
Business success story:-જ્યારે પપ્પા થોડા મોટા થયા તો તેમણે પણ દાદાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું, પછી પપ્પાએ સીડી-કેસેટની દુકાન ખોલી. ત્યાર પછી તે મોબાઈલ કંપનીઓના ડિસ્ટ્રિબ્યુટર બની ગયા અને આજે તેમની ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે.
Business success story

Business success story
1947ની વાત છે. ભારત-પાકિસ્તાન ભાગલા બાદ દાદાને જીવ બચાવવા ભાગવું પડ્યું. જે કંઈ જમીન, મિલકત અને સંપત્તિ હતી એ બધું જ છોડી દેવું પડ્યું હતું.
દાદા પોતાના મોટા ભાઈ સાથે મધ્યપ્રદેશ આવ્યા હતા. અહીં રહેવા માટે ઘર નહોતું કે એક ટાણાનો રોટલો પણ નહીં. તેઓ ઝૂંપડપટ્ટી જેવાં મકાનમાં રહેતા હતા. દાદાએ નાનપણથી જ કામ કરવાનું શરૂ કર્યું, પછી અહીં તેમના લગ્ન થયા.
દાદાએ ઘર ચલાવવા માટે પહેલા કરિયાણાની દુકાન ખોલી. નાની દુકાન હતી. આ દુકાનથી ઘરનું ગાડું ચાલતું હતું.
જ્યારે પપ્પા થોડા મોટા થયા તો તેમણે પણ દાદાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું, પછી પપ્પાએ સીડી-કેસેટની દુકાન ખોલી. ત્યાર પછી તે મોબાઈલ કંપનીઓના ડિસ્ટ્રિબ્યુટર બની ગયા અને આજે તેમની ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે.
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના રહેવાસી રવિ બુધવાની આ કહાની કહી રહ્યા છે. તેઓ ‘મીરા ઈલેક્ટ્રોમોટિવ’ના ફાઉન્ડર છે, જે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર બનાવતી કંપની છે.
રવિ કહે છે, ‘અમારી પાસે એક સમયે રહેવા માટે ઘર નહોતું કે એક ટાણાનું ખાવા માટેનો રોટલો પણ નહોતો. શરૂઆત કરિયાણાની દુકાનથી થઈ હતી. આજે જુઓ તો ઇલેક્ટ્રિક વ્હીકલની કંપની છે. 50 કરોડનો બિઝનેસ કરે છે.
Business success story

Business success story
રવિ બુધવાની મધ્યપ્રદેશના ભોપાલના રહેવાસી છે. તેમણે વર્ષ 2021માં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની ‘મીરા ઇલેક્ટ્રોમોટિવ’ની શરૂઆત કરી હતી.
રવિના દાદીનું નામ મીરા હતું, તેથી જ તેણે આ કંપનીનું નામ મીરા રાખ્યું છે. તે કહે છે, ‘દાદા-દાદીએ તેમના જીવનમાં ઘણું દુ:ખ વેઠ્યું છે. જરા વિચારો કે એક 6 વર્ષનું બાળક પોતાના મોટા ભાઈ સાથે બધું છોડીને પાકિસ્તાનથી ભારત આવ્યું. તેમણે શૂન્યથી શરૂઆત કરી હતી.
દાદી અમને કિસ્સા કહેતા કે જ્યારે તેમના લગ્ન થયા ત્યારે ઘરમાં કોઈ જરૂરી વસ્તુઓ પણ ન હતી. ઘર આજના જેવું નહોતું. અમે કાચા મકાનમાં રહેતાં હતાં. બે ટાણાનો રોટલો મળવો પણ મુશ્કેલ હતો. બાદમાં દાદાએ ઘર ખરીદ્યું. એમાં 10-15 લોકોનો પરિવાર રહેતો હતો.
હવે સમજી શકો છો કે કેવી રીતે જીવન વિતાવતા હતા. એકવાર મારા મોટા દાદાના ઘરમાં ચોરી થઈ હતી અને તેમના એક પુત્રને ડાકુઓએ મારી નાખ્યો હતો. ડરના કારણે તેઓ એમપીના સાગરમાં શિફ્ટ થઈ ગયા. એ સમયગાળો ખૂબ જ ખરાબ હતો.
મેં મારા જીવનમાં બહુ ઓછો સંઘર્ષ જોયો છે, પરંતુ મારી માતાનું જીવન એનાથી પણ વધુ ભયાનક રહ્યું છે. જ્યારે માતા 3 વર્ષનાં હતાં ત્યારે તેમની માતા એટલે કે મારી નાનીનું અવસાન થયું હતું. થોડાં વર્ષો પછી મારા નાના પણ ગુજરી ગયા.
માતા આજે પણ કહે છે – ‘જ્યારે મારી માતાનું નિધન થયું ત્યારે મને એટલું જ યાદ છે કે મારી માતા મારી સામે પડ્યાં હતાં. આટલા નાના બાળકને કેવી રીતે ખબર હશે કે તેની માતા હવે આ દુનિયામાં નથી.
માતા-પિતાના નિધન પછી માસીએ ઉછેર કર્યો હતો. તેમણે કોઈ કમી પડવા દીધી નહોતી, મને માતા જેવો પ્રેમ આપ્યો, પણ મને એ વાતનો અફસોસ છે કે હું મારાં માસીને માતા કહી શકતી નથી.
Business success story

