SPIPA Notice Regarding Admission:Sardar Patel Institute of Public Administration (SPIPA) has published Notice Regarding Admission & Online Fee (Refundable Deposit) Payment for UPSC CSE (Mains) 2023 Training Program, Check below for more details.
યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૩ની પ્રિલિમ પરીક્ષામાં સફળતા મેળવી મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલ હોય તેમજ ગુજરાતના ડોમિસાઇલ હોય તેવા જ ઉમેદવારો (એટલે કે જે ઉમેદવારોની માતૃભાષા ગુજરાતી હોય અથવા જે ઉમેદવારોએ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલ હોય અથવા ૧લી ઓગષ્ટ પહેલાં ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવારો) જો સ્પીપા ધ્વારા ચલાવવામાં આવતા મુખ્ય પરીક્ષાના તાલીમવર્ગમાં જોડાવા માંગતા હોય એ જ તાલીમાર્થીઓએ આ સાથે Anexure A માં જણાવેલ બારકોડ પર UPI થી ઓનલાઇન રીફંડેબલ ડિપોઝીટ રૂ. ૩,૨૦૦/- ભરવાની રહેશે અને Annexure Bમાં જણાવ્યા મુજબનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરી સ્કેન કોપી અત્રે spipa.upsc@gmail.com પર મોકલી આપવાનું રહેશે.
SPIPA Notice Regarding Admission SPIPA Notice Regarding Admission
SPIPA Notice Regarding Admission
સ્પીપાના વર્તમાન બેચ/ભૂતપૂર્વ તાલીમાર્થીઓ છે કે જેમણે ડિપોઝીટ પરત મેળવી નથી તેઓએ ડીપોઝીટ ભરવાની રહેતી નથી. એમણે માત્ર પોતાની માહિતી તથા ડિપોઝીટ ભર્યાની રસીદની નકલ અને રજીસ્ટ્રેશન ફોર્મ ભરીને spipa.upsc@gmail.com પર મોકલી આપવાનું રહેશે.
UPI થી ઓનલાઇન ડિપોઝીટ ભર્યા બાદ તે જ સમયે (૧) થયેલ ટ્રાન્જેક્શનનો સ્ક્રિનશોટ (૨) આધારકાર્ડની નક્લ (૩) યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પ્રિલિમ પરીક્ષા ૨૦૨૩ની હોલ ટીકીટ અને (૪) ગુજરાત સરકાર ધ્વારા આપવામાં આવેલ જન્મનું પ્રમાણપત્ર અથવા ગુજરાત બોર્ડની SSC/HSCની માર્ઝીટ અથવા ગુજરાતની કોઇ યુનિવર્સીટીમાંથી સ્નાતક કરેલ હોય તો તેનું ડિગ્રી સર્ટિફિકેટ અથવા ગુજરાત સરકારનું ડોમિસાઇલ સર્ટીફિકેટ કોઇ આધાર પુરાવો spipa.upsc@gmail.com પર મોકલી આપવાનો રહેશે. જે ઉમેદવાર ગુજરાતના ડોમિસાઇલ છે માત્ર તેઓને સદર તાલીમવર્ગમાં પ્રવેશ મળવાપાત્ર છે.
ડિપોઝીટ ભર્યાની અસલ પહોંચ આપે સ્પીપામાંથી એકત્રિત કરવાની અથવા આપના કોઇ પ્રતિનિધિ ધ્વારા એકત્રિત કરાવી લેવડાવવાની રહેશે.
Official Website: Click Here