ગુજરાત પોસ્ટ ઓફીસ ભરતી 2022

ગુજરાત પોસ્ટ ઓફીસ ભરતી 2022 : ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTS ની કુલ 188 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત દ્વારા કરવામાં આવશે.

ધોરણ 10 પાસ અને સ્પોર્ટ્સ નું માન્ય સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, વય મર્યાદા, ફોર્મ ભરવાની રીત અને બીજી તમામ માહિતી માટે આ પોસ્ટ સંપૂર્ણ વાંચો.

ગુજરાત પોસ્ટ ઓફીસ ભરતી 2022

ગુજરાત પોસ્ટ ઓફીસ ભરતી 2022

વિભાગનું નામગુજરાત પોસ્ટ વિભાગ
પોસ્ટનું નામપોસ્ટલ આસિસ્ટન્ટ, MTS, પોસ્ટમેન
કુલ જગ્યાઓ188
જોબ લોકેશનગુજરાત
અરજી પક્રિયાઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ22 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટdopsportsrecruitment.in

ગુજરાત પોસ્ટ સર્કલમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા ની કુલ 188 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે. 18 થી 27 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.

ગુજરાત પોસ્ટમેન ભરતી 2022

ગુજરાત પોસ્ટ દ્વારા સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
પોસ્ટલ આસિસ્ટન્ટ71
પોસ્ટમેન/મેલગાર્ડ56
MTS61

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
પોસ્ટલ આસિસ્ટન્ટધોરણ 12 પાસ
પોસ્ટમેન / મેલગાર્ડધોરણ 12 પાસ
MTSધોરણ 10 પાસ

સ્પોર્ટ્સ લાયકાત : ઉમેદવાર પાસે માન્ય રાજ્ય કક્ષા/નેશનલ કક્ષા અને ઇન્ટનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ.

વય મર્યાદા

પોસ્ટનું નામવય મર્યાદા
પોસ્ટલ આસિસ્ટન્ટ18 – 27 વર્ષ
પોસ્ટમેન/મેલગાર્ડ18 – 27 વર્ષ
MTS18 – 25 વર્ષ

અરજી ફી

Gen/OBC/EWSરૂ.100/-
Women/SC/ST/ESMNil

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
પોસ્ટલ આસિસ્ટન્ટરૂ.25,500 થી 81,100/-
પોસ્ટમેન / મેલગાર્ડરૂ.21,700 થી 69,100/-
MTSરૂ.18000 થી 56,900/-
સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
ઓનલાઈન અરજીઅરજી અહીંથી કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત પોસ્ટ ઓફીસ ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

ગુજરાત પોસ્ટ ઓફીસ ભરતી 2022 માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત પોસ્ટ ઓફીસ ભરતી 2022 પસન્દગી પ્રક્રિયા શું છે?

ઉમેદવારની પસંદગી સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

ગુજરાત પોસ્ટ ઓફીસ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરુ થવાની તારીખ : 23.10.2022
અરજી કરવાની છેલ્લી તારીખ : 22.11.2022