World Cup 2023 Schedule : ભારતમાં રમનારા વર્લ્ડકપ નું ટાઈમ ટેબલ જાહેર , ફાઇનલ મેચ પણ અમદાવાદમાં રમાશે

World Cup 2023 Schedule : ભારતમાં યોજાનારો વનડે વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે. 46 દિવસ સુધી આ ટૂર્નામેન્ટ ચાલશે. 10 વેન્યૂ પર રમાશે. આ વનડે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી શરુ થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2019 વર્લ્ડકપ વિજેતા ઇંગ્લેન્ડ અને ઉપવિજેતા ન્યૂઝિલેન્ડથી મેચ થશે. મેજબાન ભારત પોતાના અભિયાનની શરુઆત 8 ઓક્ટોબરથી ચેન્નઇમાં પાંચ વખત વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે કરશે.અને ફાઈનલ મેચ 19 નવેમ્બર 2023 એ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે

World Cup 2023 Schedule

World Cup 2023 Schedule

આ વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે ઈન્ટરનેશનલ(ODI)વર્લ્ડ કપ 2023ની તારીખો લગભગ નક્કી થઇ ચૂકી છે. આ વર્લ્ડકપની ફાઈનલ મેચ ક્યાં રમાશે તે પણ નક્કી થઈ ગયું છે. અહેવાલ અનુસાર આ વર્ષે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે.

ક્યાં રમાશે ભારત પાકિસ્તાનની મેચ:World Cup 2023 Schedule

2023 વન ડે વિશ્વ કપમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફાઇનલની મેજબાની કરશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ભારત પાકિસ્તાન હાઇ પ્રોફાઇલ મેચની મેજબાની મળી શકે છે. 2016 પછી પહેલાવાર 15 ઓક્ટોબર 2023 ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારતમાં મેચ થશે.

વર્લ્ડકપ મેચનો કાર્યક્રમ 2023

FznJqTBWcAI4U6b

વન ડે વર્લ્ડકપમાં ભારત કોની સામે રમશે

  • ભારત – ઓસ્ટ્રેલિયા – 8 ઓક્ટોબર, ચેન્નઈ- બપોરે બે વાગ્યા
  • ભારત – અફઘાનિસ્તાન – 11 ઓક્ટોબર, દિલ્હી – બપોરે બે વાગ્યે
  • ભારત – પાકિસ્તાન – 15 ઓક્ટોબર, અમદાવાદ – બપોરે બે વાગ્યે
  • ભારત – બાંગ્લાદેશ – 19 ઓક્ટોબર, પુણે – બપોરે બે વાગ્યે
  • ભારત – ન્યૂઝિલેન્ડ – 22 ઓક્ટોબર, ધર્મશાળા – બપોરે બે વાગ્યે
  • ભારત – ઇંગ્લેન્ડ- 29 ઓક્ટોબર, લખનઉ – બપોરે બે વાગ્યે
  • ભારત – ક્લોલિફાયર – 2 નવેમ્બર, મુંબઈ
  • ભારત – સાઉથ આફ્રિકા – 5 નવેમ્બર, કોલકાત્તા
  • ભારત – ક્વોલિફાયર – 11 નવેમ્બર, બેંગ્લુરુ

Click official website