Information about UPSC exam in Gujarati:UPSC 2024

Information about UPSC exam in Gujarati:UPSC 2024

નમસ્કાર મિત્રો, 

“My Gujarat words” ગુજરાતી સાઈટમાં તમારું સ્વાગત છે.

આ પોસ્ટ વાંચતા પહેલા પોતાની જાતને વચન આપજો કે હું ઓછામાં ઓછા એક વિદ્યાર્થીને યુ.પી.એસ.સી. પરીક્ષા માટે પ્રેરિત કરીશ.

UPSC Full Details in Gujarati Language

જે મિત્રો આ પોષ્ટ વાચી રહ્યા છે અને અમારા સર્વે મુજબ નીચે કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે. આ પ્રશ્નો વિધ્યાર્થીઓ અને વાલીઓને સતત મુંજવતા રહ્યા છે. તમામ યુપીએસસી વિષયના પ્રશ્નોના જવાબ આજે ગુજરાતી ભાષામાં મેળવીશું.

Information about UPSC exam in Gujarati:UPSC 2024

UPSC શું  છે?

UPSC એક કેંદ્ર સરકાર દ્વારા ક્લાસ ૧ અધિકારીની પરીક્ષા લેવામા આવતુ પરિક્ષા બોર્ડ  છે. આઈએસ, આઈપીએસ, આઇએફએસ, આઈ આર એસ, જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે.  UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસની પણ એક્ઝામ લે છે.

UPSC નું પૂરું નામ શુ છે? 

UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે.

UPSC ની પરીક્ષા પધ્ધતિ વિશે જાણીશુ. જેમા પરિક્ષાના પ્રકાર, પૂછવામા આવતા વિષયો, કુલ ગુણ વગેરેની ચર્ચા કરીશુ.

UPSC Exam કેવી રીતે લેવાય છે? 

UPSC Exam  મુખ્ય ત્રણ ભાગમા લેવાય છે. ૧. પ્રિલિમ એક્ઝામ, ૨. મેઈન એક્ઝામ,  ૩.ઇન્ટરવ્યૂ 

યુ.પી.એસ.સી. પ્રિલિમ એક્ઝામ પધ્ધતિ કેવી હોય છે?

UPSC Preliminary Exam Pattern & Syllabus in Gujarati

 • યુ.પી.એસ.સી. પ્રિલીમ પરિક્ષામા બે પેપર હોય છે.
 • બન્ને પેપર ૨૦૦-૨૦૦ માર્કના હોય છે.
 • જો તમે બીજા પેપરમા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર ૧ ચેક થાય છે .
 • તમારા પેપર ૧ ના માર્ક ઉપરથી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ.
 •  (બીજા પેપરના માર્ક ગણાતા નથી)
 • ૩ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે,જો તમે પ્રથમ પેપરમાં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો
 • પ્રીલીમ પરિક્ષામા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટમાં ગણાતા નથી.

યુ.પી.એસ.સી. મુખ્ય પરિક્ષા પધ્ધતિ કેવી હોય છે?

UPSC Main Exam Pattern & Syllabus in Gujarati

UPSC Main Exam  મા કુલ નવ પેપર હોય છે .

 • પહેલુ  પેપર  અંગ્રેજી ભાષાનુ (જે બધા ઉમેદવાર માટે કોમન છે,પાસ થવા માટે ૩૦૦ માંથી ૭૫ ગુણ આવવા જરૂરી છે)
 • બીજું પેપર ભાષા નું હોય છે, (બંધારણની ૮ મી  અનુસૂચિ માં ૨૨ ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો
 • તેમાં ગુજરાતી પણ છે ચિંતા ના કરો, તેમાં પણ પાસ થવા ૩૦૦ માંથી ૭૫ માર્ક આવવા જરૂરી છે.)
 • આ બન્ને પેપરમા પાસ થવું જરૂરી છે પરંતુ આના માર્ક મુખ્ય પરિક્ષામા ગણાતા નથી 

મુખ્ય પરિક્ષામા ૭ પેપરના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે : Information about UPSC exam in Gujarati:UPSC 2024

 • નિબંધનું પેપર 
 • ચાર જનરલ સ્ટડીના પેપર 
 • બે optional‌‌ ના પેપર 
 • ( જે તમારે નક્કી કરવાનો હોય છે, જે વિષય રાખવો હોય તે, ભાષા પણ રાખી શકાય, UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ )
 • આ સાત પેપર ૨૫૦ માર્કના હોય છે
 • ૩ મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય ( જે માટે દિલ્હી જવું પડે ) 

યુ.પી.એસ.સી. ઇન્ટરવ્યૂ પરિક્ષા પધ્ધતિ કેવી હોય છે?

