Panchsheel Bank Recruitment: પંચશીલ બેંકમાં સ્નાતક માટે એપ્રેન્ટિસ ભરતીનો મોકો, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

Panchsheel Bank Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પંચશીલ બેંકમાં સ્નાતક માટે એપ્રેન્ટિસ ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

Panchsheel Bank Recruitment | The Panchsheel Mercantile Co-op. Bank Ltd Recruitment

સંસ્થાનું નામપંચશીલ મર્કન્ટાઈલ કો-ઓપ. બેંક લિ
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.panchsheelbank.com/
Panchsheel Bank Recruitment Panchsheel Bank Recruitment

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન પંચશીલ કો-ઓપરેટીવ બેંક ઘ્વારા 08 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15 જૂન 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પંચશીલ કો-ઓપરેટીવ બેંક દ્વારા સ્નાતક એપ્રેન્ટિસની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લઇ પછી કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે.

પગારધોરણ

ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક કેટલો પગાર ચુકવવામાં આવશે તેનો બેંક ઘ્વારા જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં બી.કોમ, એમ.કોમ તથા બી.બી.એ કરેલ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

મિત્રો પંચશિલ બેંક દ્વારા જાહેરાતમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • રીઝયુમ
  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોઈ તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • આ ભરતીમાં તમારે ઓફલાઇન માધ્યમથી જેમકે પોસ્ટ અથવા કુરિયરથી ફોર્મ ભરવાનું રહેશે.
  • ફોર્મ મોક્લવવાનું સરનામું “બેલ્જીયમ ટાવર, સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષ, દિલ્લી ગેટ, રિંગ રોડ, સુરત – 395 003” છે.
  • આ ભરતીની વધુ માહિતી માટે તમે સંપર્ક નંબર – 2427795, 2401567 તથા 2452644 પર સંપર્ક કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો