Business Success story
‘2013-14ની વાત છે.’ મોટો ભાઈ ઓસ્ટ્રેલિયામાં હતો. મને કહી રહ્યો હતો કે તું પણ વિદેશ આવી જા, પરંતુ આ દરમિયાન માતાનું કેન્સરથી મોત થયું. બે વર્ષ સુધી હોસ્પિટલ, ઘર અહીં-ત્યાં દોડધામમાં જ પસાર થયાં.2016ની આસપાસ માતાનું મૃત્યું થયું.
ખેતરોમાં કામ કરતી મહિલાઓ જ અમારે ઘરે જમવાનું બનાવી દેતી હતી. ઘરમાં પપ્પા એકલા થઈ ગયા હતા. ત્યારે લાગ્યું કે હું પણ વિદેશ જતો રહીશ, તો પપ્પા કેવી રીતે રહેશે.
તે સમયે હું એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી રહ્યો હતો. મેં વિદેશ જવાનું સપનું છોડી દીધું. આજે જુઓ કે લોકો 40 લાખ, 50 લાખ ખર્ચ કરીને, એજન્ટને રૂપિયા આપીને બે નંબરથી વિદેશ જઈ રહ્યા છે અને પાછા ફરી રહ્યા છે. તેમના રૂપિયા પણ ધોવાઈ ગયા.
મેં માત્ર લાખ રૂપિયાથી જ આ ગોળ બનાવવાની ફેક્ટરીની શરૂઆત કરી. આજે 100થી વધારે લોકો કામ કરી રહ્યા છે. આખી ટીમ એક પરિવાર જેવી લાગે છે. પંજાબમાં રહીને આનાથી સારી વાત બીજી શું હોઈ શકે.
જાલંધરથી લગભગ 90 કિલોમીટર દૂર ગુરદાસપુરનો એક વિસ્તાર છે-સલોપુર. અહીં રહેનાર કૌશલ કુમાર ગોળનો ડબ્બો હાથમાં લઈને વાત કરી રહ્યા છે.

કૌશલ કુમારે 2016માં પોતાના પિતા સાથે મળીને ગોળ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી.
જાલંધરથી જ્યારે હું કૌશલની ફેક્ટરી માટે રવાના થયો ત્યારે રસ્તામાં જ્યાં સુધી નજર ગઈ, શેરડીના ખેતર જ ખેતર જોવા મળી રહ્યા છે. મજૂરો શેરડીની કાપણી કરી રહ્યા છે.
કૌશલ કહે છે, પંજાબના આ વિસ્તારમાં શેરડીનું ખૂબ જ મોટું પ્રોડક્શન છે. સરકારી આંકડા પ્રમાણે વાર્ષિક 84 હજાર કિલોગ્રામ પ્રતિ હેક્ટેયર શેરડીની ખેતી થાય છે. અમે અમારી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉમેરીને 200 એકરમાં શેરડીની ખેતી કરી રહ્યા છીએ.
બાળપણથી જ મને ખેતીમાં રસ હતો. 2016ની વાત છે. અભ્યાસ સાથે-સાથે હું ખેતી કરવા લાગ્યો. જોયું કે મોટી-મોટી કંપનીઓ ખેડૂતો પાસેથી અનાજ ખરીદીને પોતાના ભાવ નક્કી કરીને માર્કેટમાં વેચે છે, પરંતુ ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી.
અનાજ ખેડૂતો ઉગાડે છે અને પ્રોફિટ કંપનીને મળે છે. મને એવું લાગે છે કે કોઈ પાકથી આપણે જ કોઈ પ્રોડક્ટ બનાવીએ છીએ, ત્યારે માર્કેટ પ્રોફિટ વધારે હોઈ શકે છે. ક્યાં સુધી ધરણાં, પ્રદર્શન, સરકાર સામે હાથ ફેલાવતા રહીશું?

પંજાબમાં શેરડી અને ઘઉંનું સૌથી વધુ વાવેતર થાય છે.
કૌશલની ફેક્ટરીમાં અનેક મહિલાઓ કામ કરે છે. તે ગોળનું પેકેજિંગ કરે છે. ફેક્ટરીના એન્ટ્રી ગેટનાી બાજુમાં શેરડીનો ઢગલો છે. તેની બાજુમાં શેરડીનો રસ કાઢવાનું મશીન પણ રાખવામાં આવ્યું છે.
કૌશલ ઢગલામાંથી એક શેરડી લઇને કહે છે, પપ્પા શરૂઆતથી જ શેરડીની ખેતી કરી રહ્યા હતા. જ્યારે મેં એગ્રીકલ્ચરનો અભ્યાસ શરૂ કર્યો, ત્યારે લાગ્યું કે શેરડીથી બનેલાં શુદ્ધ ગોળની માર્કેકટમાં કોઈ બ્રાન્ડ નથી.
અમે બંનેએ મળીને શેરડીથી ગોળ બનાવીને વેચવાનું શરૂ કર્યું. રોજ લગભગ 70 કિલોગ્રામ ગોળ વેચતો હતો. પોતાની બાઇક દ્વારા મંડી લઇ જતો અને પછી ગોળ વેચતો. તે વર્ષે લગભગ 12 લાખનો ગોળ વેચાયો હતો.
આસપાસના લોકો કહેતા હતા- નોકરી ન મળી, એટલે ભણવાનું છોડીને અભણો જેવું કામ કરે છે. ગોળ વેચી રહ્યો છે. તે પછી મેં સરકારી નોકરીની તૈયારી કરી અને પેપર આપ્યા. પાસ પણ થઈ ગયો. પછી એવું થયું કે કરીશ તો બિઝનેસ જ.