ઇન્ટરવ્યૂ  કુલ ૨૭૫ માર્કનું હોય છે.  ઇન્ટરવ્યૂમાં તમારા સ્નાતકના મુખ્ય વિષય, દેશની સમસ્યા અને તેના નિવારણ , આંતરરાષ્ટ્રીય સબંધ, તમે જે જિલ્લા કે તાલુકામાંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે? તેનો ઈતિહાસ શું છે વગેરે, ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે. 

UPSC પાસ કરેલા અધિકારીઓ નું કહેવું છે કે મોટાભાગે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે.

UPSC ની ભરતીમાં કઈ સર્વિસ મળે? 

UPSC Exam કુલ ૨૦૨૫ માર્કની હોય છે જેમાથી  ઉમેદવારને માર્ક મળતા હોય છે. પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી. જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે.

UPSC નો સિલેબસના વિષયો ક્યા ક્યા છે?

UPSC એક્ઝામના સિલેબસમા ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, પોલિટીકલ સાયન્સ, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, અને બે ઓપ્સનલ વિષય. આ રીતે UPSC Main Exam મા  Syllabus ના વિષયો હોય છે. જેની તમારે તૈયારી કરવાની છે. 

UPSC પરિક્ષાની તૈયારી ક્યાંથી શરૂ કરવી?

UPSC ની તૈયારીની શરૂઆત NCERT થી કરવી જોઈએ.  જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય. 

હિસ્ટ્રી વિષય માટે:

 • ધો. ૬ થી ૧૨ ના ncert પાઠ્ય પુસ્તકો
 • પ્રાચીન ભારતનો ઇતિહાસ
 • મધ્ય ભારત નો ઇતિહાસ 
 • આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો
 • ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શક

ભૂગોળ વિષય માટે:

 • ધો. ૬ થી ૧૨ ncert પાઠ્ય પુસ્તકો
 • કરંટ અફેર્સ વાંચવું 
 • ભૂગોળની કોઈ સારી બુક વાંચવી 

અર્થશાસ્ત્ર વિષય માટે:

 • ધો. ૬ થી ૧૨ ncert પાઠ્ય પુસ્તકો
 • રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી 
 • કરંટ અફેર્સ વાંચવું 
 • યુટ્યુબ પરના  મૃણાલ પટેલના લેક્ચર જોવા 

પોલિટીકલ સાયન્સ વિષય માટે:

 • ધો ૬ થી ૧૨  ncert પાઠ્ય પુસ્તકો
 • એમ.લક્ષ્મીકાંતની પોલિટીકલ સાયન્સની બુક 
 • કરંટ અફેર્સ 

સમાજશાસ્ત્ર વિષય માટે:

 • ધો. ૬ થી ૧૨ ncert પાઠ્ય પુસ્તકો
 • સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી ( તમને જે સરળ ભાષા માં સમજાય તે )
 • Ucg ચેનલ પર મહપ્તરા સરના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર.

વિજ્ઞાન વિષય માટે:

 • ધો. ૬ થી ૧૦  ncert પાઠ્ય પુસ્તકો ( ૧૧ ,૧૨  સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો. )
 • કરંટ અફેર્સ 

ગણિત વિષય માટે:

 • ધો. ૬ થી ૧૦ ncert પાઠ્ય પુસ્તકો (ગણિતનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ, ખાલી દસમાં સુધીનું)

અંગ્રેજી વિષય માટે:

 • અંગ્રેજીમાં દશમાં સુધીનું ગ્રામરનું નોલેજ જોઈએ. UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્કનું પેપર આવે છે મેઈન એક્ઝામમાં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક. આ માર્ક ફાઈનલ એક્ઝામમાં ગણાતા નથી

Optional subject માટે:

