GUJCET Hall Ticket 2023, GUJCET Admit Card 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવેલ છે કે તારીખ 03-04-2023ને સોમવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2023 (ગુજકેટ પરીક્ષા 2023)ની પરીક્ષાનું એડમિશન કાર્ડ (પ્રવેશિકા / Hall Ticket) ફક્ત ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવે છે.
GUJCET Hall Ticket 2023 – ગુજકેટ હોલ ટિકિટ 2023
પોસ્ટ નામ | GUJCET Admit Card 2023 |
સંસ્થા નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ |
પરીક્ષા તારીખ | 3 એપ્રિલ 2023 |
સત્તાવાર વેબસાઈટ | www.gseb.org |
ગુજકેટ પરીક્ષા 3 એપ્રિલ 2023
આગામી 3 એપ્રિલ 2023 ના (Gujcet Exam Date Announced )રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા યોજાશે. ગુજકેટ પરીક્ષા કેન્દ્રો તમામ જિલ્લા કક્ષાએ રાખવામાં આવ્યા છે.
ગુજકેટ હોલટિકિટ ઓનલાઈન જ મળશે
ગુજકેટ 2023 માટેની એડમિશન કાર્ડ (પ્રવેશિકા / Hall Ticket) ફક્ત ઓનલાઈન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટિકિટ પર શાળાના આચાર્યશ્રીઓના સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો.
GUJCET નો અભ્યાસક્રમ 2023
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે
ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક – મશબ/૧૨૧૭/૧૦૩૬/૭ તા.૨૫/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાય ણવિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા નિયત થયેલ પ્રવર્તમાન અભ્યાસક્રમ GUJCET-૨૦૨૩ ની પરીક્ષા માટે રહેશે.
અ.નં. | વિષય | પ્રશ્નો | ગુણ | સમય |
1 | ભૌતિક વિજ્ઞાન | 40 | 40 | 120 મિનિટ |
2 | રસાયણ વિજ્ઞાન | 40 | 40 | 120 મિનિટ |
3 | જીવ વિજ્ઞાન | 40 | 40 | 60 મિનિટ |
4 | ગણિત | 40 | 40 | 60 મિનિટ |
ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકવિજ્ઞાન ના અને ૪૦ પ્રશ્નો રસાયણવિજ્ઞાનના એમ કુલ ૮૦ પ્રશ્નોના, ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR Answer Sheet પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે.
જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR Answer Sheet પણ અલગ આપવામાં આવશે.
ગુજકેટ હોલ ટિકિટ 2023
GUJCET Exam Admit Card 2023 | અહીં ક્લિક કરો |
જુઓ અખબારીયાદી | અહીં ક્લિક કરો |
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો