ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
અગત્યની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંકઃ ૧૫૦/૨૦૧૮૧૯, “બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટ” વર્ગ-૩ સંવર્ગની કુલ-૩૯૦૧ જગાઓ સીધી ભરતી માટે લેખિત સ્પર્ધાત્મક કસોટી તા.૨૪/૦૪/૨૦૨૨ના રોજ લેવામાં આવેલ હતી અને તા.૧૯/૦૭/૨૦૨૨ થી તા.૨૩/૦૬/૨૦૨૨ અને તા.૨૫/૦૭/૨૦૨૨ થી તા.૩૦/૦૭/૨૦રરના રોજ યોજાયેલ કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ હતું બન્ને પરીક્ષાને અંતે ડોક્યુમેન્ટ વેરીફિકેશન લીસ્ટ અન્વયેના ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી બાદ પાત્ર અને અપાત્ર ઠરેલ ઉમેદવારોની યાદી તા.૦૬/૦૧/૨૦૨૩ના રોજ મંડળની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ. તદઅનુસાર કેટલાંક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલ હોય, અથવા તો ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં અપાત્ર ઠરેલ હોય તેમજ કેટલાંક ઉમેદવારોએ ડોક્યુમેન્ટ રજૂ કરેલ ન હોય તેને કારણે નીચે મુજબના ઉમેદવારોને તા.૧૬/૦૧/૨૦૨૩ અને તા.૧૭/૦૧/૨૦૨૩ના રોજ કચેરી સમય દરમિયાન ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળની કચેરી, કર્મયોગી ભવન, બ્લોક નં.ર, પ્રથમ માળ, સેકટર-૧૦-એ, ગાંધીનગર ખાતે રૂબરૂમાં પ્રમાણપત્રો ચકાસણી કરાવવા આથી જણાવવામાં આવે છે.
Notification: Click Here
ઉપરોકત ઉમેદવારોએ મંડળની વેબસાઈટ પરની તા. ૦૫/૦૯/૨૦૨૨ થી પ્રસિધ્ધ કરવામાં આવેલ પ્રમાણપત્રો ચકાસણીની સૂચનાઓ તથા ઉમેદવારોએ ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલ અસલ પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નકલો સહિત સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. રૂબરૂ પ્રમાણપત્રો ચકાસણીમાં ગેરહાજર ઉમેદવારોને ગેરલાયક ઠરાવવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ અચૂક નોંધ લેવા જણાવવામાં આવે છે. પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદીમાં નામનો સમાવેશ થવાપાત્રથી નિમણૂંકનો હક્ક થતો નથી તે બાબતની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.
For more details: Click Here