Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) has published GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Important Notice 2022, Check below for more details. GCCJOBINFO.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Important Notice 2022
જાહેરાત ક્રમાંક : ૧૫૦/૨૦૧૮-૧૯,બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ભરતી પ્રક્રીયા સંદર્ભેની અગત્યની જાહેરાત:
જાહેરાત ક્રમાંક ૧૫૦/૨૦૧૮-૧૯ બિન-સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ ની ભરતી કાર્યવાહી અંતર્ગત હાલમાં ઉમેદવારોની અરજી ચકાસણીની કાર્યવાહી આખરી તબક્કામાં ચાલી રહેલ છે. ઉક્ત ભરતી પ્રક્રિયામાં વ્યક્તિગત કારણોસર અથવા અન્યત્ર પસંદગી કરવાથી જો કોઈ ઉમેદવાર ભરતી પ્રક્રિયાના આગલા તબક્કામાં ભાગ લેવા ના ઇચ્છતા હોય અને પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માંગતા હોય તો તેવા ઉમેદવાર માટે withdrawal નો વિકલ્પ ઉપલબ્ધ કરાયેલ છે જે અંતર્ગત હાલમાં કુલ ૫૮ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે.
સિનિયર ક્લાર્ક તેમજ હેડ ક્લાર્કની ભરતી પ્રક્રિયાઓ અંતર્ગત ઉમેદવારોની જે તે કચેરીને નિમણૂંક માટે ભલામણ કરવામાં આવેલ છે અને ઉક્ત ઉમેદવારોની નિમણૂક પ્રક્રિયા હાલમાં પ્રગતિમાં છે અને અનુભવે એવું જણાયેલ છે કે અનેક ઉમેદવારો એક કરતાં વધુ જગ્યાએ પસંદગી પામેલ હોવા છતાં જ્યાં સુધી નિમણુકની પ્રક્રિયા પૂર્ણ ન થાય અને તેઓને નિમણૂંકનો હુકમ ન મળે ત્યાં સુધી તેઓ અન્ય પરીક્ષામાં તેમના ઉમેદવારી અંગેના હકને જતો કરવા માગતા નથી. આથી, અગાઉની પરીક્ષાઓ અંતર્ગતની નિમણૂકો અને સદરહું પરીક્ષાની નિમણૂકો વચ્ચે ચોક્કસ અંતર રાખવું આવશ્યક જણાય છે, જેથી સદરહું પરીક્ષામાં મહત્તમ ઉમેદવારોને નોકરીનો લાભ પ્રાપ્ત થઇ શકે અને withdrawal નો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય હેતુ સિધ્ધ થઇ શકે.
ઉપરોક્ત સમગ્ર હકીકતોને અનુલક્ષીને મહત્તમ ઉમેદવારોને નોકરીનો લાભ મળી શકે તે હેતુથી ઉમેદવારો અને સરકારશ્રીના હિતને ધ્યાનમાં રાખતા સદરહુ જાહેરાતની નિમણૂંક પ્રક્રિયા પૂરી થવામાં વધુ સમય લાગશે, જેની ઉમેદવારોએ નોંધ લેવી.
Important Links:
Notice: Click Here
For more details: Click Here