉપર તમે ઓર્થેંટીક માહિતી મેળવી શકો છો. જેમાં તમે વિવિધ ન્યૂઝ ચેનલોને ફોલો કરીને તાજેતરમાં જે ઘટનાઓ બની હોય તેની માહિતી તુરંત જ મેળવી શકો છો. ટ્વિટર એ ખૂબ જ મહત્વનુ ગણવામાં આવે છે. આમ તમે આ રીતે પણ કરંટ અફેર્સની માહિતી મેળવી શકો છો.   

કરંટ અફેર્સની નોટ્સ બનાવીને તૈયારી:

મિત્રો ઉપર મુજબ આપણે જોયું કે કરંટ અફેર્સ માટે કયા કયા માધ્યમથી આપણે તેની તૈયારી કરી શકીએ છીએ. પણ કરંટ અફેર્સ તૈયાર કરવા માટે તેની નોટ્સ બનાવવી પણ ખૂબ જ મહત્વનુ માનવમાં આવે છે. તમે કોઈપણ સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરતાં હશો તેના માટે કરંટ અફેર્સની નોટ્સ બનાવવી વધારે ઉપયોગી રહેશે. કારણ કે તમારે તેનું રિવિઝન ફરજિયાતપણે કરવાનું રહેશે માટે તેની નોટ્સ બનાવેલી હશે તો તમાને તેની તૈયારી કરવામાં ખૂબ જ સરળતા રહેશે. તમે જે નોટ્સ બનાવી હોય તેમાં તમને લાગે કે આ પરીક્ષામાં પૂછાઇ શકે એમ છે તો તેને હાઇલાઇટ કરી રાખો. જેથી પરીક્ષા સમયે તેને તમે સરળતાથી વાંચી શકો. 

જો તમે સમાચારપત્રોનું વાંચન કરો છો તો તેમાં પણ અન્ડરલાઇન કરીને વાંચવાનું રાખો અને તે મુદ્દા પોતાની નોટ્સમાં ઉમેરી લ્યો. જેનાથી તમને તે ટોપીક યાદ રહેશે. જો તમે કોઈ મેગેઝીન દર મહિને અથવા તો અઠવાડિયે ખરીદો છો તો તેમાં મહત્વના મુદ્દાઓ ઉપર હાઇલાઇટ કરવાનું રાખો જેથી પરીક્ષા સમયે તમે તે મેગેઝીન વાંચો તો હાઇલાઇટ કરેલા મુદા ઉપર પહેલી નજર જાય. 

તમે કરંટ અફેર્સની નોટ્સ બનાવી હોય તેમાં દરેક ટોપીક વચ્ચે જગ્યા છોડવાનું રાખો જેથી કરીને આગળથી તમારે તેમાં કોઈ મુદ્દો ઉમેરવો હોય તો આસાનીથી તેમાં લખી શકો. આમ તમે આ રીતે પોતાની નોટ્સ બનાવી શકો છો. કરંટ અફેર્સ માટે તમે ઉપર આપેલ માધ્યમોનો ઉપયોગ કરી શકો છો અને નોટ્સ બનાવી તેની તૈયારી સંપૂર્ણ રીતે કરી શકો છો. 

સારાંશ:સ્પર્ધાત્મ્ક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સ કેવી રીતે તૈયાર કરવા

 આમ ઉપર મુજબ આપેલ માહિતી પ્રમાણે તમે તમારી કરંટ અફેર્સની તૈયારી કરી શકો છો. મિત્રો ઉપર આપેલ જાણકારીમાં તમે તમારી રીતે પણ કરંટ અફેર્સની તૈયારી કરી શકો છો. અમે તમને માત્ર માહિતી આપી કે આ માધ્યમ દ્વારા તમે કરંટ અફેર્સની તૈયારી કરી શકો છો. આભાર.