કૌશલની કંપનીમાં કામ કરતી મહિલાઓ નજીકનાં ગામડાંની રહેવાસી છે.
કૌશલ મને પોતાનો પેકેજિંગ સ્ટોર અને પ્રોડક્શન યૂનિટ બતાવી રહ્યા છે. અડધો કિલોગ્રામ, એક કિલોગ્રામના ડબ્બામાં ગોળના નાના-નાના ટુકડા પેક કરીને રાખેલાં છે.
કૌશલ કહે છે, આ સંપૂર્ણ પેકેજિંગ પાછળ નવનૂરનું માઇન્ડ છે. તે અમારી બિઝનેસ પાર્ટનર છે. બ્રાન્ડિંગ, માર્કેટિંગ આ બધું જ નવનૂર જ જુએ છે.
જોકે, નવનૂર મારા કોલેજના પ્રોફેસરની દીકરી છે. દિલ્હી પાસે ગાઝિયાબાદથી તેમણે MBA કર્યું છે. 2019ની વાત છે. તે સમયે હું ગોળમાં વિવિધ પ્રકારના એક્સપેરિમેન્ટ કરી રહ્યો હતો॥
નવનૂર કોલજ પાસઆઉટ થયા પછી બિઝનેસ એક્સપ્લોર કરી રહી હતી. જ્યારે તેને ગોળના પ્રોડક્શન વિશે જાણકારી મળી ત્યારે કહ્યું- હું તમારા પ્લાન્ટમાં આવવા ઇચ્છું છું. ગોળ કેવી રીતે બને છે તેને જોવા ઇચ્છું છું. ત્યારથી જ તે અમારી સાથે જોડાઈ ગઈ છે.

આ નવનૂરનો જૂનો ફોટો છે. તેની કોર્પોરેટ ઓફિસ ગુડગાંવ, હરિયાણામાં છે.
કૌશલ જે ગોળ બનાવે છે, તેમાં અનેક કેટેગરી છે. એક ખાંડ જેવો છે, તો બીજો પ્લેન અને મસાલાવાળો ગોળ છે. કૌશલ કહે છે, માર્કેટમાં અમે જોયું કે ગોળની કોઈ બ્રાન્ડ નથી, જ્યારે દરેક ઘરમાં ગોળનો ઉપયોગ તો થાય જ છે.
ઘરમાં, આસપાસ જોતો હતો કે દરેક વ્યક્તિને ડાયાબિટિઝની બીમારી છે. અમે વિચાર્યું કે આ પ્યોર ગોળને ઘર-ઘર પહોંચાડીને ખાંડથી રિપ્લેસ કરીશકાય છે.
અમે ગોળની વિવિધ વેરાયટી બનાવવાનું શરૂ કર્યું, જેથી વડીલોની સાથે-સાથે બાળકોને પણ તે ખાવામાં ટેસ્ટી લાગે.

ગોળ ઉપરાંત કૌશલની કંપની ખાંડ અને ગોળમાંથી બનેલા નાસ્તા પણ બનાવે છે.
કૌશલની જ્યાં ફેક્ટરી છે, ત્યાં આખા ગામનો વિસ્તાર છે. રસ્તાઓ એવા છે કે ગાડીઓ ભાગ્યે જ જોવા મળે છે. કૌશલ તે દિવસોને યાદ કરતા કહે છે કે, અમે ઓનલાઇન તો લોકોને પ્રોડક્ટ વેચવાનું શરૂ કર્યું, પરંતુ અહીં ઈ-કોમર્સ પ્લેટફોર્મની સર્વિસ ખૂબ જ ઓછી રહી છે.
એક ઓર્ડર 15-15 દિવસમાં ડિલિવર થતા હતા. તેનાથી કસ્ટમર્સના ફિડબેક નેગેટિવ આવવા લાગ્યા. તે પછી અમે હરિયાણાના માનેસરમાં પોતાનું વેરહાઉસ સેટલ કર્યું. હવે ત્રણથી ચાર દિવસમાં પ્રોડક્ટની ડિલિવરી થઈ જાય છે.
અમે રોજ 400 જેટલા ઓર્ડરની ડિલિવરી કરીએ છીએ. વેચાણ લગભગ 2 લાખનું છે. વાર્ષિક ટર્નઓવર 7-8 કરોડનું છે.

Business Success story Business Success story Business Success story