નમસ્કાર મિત્રો, આજે અહિયાં તમને જીપીએસસીની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે માહિતી આપવાના છીએ. જે મિત્રો જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરવા માંગે છે તેમના માટે આ લેખ ખૂબ જ ઉપયોગી બની રહેશે. જીપીએસસીની સિવિલ સેવા પરીક્ષા પાસ કરવી એ સરળ નથી. આ માટે તમારે પદ્ધતિસરની તૈયારી કરવી પડશે. માટે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે.
How To Crack GPSC Exam – How To Prepare For GPSC:
મિત્રો જીપીએસસી ની પરીક્ષા ત્રણ ભાગમાં લેવામાં આવે છે.
૧) પ્રાથમિક પરીક્ષા (પ્રિલિમ્સ)
૨) મુખ્ય પરીક્ષા (મેન્સ)
૩) ઈન્ટરવ્યુ
જો તમે જીપીએસસી ની તૈયારી કરી રહ્યા છો તો આટલું તો તમને ખબર જ હોવી જોઈએ અથવા તો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તમને તે પરીક્ષા વિશે અને તેની પરીક્ષા પદ્ધતિ વિશે ખબર હોવી જ જોઈએ. મિત્રો GPSC ની ક્લાસ – ૩ ની પરીક્ષામાં અને અન્ય અમુક પરીક્ષાઓમાં ઇન્ટરવ્યુ લેવામાં આવતું નથી. જેમ કે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારી જેવી પરીક્ષામાં ખાલી બે જ ભાગમાં પરીક્ષા લેવામાં આવે છે. તો ચાલો હવે જોઈએ કે GPSC ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે.
GPSC ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી :
મિત્રો GPSC ની પરીક્ષાની તૈયારી કરવા માટે તમારે નીચે આપેલ મુદ્દાને ધ્યાનથી વાંચવા અને તેને સમજવા. આ માત્ર તમારા મોટીવેશન માટે છે. તમે નીચે આપેલ મુદ્દામાં પોતાના ઉમેરીને પણ તૈયારી કરી શકો છો.
૧) GPSC ની પરીક્ષાનો અભ્યાસક્રમ જુઓ
૨) એક સરસ બુક લિસ્ટ તૈયાર કરો
૩) એક સરસ ટાઈમ-ટેબલ બનાવો
૪) સમાચારપત્રો વાંચવાની ટેવ પાડો
૫) મોક ટેસ્ટ આપતા રહેવું
૬) રિવિઝન કરવાનું ન ભૂલો
૭) સારી લખવાની કળા વિકસાવો
૮) પોતાના સ્વસ્થ્યનું ધ્યાન રાખો.
મિત્રો હવે આપણે ઉપર આપેલ મુદ્દાઓને એક એક કરીને વિસ્તારથી જોઈશું.
1) GPSC ની પરીક્ષાનો અભ્યાસક્રમ જુઓ :
મિત્રો જો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારે સૌથી પહેલા તે પરીક્ષાનો સિલેબસ એટ્લે કે અભ્યાસક્રમ જોવો જોઈએ. અભ્યાસક્રમ જોવાથી તમને તે પરીક્ષાના પેપર વિશે સંપૂર્ણ માહિતી મળી જશે કે તેમાં કેટલા માર્કસ નું પેપર આવે અને તે પરીક્ષા કેટલા ભાગમાં લેવાની છે, તેમાં કેટલો સમય મળશે તમને અને આ પરીક્ષામાં ક્યાં ક્યાં વિષયોમાથી કેટલા માર્કસના પ્રશ્નો આવશે તે બધી જ માહિતી અભ્યાસક્રમ જોવાથી તમને મળી જશે. માટે સૌથી પહેલા તમારે GPSC ની પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ જોવાનો રહેશે.
૨) એક સરસ બુક લિસ્ટ તૈયાર કરો :
GPSC નો અભ્યાસક્રમ જોયા પછી તેના આધારે તમારે કઈ કઈ બુક્સની જરૂર પડશે આ પરીક્ષા માટે તેનું એક સરસ બુક લિસ્ટ તૈયાર કરો. આ બુક્સ ઓર્થેંટીક હોવી જોઈએ જેથી કરીને તમને તેમાથી બધી જ મહત્વની માહિતી મળી રહે. GCERT અને NCERT પહેલા સ્થાને હોવી જોઈએ તમારા બુક લિસ્ટમાં. અગાઉ જે મિત્રોએ GPSC ની પરીક્ષા પાસ કરી હોય તેમના આપેલા બુક લિસ્ટના આધારે પણ તમે બુક લિસ્ટ તૈયાર કરી શકો છો અથવા તો જાતે જ તમે બુક લિસ્ટ તૈયાર કરી શકો છો. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક્સ પણ સારી આવે છે તો તમે તે પણ લઈ શકો છો.
૩) એક સરસ ટાઈમ-ટેબલ બનાવો :
અભ્યાસક્રમ અને બુક લિસ્ટ પછી તમારે એક સરસ ટાઈમ ટેબલ બનાવવાનું રહેશે. આપણે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોઈએ અને આપણને એ ખબર ના હોય કે ક્યા સમયે આપણે શું વાંચવું અને કેટલું વાંચવું તો તેના માટે આપણે ટાઈમ-ટેબલ બનાવવાનું રહેશે. જો તમે ટાઈમ ટેબલ બનાવો છો તો પરીક્ષાની તૈયારી કરવામાં આસાની રહેશે. તમારે ટાઈમ ટેબલ એવી રીતે બનાવવાનું છે કે તમને ખબર હોવી જોઈએ કે આટલા સમયમાં હું આ વિષય પૂરો કરી શકીશ. અઘરા વિષય માટે વધારે સમય અને તમને લાગે કે આ વિષય હું ટૂંક સમયમાં પૂરો કરી શકીશ તો એના માટે ઓછો સમય ફાળવી શકો છો.
