Success story:-ચિકનકારી કુર્તીના બિઝનેસથી 100 કરોડની કંપની:મા-દીકરીએ 3 લાખનું રોકાણ કરીને શરૂઆત કરી; આજે દરરોજ 400 ઓર્ડરની ડિલિવરી

Success story:-હું મારું પોતાનું કંઈક કરવાનું સપનું જોઈને મોટી થઈ છું. મારી પોતાની બ્રાન્ડ બનાવવી હતી. એક ફેશન કંપની સાથે કામ કરવાની સાથે તેણે પોતાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો એ વિશે વિચારવાનું શરૂ કર્યું.

Success story

Success story

2018-19ની વાત છે. લંડનથી અભ્યાસ કરીને ભારત પરત આવી હતી. પરત આવ્યા બાદ મૂંઝવણમાં હતી કે આગળ શું કરવું. આ દરમિયાન દિલ્હીમાં આવેલી એક ફેશન કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું.

હું મારું પોતાનું કંઈક કરવાનું સપનું જોઈને મોટી થઈ છું. મારી પોતાની બ્રાન્ડ બનાવવી હતી. એક ફેશન કંપની સાથે કામ કરવાની સાથે તેણે પોતાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરવો એ વિશે વિચારવાનું શરૂ કર્યું.

હું માતાને તેના ફ્રી સમયમાં શોખ તરીકે કુર્તીઓ પર ચિકનકારી ભરતકામ કરતાં જોતી હતી. એકવાર એક દરજીએ તેને ચિકનકારી કુર્તી આપી હતી. જ્યારે મેં મારી માતાને તેની કિંમત પૂછી. મારી માતાએ જે જવાબ આપ્યો એ સાંભળીને મને આશ્ચર્ય થયું.

image 48

Success story

માતાએ એટલું જ કહ્યું- અઢી હજાર છે…

પછી મેં વિચારવાનું શરૂ કર્યું કે હેન્ડ એમ્બ્રોઇડરીવાળાં કપડાં કરતાં મશીન એમ્બ્રોઇડરીવાળાં કપડાં વધુ મોંઘાં વેચાય છે.

ચિકનકારી એમ્બ્રોઇડરી કુર્તીઓ વેચતી લખનઉની કંપની ‘હાઉસ ઓફ ચિકનકારી’ની કો-ફાઉન્ડર આકૃતિ રાવલ આ બાબતો જણાવી રહ્યા છે. આકૃતિ 28 વર્ષની છે અને 100 કરોડ રૂપિયાની વેલ્યુએશનવાળી આ કંપનીની માલિક છે.

આકૃતિ રાવલ ચિકનકારી કુર્તી કંપની 'હાઉસ ઓફ ચિકનકારી'ની કો-ફાઉન્ડર છે. આકૃતિએ લંડનથી ઈકોનોમિક્સ અને માર્કેટિંગનો અભ્યાસ કર્યો છે.

Success story

આકૃતિ રાવલ ચિકનકારી કુર્તી કંપની ‘હાઉસ ઓફ ચિકનકારી’ની કો-ફાઉન્ડર છે. આકૃતિએ લંડનથી ઈકોનોમિક્સ અને માર્કેટિંગનો અભ્યાસ કર્યો છે.

લખનઉની ચિકનકારી? આકૃતિ કહે છે, ‘કહેવાય છે કે જહાંગીરની પત્ની નૂરજહાં આ કળાને લખનઉ લાવ્યાં હતાં. એ પછી લખનઉની દરેક શેરીમાં ચિકનકારી કલા ખીલવા લાગી. આમાં મખમલના કાપડ પર ફ્રેમ અને સફેદ દોરાથી ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આજે પણ લખનઉનાં ગામડાંમાં રહેતી મહિલાઓ ચિકનકારી ભરતકામ કરે છે.

આકૃતિની સાથે તેની માતા પૂનમ રાવલ પણ છે. પૂનમ અત્યારસુધી ગૃહિણી હતાં, પરંતુ છેલ્લાં 4 વર્ષથી બિઝનેસ વુમન છે. વાતચીતમાં આકૃતિ પોતાની માતા વિશે વારંવાર કહે છે, ‘મેં મારી માતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. આ કંપની સ્થાપવા પાછળનો આ એક ઉદ્દેશ પણ હતો.

પૂનમ પોતાનો પ્રોડક્શન યુનિટ બતાવી રહી છે. યુનિટ દરેક જગ્યાએ ચિકનકારી કુર્તીઓ અને ડ્રેસથી ભરેલું છે. એના પર કામ ચાલી રહ્યું છે.

Success story

આ ચિકનકારી કુર્તીના કેટલાંક કલેક્શન છે. એ લખનઉમાં બનાવવામાં આવે છે.

આ ચિકનકારી કુર્તીના કેટલાંક કલેક્શન છે. એ લખનઉમાં બનાવવામાં આવે છે.

પૂનમ કહે છે, ‘મેં મારા જીવનમાં ઘણો સંઘર્ષ જોયો છે. પિતાની કપડાંની નાની દુકાન હતી. એનાથી જ અમારો પરિવાર ચાલતો હતો. શરૂઆતથી જ મને ભરતકામ અને વણાટનો શોખ હતો, પરંતુ એ માત્ર શોખ જ રહ્યો.

ગ્રેજ્યુએશનની સાથે-સાથે જોબ કરવા લાગી, કારણ કે એ સમયે તેના પરિવાર પાસે વધુ આવક નહોતી. લગ્ન પછી પણ 7 વર્ષ સુધી જોબ કરી. જ્યારે બાળકો થયાં, ત્યારે મારી પાસે તેમની સંભાળ લેવાનો સમય જ નહોતો, તેથી મેં મારી જોબ છોડી દીધી. આ દરમિયાન પણ ઘરમાં આવી ઘણી બાબતો ચાલતી રહી, જેણે ઘણી વખત મન તોડ્યું. જોકે હવે એ વાતો યાદ રાખવાનો શો ફાયદો?

એ 2020ની આસપાસની વાત છે. જ્યારે આકૃતિ કોઈ બિઝનેસ કરવાનો પ્લાન કરી રહી હતી, એ સમયે એક કારીગર મારી પાસે આવ્યો. તે લખનઉની ચિકનકારી કુર્તી બનાવતો હતો. ત્યાં સુધીમાં કોરોના પણ આવી ગયો હતો.

અમે બંનેએ સાથે મળીને આ બિઝનેસ વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. અમે જોયું કે જો કોઈને દેશભરમાં ચિકનકારી કુર્તી પહેરવી હોય તો એને લખનઉથી જ મગાવવી પડે છે. આ એક અનઓર્ગેનાઇઝ્ડ બજાર છે.

Success story

આકૃતિ સાથે માતા પૂનમ રાવલ, ભાઈ અને પિતા.

આકૃતિ સાથે માતા પૂનમ રાવલ, ભાઈ અને પિતા.

આકૃતિ કહે છે, ‘કોરોના દરમિયાન અમે બંને, માતા અને પુત્રી, લખનઉ જવાનું શરૂ કર્યું. ત્યાંના કારીગરોને મળવા લાગ્યા. ગામડે ગામડે જઈને મહિલાઓને મળતાં અને ફેરિયાઓ સાથે વાત કરતાં હતાં.

કોરોનાને કારણે ન તો કારીગરોને ઓર્ડર મળતા હતા કે ન તો વેન્ડરો દ્વારા સ્ટોક કરાયેલી વસ્તુઓનું વેચાણ થતં હતું. આ અમારા માટે નફાકારક સોદો સાબિત થયો. મને યાદ છે – એ સમયે અમે લગભગ એક લાખની કિંમતની પ્રોડક્ટ્સ ખરીદી હતી.

હવે માતા, ગૃહિણી, હું માર્કેટિંગ ફિલ્ડમાં છું. અમને તો તેની કારીગરી અને ફેબ્રિકની પણ સમજ નહોતી. માતાનો પરિવાર કપડાંના વ્યવસાય સાથે સંકળાયેલો હોવા છતાં તેમને થોડી સમજ હતી. અમે બંનેએ કારીગરો પાસેથી એના વિશે જાણવાનું શરૂ કર્યું.

