10th 12th Graduate Pass Recruitment: NIOH અમદાવાદમાં 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 1,12,400 સુધી

10th 12th Graduate Pass Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે NIOH અમદાવાદમાં 10 પાસ, 12 પાસ તથા સ્નાતક માટે સરકારી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો

10th 12th Graduate Pass Recruitment | National Institute Of Occupational Health Recruitment

સંસ્થાનું નામરાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
નોટિફિકેશનની તારીખ08 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ08 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.nioh.org/
NIOH

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થા દ્વારા 08 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 ઓગસ્ટ 2023 છે.

પોસ્ટનું નામ:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર NIOH અમદાવાદ દ્વારા ટેક્નિકલ આસિસ્ટન્ટ, ટેક્નિશિયન તથા લેબોરેટરી અટેન્ડન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ટેક્નિકલ આસિસ્ટન્ટરૂપિયા 35,400 થી 1,12,400 સુધી
ટેક્નિશિયનરૂપિયા 19,900 થી 63,200 સુધી
લેબોરેટરી અટેન્ડન્ટરૂપિયા 18,000 થી 56,900 સુધી

લાયકાત:

NIOH અમદાવાદની આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાતની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો. મિત્રો, આ ભરતીમાં શેક્ષણિકની સાથે અન્ય લાયકાતો પણ માંગવામા આવી છે જેથી લાયકાત સંબંધી તમામ માહિતીનો એક વખત જાહેરાતમાં વિસ્તારપૂર્વક અભ્યાસ કરી લેવા વિનંતી.

પોસ્ટનું નામલાયકાત
ટેક્નિકલ આસિસ્ટન્ટએન્જીનીયરીંગ ડિપ્લોમા અથવા એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ તથા અન્ય
ટેક્નિશિયન12 પાસ તથા અન્ય
લેબોરેટરી અટેન્ડન્ટ10 પાસ તથા અન્ય

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થાની આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારને નિયત તારીખે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ લેખિત પરીક્ષાના મેરિટના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પરીક્ષાનું સ્થળ અમદાવાદ રહેશે તથા પરીક્ષા 100 ગુણની રહેશે. લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તથા અન્ય માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર NIOH અમદાવાદ દ્વારા ટેક્નિકલ આસિસ્ટન્ટની 28, ટેક્નિશિયન 16 તથા લેબોરેટરી અટેન્ડન્ટની 10 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો:

મિત્રો, જો તમે આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો અપલોડ તથા રજૂ કરવાના રહેશે.

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી (જરૂરી પોસ્ટ માટે)
  • અનુભવનું સર્ટિફિકેટ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે NIOH ની સત્તાવાર વેબસાઈટ https://www.nioh.org/ વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment”નું સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે “Link for online application submission” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે અરજી ફોર્મ માં તમામ વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ફોર્મ સબમિટ કરો. અને ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો