Upsc preparation tips: દિલ્હીના અને વડોદરામાં રહેતા યુવાને એકવાર નહીં, પણ 3-3 વાર UPSC પાસ કરી છે. 2 વખત પસંદગીની સર્વિસ ન મળતાં તેણે ફરી ત્રીજી વખત એટેમ્પ્ટ કર્યો હતો. જેમાં તેણે ઓલ ઇન્ડિયા 62મો રેન્ક મેળવ્યો છે અને હવે તે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જવા માગે છે. અતુલ ત્યાગીએ પહેલી વખત 291 અને બીજી વખત 145મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો.
હાલ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસમાં:Upsc preparation tips
વડોદરામાં રહેતા અને UPSCની પરીક્ષામાં 62મો રેન્ક મેળવનાર અતુલ ત્યાગીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું મૂળ દિલ્હીનો છું, પણ વર્ષોથી ગુજરાતમાં રહું છું. હું છઠ્ઠા ધોરણથી વડોદરામાં કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી મેં અગ્રેજી ભાષામાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો હતો. આ મારો ત્રીજો એટેમ્પ્ટ છે. પ્રથમ એટેમ્પ્ટમાં મેં ઓલ ઇન્ડિયા 291મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને સેકન્ડ એટેમ્પ્ટમાં મેં ઓલ ઇન્ડિયા 145મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને આ વખતે મેં ઓલ ઇન્ડિયા 62મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. હું હાલ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસમાં છું અને હવે હું ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જવા માગુ છું અને મને આશા છે કે, આ વખતે મને એ મળી જશે.
પરિવારે મોં મીઠું કરાવ્યું.
10થી 12 કલાક સુધી અભ્યાસ કર્યો:Upsc preparation tips
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું 4 વર્ષથી UPSCની તૈયારી કરતો હતો અને તેમાં 3 વખત UPSC ક્લિયર કરી હતી. મેં ફર્સ્ટ એટેમ્પ્ટમાં રોજના 10થી 12 કલાક સુધી સિરીયલ અભ્યાસ કર્યો હતો, તે સમયે મારી પાસે માત્ર 7થી 8 મહિના જ હતા. જેથી મેં વધારે અભ્યાસ કર્યો હતો. જો કે, સેકન્ડમાં તૈયારી હોવાથી હું રોજનું માત્ર 6થી 7 કલાક વાંચન કરતો હતો. મારી સફળતા માટે હું મારા મમ્મી-પપ્પા, બહેનો, મિત્રો અને જેમની પાસેથી મને શિખવા મળ્યું તે બધાનો હું આભાર માનુ છું. મારા પપ્પા પહેલા નેવીમાં હતા અને હવે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીમાં છે અને મારા માતા ગૃહિણી છે અને બાળકોને ટ્યુશન ભણાવે છે અને સિલાઇનું કામ પણ કરે છે.
સ્ટ્રગલ કરવું પડ્યું નથી, પરિવારનો સપોર્ટ:Upsc preparation tips
તેમણે જણાવ્યું હતું કે ભગવાનની દયાથી મારે સ્ટ્રગલ કરવું પડ્યું નથી. મારી પાસે પરિવારનો સપોર્ટ સારો હતો અને ફાઇનાન્શિયલ કન્ડિશન પણ સારી રહી છે અને મન ભણવું ખૂબ ગમે છે અને ફર્સ્ટ એટેમ્પ્ટમાં જ મેં UPSC ક્લિયર કરી લીધી હતી અને 22 વર્ષની ઉંમરે જ મારી પાસે નોકરી હતી. UPSCનો સિલેબસ એટલો વિશાળ છે કે, એમાં ઘણું બધું ભણવાનું છે અને તેમાં તેમાં ક્યારેય કંટાળશો નહીં. મેં મારી તૈયારી દરમિયાન ખૂબ એન્જોય કર્યું છે.
હવે હું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં જઇ શકીશ-અતુલ ત્યાગી.
ઇન્ડિયન ફોરેન સર્વિસ માટે 3 વર્ષથી રાહ જોઇ રહ્યો છે:Upsc preparation tips
તેમણે ઉમેર્યું હતું કે હું હંમેશાં સોશિયલ મીડિયાથી દૂર રહ્યો છું અને હું આજે ખૂબ ખુશ છું. હું આજે ખૂબ જ એક્સાઇટેડ છું. ઇન્ડિયન ફોરેન સર્વિસ માટે હું 3 વર્ષથી રાહ જોઇ રહ્યો હતો. બે વખત મેં UPSC ક્લિયર કરી, પરંતુ તેમ છતાં મારી ત્રીજી વખત એટેમ્પ્ટ આપવો પડ્યો, કારણ કે, મને મારી પસંદગીની સર્વિસ મળી રહી નહોતી. ફાઇનલી હવે હું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાં જઇ શકીશ. UPSCની તૈયારી કરતાં ઉમેદવારોને ટિપ્સ આપતાં તેમણે વધુમાં કહ્યું હતું કે UPSCની તૈયારી કરતા ઉમેદવારોને શું ટિપ્સ આપશો, એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીઓએ 4 સ્ટેપમાં તૈયારી કરવી જોઇએ, જેમાં પહેલું છે સિલેબસ. પ્રીલિમનો સિલેબસ શું છે, મેઇન્સનો સિલેબસ શું છે અને ઇન્ટરવ્યૂનો સિલેબસ શું છે? બીજું સ્ટેપ છે, જૂના પ્રશ્નપત્રોની તૈયારી કરો, જેથી તમે સિલેબસને થોડો મોલ્ડ કરી શકો છે.
પરીક્ષામાં પેશન્સ અને પ્રેક્ટિસ જરૂરી:Upsc preparation tips
ત્રીજું સ્ટેપ છે, તમારી નોટ્સ બનાવો. નોટ્સ બનાવવી પણ એક કળા છે. એ નોટ્સ બનાવો કે તમે સીધી પરીક્ષામાં ઉતારી શકો. મેં ઘણા લોકોની નોટ્સ જોઇ છે કે, 500-500 પેજની નોટ્સ હોય છે. એ ખરેખર સેન્સલેશ છે અને છેલ્લું અને ચોથું સ્ટેપ છે પ્રેક્ટિસ… પરીક્ષામાં પેશન્સ અને પ્રેક્ટિસ હોવી જોઇએ. આ બે વસ્તુ તમારી પાસે હશે તો તમે પહેલા, બીજા નહીં ત્રીજા એટેમ્પ્ટમાં 100 ટકા ક્લિયર કરી જ લેશો.
પરિવારજનો સાથે અતુલ ત્યાગી.
દીકરાની સિદ્ધિથી માતા ખુશ:Upsc preparation tips
અતુલની માતા રીટાબેન ત્યાગીએ જણાવ્યું હતું કે, મારા દીકરાની આ સિદ્ધિથી મને એટલી ખુશી થઇ રહી છે કે, એના માટે મારી પાસે શબ્દો નથી. હું આજે ખૂબ ખુશ છું. તેણે ખૂબ મહેનત કરી હતી અને આજે જે જોઇતી હતી, એ સફળતા મળી છે. પહેલેથી એ એકવાર નક્કી કરતો હતો, તો મેળવીને રહેતો હતો અને જેના કારણે એ સફળ થયો છે.