Motivational Story: માતાએ ગિરવી મૂક્યું મંગળસૂત્ર, પિતાએ કરી કાળી મજૂરી અને ત્રણે દીકરીઓને બનાવી પોલીસ

Motivational Story

Motivational Story: આજના આ જમાનાના દીકરા-દીકરીમાં કોઈ જ તફાવત કરવામાં આવતો નથી. માતા પિતા પણ પોતાનાના સંતાનોને કોઈ પણ આવા તફાવત વગર સરખું શિક્ષણ આપતા હી છે અને ભણાવી-ગણાવીને સફળ બનાવવાની જહેમત ઉઠાવતા હોય છે. મહારાષ્ટ્રના એક ખેડૂત મારુતિ જાધવે આવું જ કંઈક કર્યું. પોતે અભણ છે, ગરીબીમાં જીવે છે પણ બાળકોનું ભવિષ્ય ઘડવામાં કોઈ કસર છોડી નથી.

મારુતિ જાધવ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના રહેવાસી છે. તેણે ખેતી અને મહેનત કરીને પરિવારનો ઉછેર કર્યો. તેમણે તેમની ગરીબીને તેમના બાળકોના શિક્ષણના માર્ગમાં આવવા ન દીધી. આખરે શેરડીના મજૂર મારુતિ જાધવની મહેનત રંગ લાવી અને તેમની પુત્રીઓ મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police)માં કોન્સ્ટેબલ બની.

પત્નીએ મંગળસૂત્ર ગીરવે મૂક્યું

મારુતિ જાધવે શેરડીના મજૂર તરીકે કામ શરૂ કર્યું. કુટુંબનું મોટું હોવાથી આવકમાં ઘટાડો થતો હતો. પછી તેણે શેરડી કાપવાનું કામ પણ શરૂ કર્યું. તેની પત્નીએ દીકરીઓને ભણાવવા માટે તેનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું. જાધવની મોટી પુત્રી સોનાલીની પસંદગી કોરોના સમયગાળા દરમિયાન પોલીસ ભરતીમાં થઈ હતી (Inspirational Story).

નાની બહેનો માટે બની રોલ મોડલ

સોનાલીની મહેનત તેની નાની બહેનો માટે ઉદાહરણરૂપ બની હતી. તેને જોઈને તેની બે નાની બહેનો શક્તિ અને લક્ષ્મી પણ પોલીસ સેવામાં જોડાઈ ગઈ. એક જ પરિવારની ત્રણ દીકરીઓ પોલીસ સેવામાં જોડાઈ હોય તેવું ગામમાં પ્રથમવાર બન્યું છે. જ્યારે ત્રણેય બહેનો યુનિફોર્મમાં ઘરે આવી ત્યારે તેમના પરિવારના સભ્યો તેમજ આખું ગામ તેમની સફળતા (Jadhav Sisters) થી ખુશ થઈ ગયું.

મહારાષ્ટ્રના પરલી ગામની આ દીકરીઓનું પંચાયતમાં સન્માન કરવામાં આવ્યું હતું. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં બહેનોએ જણાવ્યું કે સોનાલીની પસંદગીથી શક્તિ અને લક્ષ્મીનો આત્મવિશ્વાસ વધ્યો હતો. તેણીને ખાતરી હતી કે હવે તે પણ પોલીસ (સરકારી નોકરી)માં જોડાઈ શકે છે. હવે ત્રણેય બહેનો ગામની દરેક છોકરી માટે ઉદાહરણ બની ગઈ છે.