યુપીએસસીની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી – UPSC Exam Information In Gujarati

Contents show
UPSC Exam Information In Gujarati

મિત્રો, આજે તમને અહિયાં ભારતની એક એવી પરીક્ષા વિશે જાણવા મળશે જેનું સપનું લાખોથી પણ વધારે લોકો જોતાં હોય છે અને આ પરીક્ષા એ સૌથી કઠિન પરીક્ષાઓમાંની એક પરીક્ષા છે. આજે તમને અહિયાં યુપીએસસીની પરીક્ષા વિશે જાણવા મળશે. યુપીએસસીની પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ, તેના માટે વયમર્યાદા શું છે, તેનો અભ્યાસક્રમ શુ છે અને બીજી અન્ય ઘણી બાબતો યુપીએસસી વિશે તમને આ આર્ટીકલમાં જાણવા મળશે. તો ચાલો હવે આપણે તેના વિશે જાણીએ. UPSC Exam Information In Gujarati UPSC Exam Information In Gujarati

UPSC Exam Information In Gujarati| યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા વિશે માહિતી:

યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા માટે મિત્રો લાખો આવેદન દર વર્ષે આવતા હોય છે. જેમાં ઘણા ઓછા લોકો આ પરીક્ષામાં સફળ થતાં હોય છે. આ એ સફળ લોકો હોય છે જે આ પરીક્ષા માટે પદ્ધતિસરની તૈયારી કરતાં હોય છે. આ પરીક્ષા એ સૌથી કઠિન પરીક્ષાઓમાની એક ગણવામાં આવે છે. યુપીએસસી જેનું આખું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. જેને ગુજરાતીમાં સંઘ લોકસેવા આયોગ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ પરીક્ષા આપી અને તેને પાસ કરીને તમે IAS, IPS, IRS, IFS, IRTS, ICLS જેવા પ્રતિષ્ઠિત પદ ઉપર નોકરી મેળવી શકો છો. 

યુપીએસસીની પરીક્ષા માટે વયમર્યાદા કેટલી હોય છે:UPSC Exam Information In Gujarati

મિત્રો યુપીએસસીની પરીક્ષા માટે તમારે ઓછામાં ઓછી ઉંમર જોવા જઈએ તો તમે ૨૧ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને વધુમાં વધુ જોવા જઈએ તો ૩૨ વર્ષ તેની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે. જેમાં જનરલ કેટેગરી અને EWS કેટેગરીના ઉમેદવારની વયમર્યાદા ૩૨ વર્ષ સુધી રાખવામા આવી છે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે આખરી વયમર્યાદા ૩૭ વર્ષ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ૩૫ વર્ષની વયમર્યાદા રાખવામા આવી છે. જે તમે દરવર્ષે યુપીએસસી સિવિલ સર્વિસિસની નોટિફિકેશન બહાર પડે તેમાં જોઈ શકો છો. 

એક ઉમેદવાર કેટલીવાર યુપીએસસીની પરીક્ષા આપી શકે છે:UPSC Exam Information In Gujarati

જનરલી જોવા જઈએ તો તમે યુપીએસસીની પરીક્ષામાં ૬ પ્રયાસ કરી શકો છો. પણ તેમાં આરક્ષિત ઉમેદવારો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. જનરલ કેટેગરીના ઉમેદવારો ૬ વખત, ઓબીસી કેટેગરીના ઉમેદવારો ૯ વખત અને એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો પોતાની વયમર્યાદા સુધી પ્રયાસો કરી શકે છે. એસસી અને એસટી ઉમેદવારો માટે તે ચાહે તેટલા પ્રયાસ પોતાની વયમર્યાદા સુધી કરી શકે છે. 

 યુપીએસસીની પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત શું છે:UPSC Exam Information In Gujarati

સામાન્ય રીતે જોવા જઈએ તો જે લોકોએ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે તે લોકો યુપીએસસીની પરીક્ષા માટે આવેદન કરી શકે છે એટ્લે કે આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે. તમે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં હોય અને છેલ્લું સેમિસ્ટર હોય તમારે તો તમે આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકો છો. 