૪) સમાચારપત્રો વાંચવાની ટેવ પાડો :
મિત્રો તમે કોઈપણ સ્પર્ધાત્મ્ક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો તેના માટે તમારે કરંટ અફેર્સ ની તૈયારી ફરજીયાત કરવાની રહેશે. કરંટ અફેર્સ એટ્લે વર્તમાન ઘટનાઓ જે ઘટી હોય તે. આ વર્તમાન ઘટનાઓ તમારે સમાચારપત્રોમાથી એકઠી કરવાની રહેશે અથવા તો તમે કોઈ મેગેઝીન દર મહિને ખરીદીને પણ કરંટ અફેર્સ તૈયાર કરી શકો છો પણ તમારે રોજેરોજ સમાચારપત્ર જરૂર વાંચવાનું રહેશે. સમાચારપત્ર વાંચતી વખતે તેમાં આપેલ મુખ્ય મુખ્ય મુદ્દાઓની તમે નોટ્સ બનાવીને તૈયારી કરી શકો છો.
૫) મોક ટેસ્ટ આપતા રહેવું :
મોક ટેસ્ટ આપતા રહેવું જોઈએ. GPSC ના જે પણ મોક ટેસ્ટ હોય તે આપતા રહેવું જેથી તમને તમારી મહેનત કેવી થઈ છે તેનો ખ્યાલ આવશે. જો તમે મોક ટેસ્ટ આપો છો અને તેમાં કેટલા માર્કસ આવે તેના ઉપરથી તમારી તૈયારી કેવી થઈ છે તેનો ખ્યાલ તમને આવતો રહેશે. માટે મોક ટેસ્ટ આપતા રહેવું.
૬) રિવિઝન કરવાનું ન ભૂલો :
કોઈપણ પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હોય અથવા તો કોઈપણ વિષયની તમે તૈયારી કરી રહ્યા હોય તો તેના માટે રિવિઝન કરવું બહુ જ ઉપયોગી છે. રિવિઝન કરવાથી તમે તે વિષયની તૈયારી સારી રીતે કરી શકશો. કોઈપણ વિષયને આપણે વાંચીએ તો આપણને એકવરમાં બધુ યાદ નહીં રહે, તેના માટે તમારે રિવિઝન કરવું પડશે તો જ તમને તે વિષયનું બધુ યાદ રહેશે. જે મુદ્દાઓ તમને પહેલીવાર વાંચવાથી યાદ નથી રહ્યા તે તમે બીજીવાર વાંચશો તો તમને આસાનીથી યાદ રહી જશે. માટે રિવિઝન કરતાં રહેવું.
૭) સારી લખવાની કળા વિકસાવો :
મિત્રો આ એક મહત્વપૂર્ણ બાબત છે. મિત્રો GPSC ની પરીક્ષા જે હોય છે તેમાં પ્રથમ ભાગમાં તમારે MCQ પદ્ધતિથી પરીક્ષા આપવાની હોય છે પણ તમે પ્રાથમિક કસોટી પાસ કરીને મુખ્ય કસોટીની પરીક્ષા આપશો તેમાં તમારે મોટા મોટા પ્રશ્નોનાં જવાબ અને નિબંધ લખવાના રહશે અને એપણ આપેલ સમયમાં જ પેપર પૂરું કરવાનું રહેશે. માટે લખવાની પ્રેક્ટિસ તમે પહેલેથી કરેલી હશે તો જ તમે તે પેપર પૂરું લખી શકશો. માટે એક સારી લખવાની કળા તમારે વિકસાવવાની રહેશે.
૮) પોતાના સ્વસ્થ્યનું ધ્યાન રાખો :
મિત્રો સ્વસ્થ રહેવું એ તમારા માટે ખૂબ જ મહત્વનુ છે. જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને તમે વચ્ચે વચ્ચે બીમાર પડો છો તો તેની સીધી અસર તમારી તૈયારી ઉપર પડશે. તમારે તે પરીક્ષાની તૈયારી કરવામાં મુશ્કેલી પડશે. માટે તમારે પરીક્ષાની તૈયારીની સાથે સાથે સારું સ્વસ્થ્ય પણ જરૂરી છે. વધારે ટેન્શન ના લેવું અને ઊંઘ પૂરી લેવી. જો તમને તમારા સ્વસ્થ્ય સંબંધી કોઈપણ મુશ્કેલી લાગે તો તરત જ ડોક્ટર પાસે જઈને દવા અને સલાહ લઈ લેવી.
આ પણ વાંચો:
- સારાંશ :
મિત્રો ઉપર આપેલ માહિતી માત્ર તમારા મોટીવેશન માટે જ છે. તમે તેમાં ફેરફાર કરીને પોતાની રીતે મુદ્દા ઉમેરીને પણ GPSC ની તૈયારી કરી શકો છો. ઉપર આપેલ જાણકારી એ મારા અનુભવ અને વાંચવામાં આવેલ માહિતી મુજબ લખી છે. આ લેખ વાંચીને તમને પરીક્ષાની તૈયારી કરવામાં મદદ મળશે. વાંચવા બદલ આભાર.