દિલ્હી આવીને ઈન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું. પ્રોડક્ટ રિલેટેડ વિગતો ઉમેરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે અમને દરરોજ બે-ચાર ઓર્ડર મળવા લાગ્યા. જ્યારે કામ વધવા લાગ્યું ત્યારે અમે અમારા ઘરમાં કામ કરતી મહિલાઓને, તેમનાં બાળકો, દૂધવાળાનાં બાળકો… આ લોકોને કામ આપવાનું શરૂ કર્યું.

Success story

આકૃતિએ તેના ઈન્સ્ટાગ્રામ પેજથી બિઝનેસની શરૂઆત કરી હતી. એક વર્ષ પછી તેણે પોતાની વેબસાઇટ શરૂ કરી હતી.

આકૃતિએ તેના ઈન્સ્ટાગ્રામ પેજથી બિઝનેસની શરૂઆત કરી હતી. એક વર્ષ પછી તેણે પોતાની વેબસાઇટ શરૂ કરી હતી.

આકૃતિએ પોતાની કંપની માત્ર ત્રણ લાખ રૂપિયાથી શરૂ કરી હતી. તે કહે છે, અમારી પાસે જે પણ બચત હતી, અમે એમાં રોકાણ કર્યું. ઘરના બેઝમેન્ટમાંથી બધું કામ કરવામાં આવતું હતું. એક વર્ષ પછી અમે વેબસાઇટ શરૂ કરી.

પ્રોડક્ટ લાવવાથી લઈને પેકેજિંગ સુધીનાં તમામ કામ અમે બંનેએ સાથે કર્યાં. હું પહેલીવાર લખનઉ ગઈ હતી, બિઝનેસ માટે જ ગઈ હતી.

શરૂઆતમાં ગ્રાહકને બ્રાન્ડ પર વિશ્વાસ પણ થતો નહીં. અમે અમારા ચહેરા દ્વારા કારીગરોના જીવનને બતાવીને પ્રોડક્ટને પ્રમોટ કરવાનું શરૂ કર્યું. ત્યાર બાદ રોજના સરેરાશ 10થી 15 ઓર્ડર આવવા લાગ્યા.

આજે અમે દરરોજ 300થી 400 ઓર્ડરની ડિલિવરી કરી રહ્યાં છીએ. માતાનું સપનું પૂરું થઈ રહ્યું છે. હું ખુશ છું, મેં 100 લોકોને રોજગારી પણ આપી છે.

આ 'હાઉસ ઓફ ચિકનકારી'નો ટીમ ફોટો છે. હાલમાં આકૃતિની ટીમમાં લગભગ 100 લોકો કામ કરી રહ્યા છે.

આ ‘હાઉસ ઓફ ચિકનકારી’નો ટીમ ફોટો છે. હાલમાં આકૃતિની ટીમમાં લગભગ 100 લોકો કામ કરી રહ્યા છે.

આકૃતિ લખનઉના વેન્ડર પાસેથી તેના પ્રોડક્ટ બનાવે છે. તે કહે છે, ‘અમારા ઇન-હાઉસ ડિઝાઇનર્સ કામ કરે છે. અમે ગ્રાહકોના ફિડબેક અનુસાર અમારી પ્રોડક્ટમાં ફેરફાર પણ કરતા રહીએ છીએ.

આ ડિઝાઇન ટીમ કપડાંની ડિઝાઇન કરે છે. પછી એ વેન્ડરને આપવામાં આવે છે. વેન્ડર ગામડાંની મહિલાઓ અને કારીગરોને ડિઝાઇન કરવા માટે કપડાં આપે છે. એ પછી એને પ્રોડક્શન યુનિટમાં ટેલર સિલાઈ કરે છે.

જ્યારે અમે કંપની શરૂ કરી હતી ત્યારે પહેલા વર્ષમાં અમે 33 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ વર્ષે અમે લગભગ 27 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આગામી એકથી બે વર્ષમાં રૂ. 100 કરોડના ટર્નઓવરનો અંદાજ છે.

positive story 23 11 2024 01 1732530991
x