Safai Karmchari recruitment Gujarat: ગુજરાતની નગરપાલિકામાં સફાઈ કર્મચારીના પદ પર 94+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર રૂપિયા 21,100 થી શરુ

Safai Karmchari recruitment Gujarat

Safai Karmchari Bharti Gujarat: ગુજરાતની નગરપાલિકામાં સફાઈ કર્મચારીના પદ પર 94+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

Safai Karmchari recruitment Gujarat

Safai Karmchari recruitment Gujarat સફાઈ કર્મચારી ભરતી ગુજરાત

સંસ્થાવિજલપોર નગરપાલિકા
પદસફાઈ કામદાર
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ13 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર 2024
આધિકારિક વેબસાઈટhttps://www.navsarivijalporemunicipality.in/
Safai Karmchari recruitment Gujarat

મહત્વની તારીખો:Safai Karmchari recruitment Gujarat

ગુજરાતની નગરપાલિકાના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 13 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડયાના 30 દિવસની અંદર એટલે કે 12 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમને અમારી સલાહ છે કે તેઓએ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવી દેવી.

પદોના નામ:Safai Karmchari recruitment Gujarat

ગુજરાતની નગરપાલિકાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સફાઈ કામદારની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.

ખાલી જગ્યા:

ગુજરાતની નગરપાલિકાની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સફાઈ કામદારની કુલ 94 ખાલી જગ્યાઓ પર ભરતી ચાલી રહી છે જેમાં મહિલાઓ માટે 30, વિકલાંગ ઉમેદવારો માટે 07 તથા માજી સૈનિક ઉમેદવારો માટે 09 જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે.

પગારધોરણ:

ગુજરાતની નગરપાલિકાની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને પ્રથમ 5 વર્ષ માટે માસિક ફિક્સ રૂપિયા 21,100 વેતન મળવાપાત્ર રહેશે ત્યારબાદ આ પગારમાં વધારો કરવામાં આવશે.

વયમર્યાદા:

મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ ગવર્નેમેન્ટ ડીપાર્ટમેન્ટની ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

શેક્ષણિક લાયકાત:

મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં અરજી કરવા માટે જે લોકોને લખતા વાંચતા આવડતું હોય એવા તમામ ઉમેદવારો પોતાની અરજી પહોંચાડી શકે છે.

પસંદગી પ્રક્રિયા:

વિજલપોર નગરપાલિકાની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

અરજી ફી:

વિજલપોર મ્યુનિસિપાલિટીની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફોર્મ સાથે 300 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે.

અરજી પ્રક્રિયા:

  • વિજલપોર મ્યુનિસિપાલિટીની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “રિક્રુટમેન્ટ”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમને ભરતીની જાહેરાત તથા અરજી ફોર્મ જોવા મળી જશે તે ડાઉનલોડ કરી લો અને તેની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ અરજી ફોર્મમાં સરસ રીતે તમારી તમામ માહિતી ભરી દો અને માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમથી નગરપાલિકાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
  • અરજી પંહોચડવાનું સરનામું – ચીફ ઓફિસર, નવસારી વિજલપોર નગરપાલિકા, સરદાર પટેલ ભવન, દુધિયા તળાવ, નવસારી. જી. નવસારી- 396445 છે.

આવેદન કરવા માટે જરૂરી લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો
Safai Karmchari recruitment Gujarat