Business success story
આ રવિનો ફેમિલી ફોટો છે. એમાં તેનાં દાદા-દાદી, મમ્મી અને પપ્પા સહિત પરિવારનાં તમામ સભ્યો છે. તેનાં દાદીનું થોડા મહિના પહેલાં જ 105 વર્ષની વયે નિધન થયું હતું.
રવિ માતાના બાળપણને યાદ કરીને ભાવુક થઈ જાય છે. તે કહે છે- ‘આજે પણ જ્યારે માતા તેમના દિવસોની વાત કરે છે ત્યારે તેઓ રડી પડે છે. મારી બહેન ડોક્ટર છે અને મેં કાયદાનો અભ્યાસ કર્યો છે.
મારા ઘરમાં અભ્યાસ અને લેખનનું વાતાવરણ માત્ર મારી માતાના કારણે હતું. આવા પ્રતિકૂળ સંજોગો હોવા છતાં માતાએ મુંબઈમાંથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો.
લૉનો અભ્યાસ કર્યા બાદ ઇલેક્ટ્રિક વાહનનો બિઝનેસ? મેં આશ્ચર્યચક્તિ થઈને રવિને પૂછ્યું.
‘કોઈ અભ્યાસ વ્યર્થ જતો નથી. હું બાળપણથી જ સામાજિક રહ્યો છું. લોકોની તકલીફ જોઈને મને તેમની મદદ કરવાનું મન થતું. મારું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી મેં ગુજરાતની નેશનલ લૉ યુનિવર્સિટી (NLU)માં એડમિશન લીધું હતું.
2017માં લૉનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે થોડાં વર્ષો સુધી દિલ્હીમાં પ્રેક્ટિસ કરી અને પછી મધ્યપ્રદેશ આવ્યો. જે રીતે હું બિઝનેસ અને મહેનતને કારણે પરિવારમાં વિકાસ જોઈને મોટો થયો છું, મેં હંમેશાં વિચાર્યું કે હું ચોક્કસપણે જોબ તો નહીં કરું.
કેટલાંક વર્ષો સુધી પ્રેક્ટિસ કર્યા પછી મેં ભોપાલમાં એક બેકરી સ્ટોર ખોલ્યો, પરંતુ એ કોરોનાને કારણે બંધ કરવો પડ્યો. જે પણ મૂડી રોકી હતી એ ખતમ થઈ ગઈ.
Business success story