યુપીએસસીની પરીક્ષા કેટલા ભાગમાં લેવામાં આવે છે:UPSC Exam Information In Gujarati

મિત્રો યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા એ ત્રણ ભાગમાં લેવામાં આવે છે. જેમાં પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા, ત્યાર બાદ મુખ્ય પરીક્ષા અને છેલ્લે ઇન્ટરવ્યુ પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેમાં તમારે પ્રથમ પ્રિલિમિનરી પરીક્ષા એ મલ્ટિપલ ચોઈસ પ્રકારની હોય છે. મુખ્ય પરીક્ષામાં તમારે લખવાનું આવતું હોય છે અને છેલ્લે ઇન્ટરવ્યુ પરીક્ષા એ મૌખિક રીતે લેવામાં આવતી હોય છે. 

૧) પ્રિલિમિનરી પરીક્ષા:

મિત્રો સિવિલ સેવા પરીક્ષાનો પ્રાથમિક તબક્કો એ પ્રિલિમિનરી પરીક્ષા છે. જેમાં તમારે ૨ પેપર આપવાના રહેશે. આ બંને પેપર ૨૦૦ ગુણના રહેશે. સિવિલ સેવા નું પ્રથમ પેપર એ સામાન્ય અભ્યાસનું અને બીજું પેપર સિસેટ (એપ્ટિટ્યુડ ટેસ્ટ) નું હશે. સામાન્ય અભ્યાસના પેપરમાં તમારે ૧૦૦ પ્રશ્નો આવશે અને તે દરેક પ્રશ્ન ૨ ગુણનો હશે. સિસેટના પેપરમાં તમારે ૮૦ પ્રશ્નો આવશે અને દરેક પ્રશ્ન 2.5 ગુણનો હશે.આ બંને પેપરમાં તમને ૨ કલાકનો સમય આપવામાં આવશે. 

સિવિલ સેવા પરીક્ષાના પહેલા પેપર સામાન્ય અભ્યાસમાં તમારે સામાન્ય અભ્યાસમાં ઇતિહાસ, કરંટ અફેર્સ, અર્થશાસ્ત્ર, ભૂગોળ, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, ભારતીય રાજ્યવ્યવસ્થા જેવા વિષયોમાથી પ્રશ્નો પુછવામાં આવશે. જ્યારે આ પરીક્ષાના બીજા પેપરમાં તમારે જનરલ મેન્ટલ એબિલિટી, લોજિકલ રિઝનિંગ જેવા વિષયોમાથી પ્રશ્ન પુછવામાં આવશે.

મિત્રો આ બંને પેપરમાથી જો કોઈ મુખ્ય પેપર હોય તો તે સામાન્ય અભ્યાસનું છે. તમારે તેમાં વધારેમાં વધારે ગુણ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રિલિમિનરી પરીક્ષાનું બીજું પેપર જેમાં ફક્ત તમારે ૩૩ ટકા ગુણ લાવવાના છે. એટ્લે કે ૨૦૦ ગુણના પેપરમાં તમારે ૬૭ ગુણ લાવીને પાસ થવાનું છે. જો કોઈ ઉમેદવારને સામાન્ય અભ્યાસના પેપરમાં ૧૨૭ ગુણ આવેલા હશે અને સિસેટના પેપરમાં ૭૦ ગુણ આવેલા હશે અને તમારે સામાન્ય અભ્યાસના પેપરમાં ૭૦ ગુણ આવ્યા હશે અને સિસેટના પેપરમાં ૧૫૦ માર્કસ આવ્યા હશે તો તમને પાસ કરવામાં આવશે નહીં. કેમ કે સિસેટનું પેપર એ માત્ર પાસ થવા માટે જ છે. સૌથી વધારે મુખ્ય પેપર પ્રિલિમ પરીક્ષા માટે હોય તો તે સામાન્ય અભ્યાસનું છે. UPSC Exam Information In Gujarati

૨) મુખ્ય પરીક્ષા:

જો તમે પ્રિલિમ પરીક્ષામાં પાસ થાઓ છો તો તમારે આગળ મુખ્ય પરીક્ષા આપવાની રહેશે. યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષાની મુખ્ય પરીક્ષામાં તમારે ૯ પેપર આવશે અને આ ૯ પેપર તમારે લખવાના હશે. 

