Upsc topper tips:-UPSC ટોપર ગુજરાતી ગર્લ હર્ષિતાને IAS બનીને લોકોની સેવા કરવી છે, Exclusive ઈન્ટરવ્યૂમાં આપ્યો ગુરુમંત્ર – UPSC TOPPER HARSHITA GOYAL

Upsc topper tips:-ગુજરાતની હર્ષિતા ગોયલે આ વખતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. હર્ષિતાનો આ UPSCમાં ત્રીજો પ્રયાસ હતો. જેમાં તેમણે આ પરીક્ષામાં ટોપ કર્યું છે.

Upsc topper tips

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ મંગળવાર, 22 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ પરીક્ષા (CSE) 2024નું અંતિમ પરિણામ (UPSC Result declared) જાહેર કર્યું છે. જેમાં ગુજરાતની હર્ષિતા ગોયલે આ વખતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. હર્ષિતાનો આ UPSCમાં ત્રીજો પ્રયાસ હતો. જેમાં તેમણે આ પરીક્ષામાં ટોપ કર્યું છે. દરમિયાન હર્ષિતાએ પોતાની આ સફળતાનો શ્રેય પોતાના પિતાને આપ્યો છે અને તેઓ IAS બનીને દેશના લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ETV Bharat સાથે વાત કરી હતી અને સફળતાનું સિક્રેટ જણાવ્યું હતું.

3 વર્ષે મળી સફળતા
હર્ષિતા ગોયલે ETV Bharat સાથે વાત કરતા પોતાની સફળતા વિશે કહ્યું કે, મેં 3 વર્ષ પહેલા આ સપનું જોયું હતું. મારા પિતાના સપનાથી તેની શરૂઆત થઈ હતી. પપ્પાએ મને પ્રેરણા આપી હતી કે તું સિવિલ સર્વિસમાં આવીને લોકો માટે કંઈ કરી શકે છે. મને હંમેશાથી લોકોની સેવાની ભાવના હતી. પરંતુ પપ્પાએ માર્ગદર્શન આપ્યું કે, સિવિલ સર્વિસમાં તમે સારી રીતે સેવા કરી શકશો. તે રીતે મેં શરૂઆત કરી. પહેલા બે પ્રયાસમાં મારું પ્રીલિમ્સ નહોતું થઈ શક્યું. ત્રીજા પ્રયાસમાં મારી પ્રીલિમ્સ થઈ પછી મેઈન્સ અને ઈન્ટરવ્યૂ પણ થયું. આ દરમિયાન ઘણા પડકારો આવ્યા. તમને ખબર નથી હોતી કે કયા સ્ટેજથી તમારે ફરીથી તૈયારી કરવી પડશે. પરિવાર, મિત્રોનો સપોર્ટ રહ્યો અને પોતાના પર વિશ્વાસ હતો કે હું આ કરી શકું છું, તેના કારણે આજે હું આ ક્રેક કરી શકી.

Upsc topper tips

UPSCની તૈયારીમાં આવતા પડકારો વિશે હર્ષિતાએ કહ્યું કે, ઘણા બધા પડકારો હોય છે. મેઈન્સની પરીક્ષા હતી તેના એક અઠવાડિયા પહેલા મને ટાઈફોઈડ થઈ ગયો હતો. તો દવા ખાતા ખાતા મેં મેઈન્સની પરીક્ષા ક્રેક કરી. આ પછી હવે ઈન્ટરવ્યૂ સુધી પહોંચી અને ઈન્ટરવ્યૂ ક્લિયર કર્યું.

Upsc topper tips

પરિવારમાં કોણ-કોણ?
હર્ષિતાએ કહ્યું કે, મારા પરિવારમાં પપ્પા, નાનો ભાઈ, દાદા-દાદી છે. માતાનું મૃત્યુ 10 વર્ષ પહેલા થઈ ગયું હતું. મારા પપ્પા જ મારો સૌથી મોટો સપોર્ટ રહ્યા છે. તેમણે આખું ઘર, ભાઈ બધાને સંભાળ્યા, દાદા-દાદીનું ધ્યાન રાખ્યું. તેમણે જ મને કહ્યું હતું, તું તારું સપનું પૂરું કર, મને તારા પાસેથી બીજું કંઈ નથી જોઈતું. તેમણે મને હંમેશા દરેક લેવલે સપોર્ટ કર્યો છે. તેમણે કહ્યું કે, તું નહીં બને તો પણ મને તારા પર એટલો જ ગર્વ હશે, જેટલો બન્યા પછી હશે. તેમના કારણે જ હું આજે અહીં છું.