 • Optional ના બે પેપર હોય છે

ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું : Information about UPSC exam in Gujarati:UPSC 2024

 • ગુજરાતી ભાષાનો ઇતિહાસ 
 • ગદ્ય અને પદ્ય બન્ને 
 • રઘુવીર ચૌધરી ની નવલકથા અમૃતા વાંચવી
 • પાટણની પ્રભુતા , સૌરાષ્ટ્રની રસધાર વગેરે 

આ સિવાય પણ નીચે જણાવેલ વિષયોના સમ્દર્ભ સાહિત્ય માહિતીનો અભ્યાસ કરવો 

 • રાજ્યસભા ટીવી જોવ
 • દરરોજ ન્યુઝ પેપર વાંચવું ( ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર ) 
 • મહિનાનું કરંટ મેગેઝીન વાંચવું 
 • જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામના નજીકમાં તમે તેનું રીવીઝન કરી શકો .
 • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની બધી યોજના જાણવી .
 • ભારતના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે  તે બધું જ જાણવું જરુરી છે .
 • ભારતની મુખ્ય સમસ્યા કઈ છે? 

કોણ UPSC નું ફોર્મ ભરી શકે? : Information about UPSC exam in Gujarati:UPSC 2024

 • UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે .
 • તમારું સ્નાતક પૂરું થવું જોઈએ .( લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ  આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે . જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.)
 • કોઈ પણ વિષય મા સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે

હજુ પણ વાલીઓ અને વિધ્યાર્થીઓ એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજનો ટોપર જ પાસ કરી શકે,  આપડું કામ નથી. એવુ નથી હોતુ.  

 1. ૨૦૧૭ માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે. તેમના ૧૦ માં ૫૨ અને ૧૨ ના ૫૫ ટકા હતા. સ્નાતક માં પણ ૫૫ ટકા હતા. છતાં તેમને UPSC પાસ કરી.  તે કુલ ૮ વખત UPSC માં ફેલ થયા હતા નવમાં ટ્રાયલમાં તે સફળ રહ્યા .
 2. મનોજ કુમાર શર્મા  ૧૨ ધોરણમાં ફેલ થયા હતા.  છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા. હાલ માં તે એસીપી છે.આવા તો ઘણા બધા ઉદાહરણ છે.

એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ  ક્યાં સુધી પહોંચી શકે? જે નીચે આપેલા આપણા ભારતના કેટલાક જાણીતા વ્યક્તિઓની માહિતી દ્વારા સમજીએ. 

 1. અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે. તે દિલ્હી માં ઇન્કમટેક્સ કમિશ્નર હતા. હાલ માં તે દિલ્હી ના મુખ્યમંત્રી છે.
 2. ભારત સરકાર ના વિદેશ મંત્રી એસ. જયશંકર એ UPSC પાસ કરેલી છે. એસ. જયશંકર આઈ.એફ.એસ ઓફિસર હતા.
 3. ભારત સરકારના પૂર્વ  નાણામંત્રી યશવંત સિન્હા એ UPSC પાસ કરેલી છે. યશવંત સિન્હા ક્લેક્ટર હતા.
 4. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિજી સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે.
 5. ઉત્તર પ્રદેશના ચાર વખત મુખ્યમંત્રી રહેલા લોકસભાના સાંસદ રહેલા રાજ્યસભા ના સાંસદ રહેલા માયાવતીજીએ પણ UPSC ની તૈયારી કરેલી છે.

જો તમે પણ IAS , IPS કે બીજા કોઈ અધિકારી બનીને દેશ અને દેશના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ. આજથી આ પરીક્ષાની તૈયારી શરૂ કરી દો. 

જે મિત્રો આ પોષ્ટાને વાચી રહ્યા છે તેમને અમારી નમ્ર વિનંતિ કે તમારા સોશિયલ મિડીયામા આ માહિતીને વધુમા વધુ શેર કરો, જેથી જરૂરીયાતવાળા વિધ્યાર્થી મિત્રોને સારી અને સાચી માહિતી મળી રહે.

Information about UPSC exam in Gujarati:UPSC 2024 Information about UPSC exam in Gujarati:UPSC 2024

IMPORTANT LINK

Download full pdf of upsc in gujarati

Leave a Comment