DC Gujarat Adarsh Nivasi Shala Admission 2023 : આદર્શ નિવાસી શાળાઓમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ શરુ 2023-24

Gujarat Adarsh Nivasi Shala Admission 2023: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના વિકસતિ જાતિ કલ્યાનની કચેરી દ્વારા ધો.૯, ૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે જે તા.૩૦/૦૫/૨૦૨૩ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ૩૪ આદર્શ નિવાસી શાળાઓ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમવાળી) કાર્યરત છે. શાળાઓની યાદી “examjayangujrat gov.in ઉપર ઉપલબ્ધ છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બૂટ-મોજા, સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.

આદર્શ નિવાસી શાળાઓમાં ઓનલાઇન પ્રવેશ જાહેરાત શોર્ટમાં વિગતો

યોજનાનું નામઆદર્શ નિવાસી શાળામાં પ્રવેશ ૨૦૨૩-૨૪
કોને કોને મળશે પ્રવેશધો.૯, ૧૦ અને ૧૨ માટે
આવક મર્યાદા૬,૦૦,૦૦૦/- લાખ
વિધાર્થીઓને કઈ કઇ સુવિધા મળશે ?આ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ, નિવાસ, ભોજન, ગણવેશ, બૂટ-મોજા, સ્ટેશનરી જેવી તમામ સુવિધાઓ વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે.
અરજીની છેલ્લી તારીખ૩૦/૦૫/૨૦૨૩
અરજીનો પ્રકારઓનલાઇન
ઓનલાઇન અરજી કરવાની વેબસાઇટwww.esamajkalyan.gujarat.gov.in

આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ માટેના માપદંડ/પાત્રતા

  • આદર્શ નિવાસી શાળાઓમાં ધો.૯, ૧૦ અને ૧૨ માં પ્રવેશ મેળવવા માટેની અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે.
  • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં-ઓછા ૫૦% ગુણ મેળવેલ હોવા જરૂરી છે.
  • કન્યાઓના કિસ્સામાં ૪૫% ગુણ મેળવેલ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકાશે.
  • અનુ. જાતિ/અનુ. જન જાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી વધુ પછાત/અતિ પછાત/વિચરતી વિમુકત જાતિના બાળકો તેમજ અપંગ, વિધવા તથા ત્‍યક્તા બહેનોના બાળકોના કિસ્‍સામાં ગત વર્ષના પરીણામમાં ૪૫% ગુણ મેળવેલ અરજદારો અરજી કરી શકશે.
  • વિદ્યાર્થીના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધીની હોય તેઓ અરજી કરી શકશે.
  • પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુણના આધારે મેરીટ પ્રમાણે તથા સરકારશ્રીની વખતોવખતની સૂચના પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.
Gujarat Adarsh Nivasi Shala Admission 2023

આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવાની બાબત

  • અરજી કરતા પહેલા વિદ્યાર્થીએ www.esamajkalyan.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ સુચનાઓ ધ્યાને લેવી.
  • વિદ્યાર્થીએ સક્ષમ અધિકારીશ્રી દ્વારા આપવામાં આવેલ પિતા/વાલીની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
  • અરજીમાં અધૂરી વિગતો દર્શાવેલ હોય તેમજ માંગવામાં આવેલ ડોક્યુમેન્ટ અધૂરા હશે તો અરજી માન્ય ગણવામાં આવશે નહી.
  • અરજી સબમીટ કર્યા બાદ અરજીમાં સુધારા/વધારા થઈ શકશે નહી.

મહત્વપુર્ણ લિન્ક

ઓફિશિયલ નોટીફિકેશનઅહીં ક્લિક કરો
કુમાર માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટ અહીં ક્લિક કરો
ક્ન્યા માટેની આદર્શ નિવાસી શાળાનું લીસ્ટઅહીં ક્લિક કરો
આદર્શ નિવાસી શાળામાં પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીએ પાળવાના નિયમોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા વેબસાઇટઅહીં ક્લિક કરો
અન્ય યોજના કે ભરતી માટે વેબસાઇટઅહીં ક્લિક કરો
Gujarat A darsh Nivasi Shala Admission 2023 Gujarat Adarsh Nivasi Shala Admission 2023

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

આદર્શ નિવાસી શાળા પ્રવેશમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

આદર્શ નિવાસી શાળા પ્રવેશમાં અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૦૫/૨૦૨૩ છે

આદર્શ નિવાસી શાળા પ્રવેશ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

આદર્શ નિવાસી શાળા પ્રવેશ 2023ની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે Gujarat Adarsh Nivasi Shala Admission 2023 Gujarat Adarsh Nivasi Shala Admission 2023 Gujarat Adarsh Nivasi Shala Admission 2023