Upsc topper tips

તેણે કહ્યું, પરિણામ જાહેર થયું આવ્યું ત્યારે પપ્પા મારા સાથે લાઈન પર જ હતા, જ્યારે મેં મારું રિઝલ્ટ ઓપન કર્યું ત્યારે મેં રિઝલ્ટ જોયું નહોતું, મારી સાથે રહેલા મિત્રએ જોઈને કહ્યું કે, તારી બીજી રેન્ક આવી છે. પપ્પા લાઈન પર હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા.

Upsc topper tips

UPSCની પરીક્ષાની સફળતાની ચાવી શું?
પોતાની સફળતા હર્ષિતાએ કહ્યું કે, UPSCની પરીક્ષા અઘરી છે, પરંતુ તમારું મનોબળ મજબૂત હોય તો તમે કોઈપણ પરીક્ષા ક્રેક કરી શકો છો. મારો બસ આ જ ધ્યેય હતો કે પ્રમાણિકપણે અભ્યાસ કરું, પોતાની સાથે ન્યાય કરું અને મારું 100% આપવાનો પ્રયાસ કરું. ક્યારેય એવું ન થાય કે પુસ્તક ખોલીને બેસી હોય અને વાંચતી ન હોય. અને આ યાદ રાખ્યું કે મારે સિવિલ સર્વિસ કેમ કરવી છે. મારા પરિવારનું મેં ધ્યાન રાખ્યું કે તેમના માટે મારે આ કરવાનું છે. આ જ મારા માટે પ્રેરણાનું મોટું કારણ હતું.

Upsc topper tips

‘IAS બનીને લોકોની સેવા કરવી છે’
હર્ષિતાએ કહ્યું કે, મારી પહેલી પસંદગી IAS છે, હું IAS બનીને લોકોની સેવા કરવા માંગુ છું. મારી પહેલી પસંદગી મહિલા માટે કંઈ કરવાની છે. કારણ કે હું પોતે મહિલા છું, અને સ્લમ્સમાં જે બાળકો છે જેમની પાસે તકો નથી તેમના માટે હું કામ કરવા માંગું છું. સરકારે જે સ્કીમ રાખી છે તે ગ્રાઉન્ડ લેવલ પર લાગુ થાય. હું લોકોની પીડાઓ છે તેને સમજીને તેને દૂર કરવાનો પ્રયાસ કરીશ.

Upsc topper tips

UPSCની તૈયારી કરતા ઉમેદવારોને સલાહ
હર્ષિતાએ કહ્યું કે, સિવિલ સર્વિસની પરીક્ષા ક્રેક કરવા માટે એક જ ટિપ્સ છે કે, એક જ ચાવી છે કે તમે સતત મહેનત કરો અને પ્રમાણિકપણે મહેનત કરો. કારણ કે દરેક વિદ્યાર્થીનો અભ્યાસ કરવાનો અલગ રસ્તો હોય છે. તમે કોઈને ફોલો કરીને કરશો તો તેમાં કદાચ ચાન્સ અલગ હોઈ શકે છે. પરંતુ તમે જાતે નક્કી કરો કે તમારા માટે શું કામ આવશે. જેટલા પણ કરન્ટ અફેર્સ છે, દરેક ઉમેદવાર વાંચે છે તે તમે પણ વાંચો. મુખ્ય વાત એ જ છે કે તમે તમારા અભ્યાસ સાથે પ્રમાણિક રહો. મારા સૌથી મોટા આદર્શ મારા મમ્મી-પપ્પા રહ્યા છે.

Upsc topper tips