Business success story
રવિએ ગુજરાત NLUમાંથી લૉનો અભ્યાસ કર્યો છે. તેણે સલમાન ખુર્શીદથી લઈને રામ જેઠમલાણી સુધીના મોટા વકીલો સાથે પ્રેક્ટિસ કરી છે.
… તો પછી ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં કેવી રીતે?
‘સાચું કહું તો મારા પિતાનો વિચાર હતો. વર્ષ 2000 બાદ જ્યારે ભારતમાં ટેલિકોમ ઉદ્યોગ ધમધમી રહ્યો હતો ત્યારે તેમણે સીડી-કેસેટનો બિઝનેસ છોડી દીધો અને મોબાઈલ બિઝનેસમાં આવ્યા. તેમનામાં બિઝનેસની સારી સમજ છે.
અત્યારે ઈલેક્ટ્રિક વ્હીકલનો યુગ છે અને ભવિષ્યમાં ટ્રાન્સપોર્ટેશન સંપૂર્ણપણે એના તરફ વળશે. જ્યારે 2020માં બેકરી સ્ટોર બંધ થયો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું માર્કેટ આસમાને પહોંચશે. આમાં આપણે કંઈક કરવું જોઈએ.
મેં આ બિઝનેસમાં સંભવિતતા પણ જોઈ. મેં આ અંગે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. હું લૉનો સ્ટુડન્ટ છું, મને એની ટેક્નિકલ બાબતો પણ ખબર નહોતી. જોકે તમામ વાહનોના મૂળભૂત કમ્પોનન્ટ્સ સમાન હોય છે.
સ્કૂટરની કેટેગરી અને એના સંબંધિત કમ્પોનન્ટ્સ વિશે જાણવામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો. કહેવાય છે કે જ્યાં સુધી તમે તળાવમાં ઝંપલાવો નહીં ત્યાં સુધી તમે તરતા આવડશે નહીં.
2021માં અમે પાયલોટ પ્રોજેક્ટ બાદ માર્કેટમાં આવ્યા, જેમાં લગભગ 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. થોડા સેવિંગમાંથી પૈસા હતા. કેટલીક બેંકો પાસેથી લોન લેવી પડી હતી.
Business success story

Business success story
રવિના વેરહાઉસથી લઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ સુધીનું બધું જ કામ ભોપાલમાં કરે છે.
રવિ હસતાં હસતાં એક કિસ્સો જણાવે છે. તે કહે છે, ‘મેં MBA પણ નથી કર્યું. જ્યારે આ સ્કૂટર માર્કેટમાં લૉન્ચ થયું ત્યારે એનું વેચાણ કરવું મુશ્કેલ હતું. એ સમયે લોકો ઈલેક્ટ્રિક વ્હીકલ વિશે જાગ્રત નહોતા. તેઓ એને નુકસાનીનો સોદો માનતા હતા.
હું દરરોજ ડઝનેક કોલ કરીને અલગ-અલગ ડીલરોને તેમને મારી પ્રોડક્ટ પર એક નજર નાખવાનું કહેતો. એના મોડલ અને એના ફાયદા જાણો. કેટલાક ડીલરોએ અમારા વેરહાઉસ અને મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત પણ લીધી હતી, પરંતુ મધ્યપ્રદેશના એક વેપારીએ કહ્યું હતું કે ભાઈ હું નથી આવતો. જો તમારે સ્કૂટર વેચવું હોય તો એ લઈને અમારા સ્ટોર પર આવી જાઓ, જો ગમશે તો હું સેલ કરીશ, નહીં તો તમે પાછું લઈ જજો.
મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આવા પડકારો આવશે. હવે આ કોઈ નાની વસ્તુ નથી, જેને કોથળામાં ભરીને બજારમાં લઈ જવાય.
ધીરે ધીરે માઉથ પબ્લિસિટી દ્વારા, આજે અમે બિહાર, ઝારખંડ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવાં રાજ્યોમાં છીએ. લગભગ 100 ડીલર છે. દર મહિને 300થી વધુ વ્હીકલોનું વેચાણ. એક વ્હીકલની સરેરાશ કિંમત 70 હજાર રૂપિયાની આસપાસ છે.
Business success story

Business success story
હાલમાં રવિ સાથે 10થી વધુ લોકો કામ કરે છે. તેમનું સ્વપ્ન બિઝનેસ દ્વારા રોજગારી આપવાનું પણ છે.
રવિ દ્વારા બનાવેલું ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર અન્ય કંપનીઓના ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરથી અલગ છે. કહે છે, ‘અમે એને ખાસ કરીને લોઅર મધ્યમવર્ગના પરિવારો માટે બનાવ્યું છે. ટાર્ગેટ કસ્ટમર ટિયર-2, 3 શહેરોના છે. ખરેખર માર્કેટમાં જે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર છે એની કિંમત એક લાખથી વધુ છે.
અમે કિંમતની સાથે સાથે ક્વોલિટીને પણ ધ્યાનમાં રાખી છે. નાના માણસો માટે આ વ્હીકલ ખૂબ જ સારું છે. અમે એના કમ્પોનન્ટસ ભારતમાં જ બનાવીએ છીએ. અમારો ટાર્ગેટ આગામી એક વર્ષમાં ઓછામાં ઓછા 500 વ્હીકલ દર મહિને વેચવાનો છે. અમે ઈ-રિક્ષાનું મેન્યુફેક્ચરિંગ પણ શરૂ કર્યું છે.
