The Gujarat government will conduct 11,000 GSRTC recruitments 2024: announcement to be made at home.

GSRTC recruitments:રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગમાં આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ ભરતી પ્રક્રિયા વર્ષ 2024…

રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગમાં આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં મોટી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ ભરતી પ્રક્રિયા વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું પણ મંત્રીએ આશ્વાસન આપ્યું હતું. હવે આ આશ્વાસન કેટલું સાચુ ઠરે છે તે તો સમય જ કહેશે.

GSRTC recruitments

સરકાર વાહન વ્યવહાર વિભાગમાં 11 ખાલી પડેલી જગ્યાઓ ભરાશે

રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં ખાલી પડેલી વિવિધ 11 હજારથી વધુ કર્મચારીઓની ઘટને પુરી કરવામાં આવશે. વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેકનિકલ અભ્યાસ, આઈટીઆઈને અભ્યાસ પૂર્ણ કરી સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે ખુબ જ મોટા અને સારા સમાચાર આવી રહ્યા છે.

GSRTC Recruitments:ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સંવર્ગના વિવિધ કર્મચારીઓની ભરતી

રાજ્યનાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, વર્ષ 2024 નાં અંત સુધીમાં ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટક, મિકેનિક સહિતનાં કર્મચારીઓ સહિત 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરવા માટે કટિબદ્ધ છે. 2024 ના અંત સુધીમાં તમામ ભરતી પુર્ણ કરી દેવાશે. આ વર્ષના અંત સુધીમાં તમામને પોસ્ટિંગ આપવા સુધીની બાંહેધરી મંત્રીએ ઉચ્ચારી હતી. 

GSRTC Recruitments:એસ.ટી.નિગમ નુકશાનીમાંથી નફામાં આવ્યું હોવાનો હર્ષ સંઘવીનો દાવો

આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે. જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વાપરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સરકારના જાહેર પરિવહનના સંસાધનોનો ઉપયોગ થતો હતો. પહેલા એસટીમાં 25 લાખ મુસાફરો હતા. જે વધીને 27 લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે. 

IMPORTANT LINK:GSRTC recruitments INFORMATION IN GUJARATI

Leave a Comment