GSSSB Surveyor Notification updated with more posts in 2024.

GSSSB Surveyor Notification

The GSSSB Surveyor Notification of the amendment regarding the increase in posts in 2024 has been published by the Gujarat Gaun Seva Pasandgi Mandal. Find more details below.

GSSSB Surveyor Waiting List
GSSSB Surveyor Notification

જાહેરાત ક્રમાંક: ૨૧૩/૨૦૨૩૨૪, સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની ભરતીમાં જગ્યા અંગેની સુધારા જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વહીવટી વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા સંવર્ગોની વર્ગ-૩ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની સંયુક્ત જા.ક્ર. ૨૧૩/૨૦૨૩૨૪ થી ૨૨૪/૨૦૨૩૨૪ તા.૧૦/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરી તા.૧૭/૧૧/૨૦૨૩ થી તા.૦૨/૧૨/૨૦૨૩ દરમ્યાન ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા.

આ સંયુક્ત જાહેરાત પૈકીની મહેસૂલ વિભાગ હસ્તકની સર્વેયર, વર્ગ-૩ સંવર્ગ માટેની જા.ક્ર.:૨૧૩/૨૦૨૩૨૪ માં કુલ : ૪૧૨ જગ્યાઓ દર્શાવવામાં આવેલ હતી. વનવિભાગ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઑફ ધી ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય હસ્તકની સર્વેયર, વર્ગ-૩ ની ૫૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેનું માંગણીપત્રક મળેલ છે.

જે અનુસાર સર્વેયર, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં સુધારો થાય છે. તેથી તા.૧૦/૧૧/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ ઉકત સંયુક્ત જાહેરાતના પૃષ્ઠ ૧ તેમજ ૪ પર દર્શાવેલ જા.ક્ર. ૨૧૩/૨૦૨૩૨૪ ની સર્વેયરની જગ્યાઓમાં વન – વિભાગના સર્વેયરની વધુ ૫૦ જગ્યાઓનો ઉમેરો થયેલ છે. આથી નીચે દર્શાવ્યા મુજબની ભરતી કરવા માટેની જગ્યાઓ સંબંધિત ઉમેદવારોએ ધ્યાને લેવાની રહેશે.

Total Posts: 462 Posts

Notification: Click  Here

Official website: Click Here

GSSSB

Leave a Comment