Upsc success story :- મોબાઇલ ગુમની FIR ન નોંધી એટલે બકરી ચરાવનારો IPS બની ગયો, પ્રથમ પ્રયાસે જ UPSC ક્રેક

Upsc success story:-મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના કાગલ જિલ્લાના યમગે ગામના ધનગઢના પુત્રએ કમાલ કરી દીધી. બિરુદેવ સિદ્ધપ્પા ધોણેએ પહેલા જ પ્રયાસમાં UPSC ક્રેક કરી દીધી છે. ખભા પર કાંબળો, માથા પર ગાંધી ટોપી, હાથમાં લાકડી અને પગમાં મોટા મોટા ધનગઢી ચંપલ પહેરીને ધોમધખતા તાપમાં બકરી ચરાવતાં ધનગઢના આ દીકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને 551મો રેંક મેળવ્યો છે. 

Upsc success story

Upsc success story

બિરુદેવે 551મો ક્રમ મેળવ્યો

એક મિત્ર જોર જોરથી બૂમો પાડતો તેના મામાના ગામમાં આવ્યો અને બિરુદેવને કહ્યું કે, ‘બિરુદેવ, તમે UPSC પરીક્ષામાં પાસ થઈ ગયા છો. તેના અભણ માતા પિતા ત્યાં હતા. તેઓ એટલું જ સમજ્યા કે અમારો દીકરો સાહેબ બની ગયો છે. તેમને માત્ર એટલું જ સમજાયું અને બિરુદેવ તેના માતાપિતા અને સંબંધીઓ સાથે ખૂબ ખુશ થઈને નાચવા લાગ્યા. બિરુદેવ UPSC પરીક્ષા પાસ કરનાર કાગલ તાલુકાનો પ્રથમ વિદ્યાર્થી છે. બિરુદેવે 2024માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપી. 27 વર્ષની ઉંમરે બિરુદેવે પહેલા જ પ્રયાસમાં 551ના રેન્ક સાથે પરીક્ષા પાસ કરી છે.

આ રીતે પેદા થયો જુસ્સો 

હકીકત એવી છે કે એકવાર બિરુદેવનો મોબાઇલ ખોવાઈ ગયો હતો અને તેના માટે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયો ત્યારે પોલીસે તેને કોઈ મદદ કરી ન હતી. ત્યારે ત્યાં જ બિરુદેવે નક્કી કર્યું કે, તે IPS અધિકારી બનશે અને બિરુદેવે દિવસ રાત સખત મહેનત કરી અને રોજ 22 કલાક અભ્યાસ કર્યો. તેણે UPSCનો અભ્યાસ કરવા માટે દિલ્હીમાં કેમ્પ કર્યો અને તેના માતાપિતાનું નામ રોશન કર્યું. બિરુદેવે કાગલ તાલુકાના મુરગુડ સેન્ટરમાંથી ધોરણ 10 અને 12મા સારા ગુણ સાથે પાસ થયો છે અને પુણેની SIOP એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ માટે દાખલ થયા હતા. 

Upsc success story

ગરીબ છે બિરુદેવનો પરિવાર

બિરુદેવના પિતા સિદ્ધાપા ધોણેએ પણ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ તે પછી તેણે પોતાનું જીવન બકરા ચરાવવાના પરંપરાગત વ્યવસાયમાં પસાર કહ્યું. બિરુદેવે મોટા અધિકારી બનવાનું સ્વપ્ન જોયું. જ્યારે બિરુદેવ UPSCની તૈયારી માટે દિલ્હી જતા હતા, ત્યારે તેમના પિતા તેમને ખૂબ જ મુશ્કેલીથી 10થી 12 હજાર રૂપિયા મોકલતા હતા. આટલી રકમમાં બિરુદેવ ગુજરાન ચલાવી લેતા હતા. બિરુદેવે કહ્યું કે તેમના પિતા તેમને ઘણી વાર અલગ નોકરી કરવાની સલાહ આપતા રહ્યા, પરંતુ તેઓ મક્કમ રહ્યા અને આખરે તેઓ IPS અધિકારી બની ગયા. 

Upsc success story

x