UGC NET Career: જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે UGC NET પરીક્ષા શું છે?

UGC NET પરીક્ષાને નેશનલ એલિજિબલિટી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય યુનિવર્સિટીમાં જુનિયર રિસર્ચ ફેલોશિપ અને આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે UGC NET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની આ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા 83 વિષયોમાં લેવામાં આવે છે અને પરીક્ષા માટે 180 મિનિટનો સમય આપવામાં આવે છે. આ પરીક્ષા NTA દ્વારા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. આ પરીક્ષા આપવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો અરજી કરે છે

પેપર 1 અને પેપર 2માં ઉમેદવારોના પ્રદર્શનના આધારે તેમની પસંદગી કરવામાં આવે છે અને ઉમેદવારો સંબંધિત યુનિવર્સિટીઓ/કોલેજો/રાજ્ય સરકારોના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂંક પામે છે.

UGC NET પરિણામ 2023

ચાલુ વર્ષે 13 જૂનથી 22 જૂન દરમિયાન પરીક્ષા લેવામાં આવી હતી, હવે ટૂંક સમયમાં જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર આ પરીક્ષાના પરિણામોની જાહેરાત કરશે. ઉમેદવારો નીચે જમાવેલા સ્ટેપ્સ ફોલો કરી રિઝલ્ટ જોઈ શકે છે.

Step 1: ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.nic.in પર વિઝિટ કરો.

Step 2: UGC NET Result 2023 લિંક પર ક્લિક કરો.

Step 3: એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરો

Step 4: હવે તમે તમારું પરિણામ જોઈ શકો છો.

UGC NET માટે પાત્રતાના શું છે?

UGC માન્ય યુનિવર્સિટીઓ અથવા સંસ્થાઓમાંથી માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ પરીક્ષામાં ઓછામાં ઓછા 55% ગુણ મેળવનાર ઉમેદવારો આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. નોન-ક્રીમી લેયર/અનુસૂચિત જાતિ(SC)/અનુસૂચિત જનજાતિ (ST)/વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ અને અન્ય પછાત વર્ગો (OBC) ના ઉમેદવારોને 5% ગુણની છૂટછાટ આપવામાં આવે છે.

UGC NET માટે વય મર્યાદા

  • આસિસ્ટન્ટ પ્રોફેસર : આસિસ્ટન્ટ પ્રોફેસર માટે UGC-NETમાં અરજી કરવાની કોઈ ઉચ્ચ વય મર્યાદા નથી.
  • જુનિયર રિસર્ચ ફેલોશિપ (JRF): જે મહિનાની પરીક્ષા પૂર્ણ થાય છે. તે મહિનાની પહેલી તારીખે ઉમેદવારની વય 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

UGC NET માટે આ રીતે કરી શકાય છે અરજી

ઉમેદવારો ઓનલાઈન મોડ દ્વારા UGC-NET માટે અરજી કરી શકે છે. રજીસ્ટ્રેશન માટે નિયમો અને શરતોનુ પાલન કરવું જરૂરી છે. ઓનલાઈન અરજી ફોર્મ સબમિશન NTAની વેબસાઈટ એટલે કે www.ntanet.nic.in પર જઈને થઈ શકે છે.

UGC NET માટે રજીસ્ટ્રેશન ફી

સામાન્ય/બિનઅનામત- રૂ. 1150/-

જનરલ-EWS/OBC-NCL- રૂ. 600/-

SC/ST/PwD- રૂ. 325/-

UGC NET પરીક્ષા પેટર્ન:

પેપરમાર્કપ્રશ્નોપેટર્નપ્રથમ શિફ્ટડ્યુરેશનબીજી શિફ્ટડ્યુરેશન
પેપરI10050પેપર I ના પ્રશ્નો ઉમેદવારની ટિચિંગ રિસર્ચ અંગેની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે છે. તે મુખ્યત્વેતર્ક ક્ષમતા, વાંચન સમજ, વિચાર અને ઉમેદવારની જાગૃતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે9:00 AM થી 12:00 PM3:00 PM થી 6:00 PM
પેપર II200100આ ઉમેદવાર દ્વારા પસંદ કરેલા વિષય પર આધારિત હશેઅને ડોમેન જ્ઞાનનું મૂલ્યાંકન કરશે9:00 AM થી 12:00 PM3:00 PM થી 6:00 PM