Good News! Upcoming Gujarat Government JOB of 2024 announcement in the assembly

Upcoming Gujarat Government JOB of 2024

Planning to recruit a total of 21084 posts in the year 2024

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન દસ વર્ષમાં સીધી ભરતીથી વિવિધ વિભાગોમાં કુલ ૧,૫૬,૪૧૭ જગ્યાઓ પર ઉમેદવારોને ભરતી કરવાનું આયોજન હતું. જેની સામે ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૧,૬૭,૨૫૫ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

  • વર્ષ 2024 માં કુલ 21084 જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન
  • વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા ચાલુ
  • ૧.૩૦ લાખ થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GAD ને મળી

Upcoming Gujarat Government JOB of 2024 આ ઉપરાંત વર્ષ ૨૦૨૪ થી ૨૦૩૩ સુધીના ભરતી કેલેન્ડર બનાવવાની પ્રકિયા હાલ ચાલુ છે જેમાં આગામી સમયમાં ૧.૩૦ લાખ થી વધુ જગ્યાઓ ભરવાની દરખાસ્ત GADને મળી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલી ભરતી વિશે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩માં રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોની કુલ ૩૫,૦૩૮ જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓ માટે ૩૭૮૦ ઉમેદવારો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ધ્વારા વર્ગ-૩ની જગ્યાઓ માટે ૬,૪૦૮, પોલીસ ભરતી બોર્ડ ધ્વારા વર્ગ-૩ની જગ્યાઓ માટે ૧૨,૧૪૫, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨,૭૦૫ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. 

ભરતી બોર્ડ દ્વારા 2024 માં 21,084 જગ્યાઓ ભરવા માટે આયોજન:Upcoming Gujarat Government JOB of 2024
મંત્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ ૨૦૨૪માં કુલ ૨૧,૦૮૪ જગ્યાઓ ભરવા માટે પણ વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૭,૪૫૯ જગ્યાઓ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા ૧૨,૦૦૦, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૧,૬૨૫ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. 

ઓક્ટોમ્બર-2023 માં બેરોજગારીનો દર 3.2 ટકા:Upcoming Gujarat Government JOB of 2024
મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકારના ઓક્ટોબર-૨૦૨૩માં પ્રસિધ્ધ થયેલ આંકડા પ્રમાણે દેશમાં હાલ બેરોજગારીનો દર ૩.૨ ટકા છે. જેની સામે ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર ૧.૭ ટકા છે. ડિસેમ્બર-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ૩,૧૦,૫૯૦ બે વર્ષમાં ૫,૮૫,૩૯૦ અને છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૪,૪૩,૭૯૦ લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ.

See full Details