મુખ્ય પરીક્ષાનું પહેલું પેપર અંગ્રેજીનું આવશે અને બીજું પેપર તમારે સંવિધાનની આઠમી અનુસૂચિમાં આપેલ જે ભાષા તમે પસંદ કરશો તેનું આવશે. આ બંને પેપર ૩૦૦-૩૦૦ માર્કસના આવશે અને આ પેપરમાં તમારે ફરજિયાત ૨૫ ટકા ગુણ એટલે કે ૭૫ ગુણ લાવવાના રહેશે. જો તમે આ બંને પેપરમાં આટલા ગુણ નથી લાવી શકતા તો આગળ પેપર આપવાનો કોઈ મતલબ રહેશે નહીં. ધારો કે તમે પહેલા પેપર અંગ્રેજી વિષયમાં નાપાસ થાઓ છો તો તમારા બીજા પેપર ચકાસવામાં જ નહી આવે. માટે આ બે પેપર મહત્વના છે. આ બે પેપરના ગુણ આગળ ગણવામાં આવતા નથી. આમાં તમારે માત્ર પાસ થવાનું છે. 

મુખ્ય પરીક્ષાનું ત્રીજું પેપર એ નિબંધ લેખનનું હશે. જેમાં તમારે વર્તમાન પરિસ્થિતી અને વર્તમાન પ્રવાહો જેવા વિષયોના પ્રશ્નો ઉપર નિબંધ લખવાનો રહેશે. ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું પેપર એ સામાન્ય અભાયાસનું આવશે. સામાન્ય આભાસ-૧ માં જોવા જઈએ તો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ વિષયોમાથી પ્રશ્ન આવશે. સામાન્ય અભ્યાસ-૨ માં જોવા જઈએ તો તેમાં બંધારણ, રાજ્યવયસ્થા અને આંતરરાષ્ટ્રીય સંબંધ જેવા વિષયોમાથી પ્રશ્ન પુછવામાં આવશે. સામાન્ય અભ્યાસ-૩ માં તમારે અર્થશાસ્ત્ર, વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયોમાથી પ્રશ્નો પુછવામાં આવશે. સામાન્ય અભ્યાસ-૪ માં તમારે નૈતિક મૂલ્યો વિષય આધારિત પ્રશ્ન પુછવામાં આવશે. 

સિવિલ સેવા પરીક્ષાનું સાતમું અને આઠમું પેપર એ તમારે પસંદ કરવાનુ હોય છે. યુપીએસસી પોતાની ઓફિશિયલ નોટિફિકેશનમાં જે ૨૬ વિષયો આપે છે તેમાથી તમારે કોઈપણ વિષય પસંદ કરવાના રહેશે અને તેનું પેપર આપવાનું રહેશે. મોટાભાગે આમ તો વિધાર્થીઓ પોતાના કોલેજ કાળમાં ભણેલ વિષયો રાખતા હોય છે જેથી તેમને આગળ તૈયારી કરવામાં સરળતા રહે. 

નિબંધ લેખનનું પેપર, સામાન્ય અભ્યાસના ૪ પેપર અને ૨ પેપર તમારે પસંદ કરવાના છે તે બધામાં તમારે ૨૫ ટકા ગુણ લાવવા ફરજિયાત છે. આ બધા જ પેપર તમારે ૨૫૦ ગણના રહેશે. કુલ ગુણ જોવા જઈએ તો ૧૭૫૦ ગુણ થાય છે. હવે આગળ જોઈએ તો આમાં પાસ થનાર ઉમેદવાર માટે ઇન્ટરવ્યુ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જે નીચે મુજબ છે. 

૩) ઇન્ટરવ્યુ પરીક્ષા:

જો તમે મુખ્ય પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરો છો તો તમને ઇન્ટરવ્યુ પરીક્ષા માટે દિલ્હી બોલાવવામાં આવે છે. આ ઇન્ટરવ્યુ પરીક્ષાનું આયોજન એ આયોગ ફેબ્રુઆરીએ, માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં કરતું હોય છે. આ પરીક્ષા તમારી ૨૭૫ ગુણની રહેશે. આમ છેલ્લે જોવા જઈએ તો તમારું મેરીટ ૧૭૫૦ ગુણ અને ૨૭૫ ગુણ મળીને ૨૦૨૫ ગુણમાથી તૈયાર થશે. 

Important Link UPSC Exam Information In Gujarati

.Gujarati Book List || Full Details in Gujarati